Arvalli News : C.R.Patilએ અરવલ્લીમાં કાર્યકર્તાઓને સંબોધ્યા

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ મોડાસાની મુલાકાતે બુથ પ્રમુખ અને બુથ સંયોજકોને પાટીલે કર્યુ સંબોધન ભીખુસિંહ પરમાર, સાંસદ દીપસિંહ,શોભના બારૈયા પણ રહ્યા ઉપસ્થિત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે અરવલ્લીના મોડાસા ખાતે પહોચ્યા હતા,આ કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિરના હોલમાં યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં બુથ સમિતિના પ્રમુખ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં સી.આર.પાટીલે કાર્યકર્તાઓને સંબોધન કર્યુ હતુ. શામળાજીમાં બુથ પ્રમુખને સી.આર.પાટીલનું સંબોધન સી.આર.પાટીલે સંબોધન કર્યુ હતુ અને પીએમ મોદીને યાદ કર્યા હતા.સી.આર.પાટીલે કહ્યું કે,ભાજપના કાર્યકરો પર નાગરિકોને વિશ્વાસ છે,કોરોનાકાળમાં ભાજપના કાર્યકરોએ સેવા કરી,કાર્યકર્તાની મહેનતનો આદર કરવો જરૂરી છે,હારના કારણોમાં રોદણા રોવા નહી,PM મોદી પર દેશને અતુટ વિશ્વાસ છે,ભાજપના ઉમેદવારને PMના ભરોસાથી મત મળે છે,અમિત શાહના નેતૃત્વમાં ભાજપ મજબૂત થઈ છે. ગાંધીનગરમાં સી.આર.પાટીલ યોજશે બેઠક ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે,તો બીજી તરફ ક્ષત્રિય આંદોલન પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે,ભાજપના અનેક ક્ષત્રિય નેતાઓ દ્વારા આ આંદોલન પૂર્ણ થાય તેને લઈ અનેક બેઠકો યોજી હતી,તો રૂપાલા પણ તેમના નિવેદનને લઈ માંફી માંગી ચૂકયા છે.ત્યારે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા કમલમ ખાતે ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી સહકાર માંગશે,આ અગાઉ સુરતમાં ક્ષત્રિય આગેવાનો સાથે સી.આર.પાટીલે કરી હતી બેઠક. અમદાવાદમાં રાજનાથસિંહની પ્રેસ અમદાવાદમાં રાજનાથસિંહે અલગ-અલગ મુદ્દાઓ પર પ્રેસ કરી હતી,અને લોકોને PM મોદીના કરેલા કામોને લઈ ચિતાર આપ્યો હતો.રાજનાથસિંહે કહ્યું કે ભારત કયારે ઝુકયુ નથી અને ઝુકશે પણ નહી,આપણે આશા રાખીએ છીએ કે,પાડોશી દેશો સાથે આપણે સારા સબંધો ઈચ્છીએ,વર્ષ 2014માં ભારત અર્થવ્યવસ્થામાં દુનિયામાં 11 માં સ્થાને હતુ,હવે ભારતીય અર્થ વ્યવસ્થામા ત્રીજા સ્થાને છે,મોદી સરકારે 8 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢયા છે અને ભારતમાંથી ગરીબી દૂર કરવામાં અમને સફળતા મળી છે.અમે 10 વર્ષની ઉપલબ્ધિઓ પર લડી રહ્યા છીએ,વિકસિત ભારતની પીએમ મોદી પાક્કી ગેરન્ટી છે.2024ની લોકસભાની ચૂંટણી એ લોકશાહીની મજબૂતીનુ પ્રમાણ છે,અમેરિકાના રાજદૂતે પણ ભારતના વખાણ કર્યા છે,દેશની ટોચ કંપનીના CEO ભારતીય છે અને ભાજપ દુનિયાની સૌથી મોટી પાર્ટી છે.આજે રક્ષા ક્ષેત્રે 21 હજાર કરોડની નિકાસ ભારતે કરી છે. હું માનું છું કે વર્ષ 2070 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, અમે જાતિના આધારે રાજનીતિ કરનારા લોકો નથી. અમે ન્યાય અને માનવતાના આધારે રાજનીતિ કરનારા લોકો છીએ.  

Arvalli News :  C.R.Patilએ અરવલ્લીમાં કાર્યકર્તાઓને સંબોધ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ મોડાસાની મુલાકાતે
  • બુથ પ્રમુખ અને બુથ સંયોજકોને પાટીલે કર્યુ સંબોધન
  • ભીખુસિંહ પરમાર, સાંસદ દીપસિંહ,શોભના બારૈયા પણ રહ્યા ઉપસ્થિત

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે અરવલ્લીના મોડાસા ખાતે પહોચ્યા હતા,આ કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિરના હોલમાં યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં બુથ સમિતિના પ્રમુખ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં સી.આર.પાટીલે કાર્યકર્તાઓને સંબોધન કર્યુ હતુ.

શામળાજીમાં બુથ પ્રમુખને સી.આર.પાટીલનું સંબોધન

સી.આર.પાટીલે સંબોધન કર્યુ હતુ અને પીએમ મોદીને યાદ કર્યા હતા.સી.આર.પાટીલે કહ્યું કે,ભાજપના કાર્યકરો પર નાગરિકોને વિશ્વાસ છે,કોરોનાકાળમાં ભાજપના કાર્યકરોએ સેવા કરી,કાર્યકર્તાની મહેનતનો આદર કરવો જરૂરી છે,હારના કારણોમાં રોદણા રોવા નહી,PM મોદી પર દેશને અતુટ વિશ્વાસ છે,ભાજપના ઉમેદવારને PMના ભરોસાથી મત મળે છે,અમિત શાહના નેતૃત્વમાં ભાજપ મજબૂત થઈ છે.

ગાંધીનગરમાં સી.આર.પાટીલ યોજશે બેઠક

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે,તો બીજી તરફ ક્ષત્રિય આંદોલન પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે,ભાજપના અનેક ક્ષત્રિય નેતાઓ દ્વારા આ આંદોલન પૂર્ણ થાય તેને લઈ અનેક બેઠકો યોજી હતી,તો રૂપાલા પણ તેમના નિવેદનને લઈ માંફી માંગી ચૂકયા છે.ત્યારે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા કમલમ ખાતે ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી સહકાર માંગશે,આ અગાઉ સુરતમાં ક્ષત્રિય આગેવાનો સાથે સી.આર.પાટીલે કરી હતી બેઠક.

અમદાવાદમાં રાજનાથસિંહની પ્રેસ

અમદાવાદમાં રાજનાથસિંહે અલગ-અલગ મુદ્દાઓ પર પ્રેસ કરી હતી,અને લોકોને PM મોદીના કરેલા કામોને લઈ ચિતાર આપ્યો હતો.રાજનાથસિંહે કહ્યું કે ભારત કયારે ઝુકયુ નથી અને ઝુકશે પણ નહી,આપણે આશા રાખીએ છીએ કે,પાડોશી દેશો સાથે આપણે સારા સબંધો ઈચ્છીએ,વર્ષ 2014માં ભારત અર્થવ્યવસ્થામાં દુનિયામાં 11 માં સ્થાને હતુ,હવે ભારતીય અર્થ વ્યવસ્થામા ત્રીજા સ્થાને છે,મોદી સરકારે 8 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢયા છે અને ભારતમાંથી ગરીબી દૂર કરવામાં અમને સફળતા મળી છે.અમે 10 વર્ષની ઉપલબ્ધિઓ પર લડી રહ્યા છીએ,વિકસિત ભારતની પીએમ મોદી પાક્કી ગેરન્ટી છે.2024ની લોકસભાની ચૂંટણી એ લોકશાહીની મજબૂતીનુ પ્રમાણ છે,અમેરિકાના રાજદૂતે પણ ભારતના વખાણ કર્યા છે,દેશની ટોચ કંપનીના CEO ભારતીય છે અને ભાજપ દુનિયાની સૌથી મોટી પાર્ટી છે.આજે રક્ષા ક્ષેત્રે 21 હજાર કરોડની નિકાસ ભારતે કરી છે. હું માનું છું કે વર્ષ 2070 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, અમે જાતિના આધારે રાજનીતિ કરનારા લોકો નથી. અમે ન્યાય અને માનવતાના આધારે રાજનીતિ કરનારા લોકો છીએ.