Rajkot News: રાહુલ ગાંધી સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગે: પદ્મિનીબા

રાહુલ ગાંધી તેમના શબ્દો પાછા ખેંચેઃ પદ્મિનીબા જયચંદોના કારણે જ ક્ષત્રિય સમાજ 20 વર્ષ પાછો ગયો સંકલન સમિતિનો વિરોધ કર્યો આથી અફવા ફેલાવાઈ રાજકોટથી રાહુલ ગાંધીના નિવેદન પર પદ્મિનીબાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં પદ્મિનીબાએ જણાવ્યું છે કે રાહુલ ગાંધી તેમના શબ્દો પાછા ખેંચે. રાહુલ ગાંધી સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગે. તેમજ પદ્મિનીબાએ ક્ષત્રિય સમાજના જ કેટલાક આગેવાનોને જયચંદ ગણાવ્યા છે. તેમજ જણાવ્યું છે કે આવા જયચંદોના કારણે જ ક્ષત્રિય સમાજ 20 વર્ષ પાછો ગયો છે. મારા અને મારા પરિવાર વિશે ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે રાજ્યમાં પરશોત્તમ રૂપાલાના વાણિવિલાસને લઇ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઇ છે. અનેક વાર પરશોત્તમ રુપાલાએ માફી માંગી પણ ક્ષત્રિય સમાજ માફ કરવાના મૂડમાં નથી. તેવામાં પદ્મિનીબા વાળાને તેમના પતિએ મારકૂટ કર્યાના સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થયા હતા જેને લઇ આંદોલનકારી પદ્મિનીબાના સંકલન સમિતિ પર આક્ષેપો કર્યા છે. આંદોલનકારી પદ્મિનીબાએ જણાવ્યું હતું કે, મારા પતિએ માર માર્યાનો ખોટો આરોપ લગાવ્યો છે. મને હેરાન કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. મારા પતિએ મને કોઈ અપશબ્દો નથી કહ્યા અને મારા પતિએ મારી સાથે અભદ્ર વર્તન કર્યું તે વાત તદન ખોટી છે. મારા પરિવારમાં કોઈ સમસ્યા નથી. મારા અને મારા પરિવાર વિશે ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે. સંકલન સમિતિનો વિરોધ કર્યો આથી અફવા ફેલાવાઈ પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મેં સંકલન સમિતિનો વિરોધ કર્યો આથી અફવા ફેલાવાઈ છે. અફવા ફેલાવનારાઓને પડકાર ફેંકુ છુંકે, તમે જે કરવા માંગતા હો તે કરો, હું હંમેશા હિન્દુત્વની વાત કરું છું. હિંદુઓ માટે મોદીએ જે કામ કર્યું તેને કોઈ ભૂલી ના શકે, હું ટોળામાં નથી નીકળતી. હું માત્ર મારી બહેનો સાથે લડત ચલાવું છું પણ સમિતિમાં સ્વાભિમાનની વાત મને ક્યાંય દેખાતી નથી. જે લોકો ફોન કરી ને મને બદનામ કરે કે ધમકાવે છે.

Rajkot News: રાહુલ ગાંધી સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગે: પદ્મિનીબા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાહુલ ગાંધી તેમના શબ્દો પાછા ખેંચેઃ પદ્મિનીબા
  • જયચંદોના કારણે જ ક્ષત્રિય સમાજ 20 વર્ષ પાછો ગયો
  • સંકલન સમિતિનો વિરોધ કર્યો આથી અફવા ફેલાવાઈ

રાજકોટથી રાહુલ ગાંધીના નિવેદન પર પદ્મિનીબાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં પદ્મિનીબાએ જણાવ્યું છે કે રાહુલ ગાંધી તેમના શબ્દો પાછા ખેંચે. રાહુલ ગાંધી સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગે. તેમજ પદ્મિનીબાએ ક્ષત્રિય સમાજના જ કેટલાક આગેવાનોને જયચંદ ગણાવ્યા છે. તેમજ જણાવ્યું છે કે આવા જયચંદોના કારણે જ ક્ષત્રિય સમાજ 20 વર્ષ પાછો ગયો છે.

મારા અને મારા પરિવાર વિશે ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે

રાજ્યમાં પરશોત્તમ રૂપાલાના વાણિવિલાસને લઇ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઇ છે. અનેક વાર પરશોત્તમ રુપાલાએ માફી માંગી પણ ક્ષત્રિય સમાજ માફ કરવાના મૂડમાં નથી. તેવામાં પદ્મિનીબા વાળાને તેમના પતિએ મારકૂટ કર્યાના સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થયા હતા જેને લઇ આંદોલનકારી પદ્મિનીબાના સંકલન સમિતિ પર આક્ષેપો કર્યા છે. આંદોલનકારી પદ્મિનીબાએ જણાવ્યું હતું કે, મારા પતિએ માર માર્યાનો ખોટો આરોપ લગાવ્યો છે. મને હેરાન કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. મારા પતિએ મને કોઈ અપશબ્દો નથી કહ્યા અને મારા પતિએ મારી સાથે અભદ્ર વર્તન કર્યું તે વાત તદન ખોટી છે. મારા પરિવારમાં કોઈ સમસ્યા નથી. મારા અને મારા પરિવાર વિશે ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે.

સંકલન સમિતિનો વિરોધ કર્યો આથી અફવા ફેલાવાઈ

પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મેં સંકલન સમિતિનો વિરોધ કર્યો આથી અફવા ફેલાવાઈ છે. અફવા ફેલાવનારાઓને પડકાર ફેંકુ છુંકે, તમે જે કરવા માંગતા હો તે કરો, હું હંમેશા હિન્દુત્વની વાત કરું છું. હિંદુઓ માટે મોદીએ જે કામ કર્યું તેને કોઈ ભૂલી ના શકે, હું ટોળામાં નથી નીકળતી. હું માત્ર મારી બહેનો સાથે લડત ચલાવું છું પણ સમિતિમાં સ્વાભિમાનની વાત મને ક્યાંય દેખાતી નથી. જે લોકો ફોન કરી ને મને બદનામ કરે કે ધમકાવે છે.