Sabarkantha: 10 ગુજરાતીઓની કુવેતમાં અટકાયત, વિદેશ મંત્રાલય સહિત PMને કરાશે રજૂઆત

સાબરકાંઠાના 10 સ્થાનિકોની કુવૈતમાં અટકાયતરાજ્યસભા સાંસદ રમીલાબેન વાળા ગુજરાતના મુખ્યમંત્રીને કરશે રજૂઆત યુવકોને ખાનગી જગ્યા પર લઈ જવામાં આવતા હંગામો સાબરકાંઠાના સ્થાનિકોની કુવેતમાં અટકાયત મામલે આજે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બાળાએ તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી અને સાંત્વના આપતા કહ્યું કે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભારતના વિદેશ મંત્રાલય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ સમગ્ર મામલે રજૂઆત કરાશે અને અટકાયત કરવામાં આવેલા તમામ લોકોને છોડાવવા માટે પગલા ભરવામાં આવશે. તમને જણાવી દઈએ કે છેલ્લા 7 દિવસથી વિજયનગરના દડવાવાના 10 લોકોને કુવેતમાં અટકાયત થયેલી છે. વડાપ્રધાનને કરાશે રજૂઆત સાબરકાંઠાના વિજયનગરથી 10 જેટલા યુવકોને કુવેતમાં સ્થાનિક સરકાર દ્વારા અચાનક અટકાયત કરી પરત સ્વદેશ મોકલવાની કામગીરી કરાતા પરિવારજનો સહિત જિલ્લાભરમાં ભારે ખળભળાટ સર્જાયો છે, જોકે કુવેતમાં 20 નંબરના વિઝાથી ગયેલા યુવકોને ધંધા રોજગારની સાથોસાથ ઉચ્ચ પગાર મળતો હોવા છતાં કુવેતમાં આગના પગલે વહીવટી તંત્ર દ્વારા તમામને ગીચતામાં ન રહેવા માટે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ વિના અટકાયત કરાતા વડાપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવી છે. યુવકોને ખાનગી જગ્યા પર લઈ જવામાં આવતા હંગામો તમને જણાવી દઈએ કે સાબરકાંઠાના વિજયનગરના 10 જેટલા યુવકોને કુવેત સરકાર દ્વારા અચાનક રાત્રિના સમયે વીજ લાઈન કાપી નાખી તમામને ખાનગી જગ્યામાં લઈ જતા ભારે હંગામો સર્જાયો છે જોકે કુવેત વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં લાગેલી આગના પગલે વસ્તી ગીચતા દૂર કરવા માટે લેવાયેલા આ પગલાથી અંદાજિત 700થી વધારે લોકો વહીવટી તંત્ર થકી પરેશાની ભોગવી રહ્યા છે.

Sabarkantha: 10 ગુજરાતીઓની કુવેતમાં અટકાયત, વિદેશ મંત્રાલય સહિત PMને કરાશે રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાબરકાંઠાના 10 સ્થાનિકોની કુવૈતમાં અટકાયત
  • રાજ્યસભા સાંસદ રમીલાબેન વાળા ગુજરાતના મુખ્યમંત્રીને કરશે રજૂઆત
  • યુવકોને ખાનગી જગ્યા પર લઈ જવામાં આવતા હંગામો

સાબરકાંઠાના સ્થાનિકોની કુવેતમાં અટકાયત મામલે આજે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બાળાએ તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી અને સાંત્વના આપતા કહ્યું કે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભારતના વિદેશ મંત્રાલય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ સમગ્ર મામલે રજૂઆત કરાશે અને અટકાયત કરવામાં આવેલા તમામ લોકોને છોડાવવા માટે પગલા ભરવામાં આવશે. તમને જણાવી દઈએ કે છેલ્લા 7 દિવસથી વિજયનગરના દડવાવાના 10 લોકોને કુવેતમાં અટકાયત થયેલી છે.

વડાપ્રધાનને કરાશે રજૂઆત

સાબરકાંઠાના વિજયનગરથી 10 જેટલા યુવકોને કુવેતમાં સ્થાનિક સરકાર દ્વારા અચાનક અટકાયત કરી પરત સ્વદેશ મોકલવાની કામગીરી કરાતા પરિવારજનો સહિત જિલ્લાભરમાં ભારે ખળભળાટ સર્જાયો છે, જોકે કુવેતમાં 20 નંબરના વિઝાથી ગયેલા યુવકોને ધંધા રોજગારની સાથોસાથ ઉચ્ચ પગાર મળતો હોવા છતાં કુવેતમાં આગના પગલે વહીવટી તંત્ર દ્વારા તમામને ગીચતામાં ન રહેવા માટે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ વિના અટકાયત કરાતા વડાપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવી છે.

યુવકોને ખાનગી જગ્યા પર લઈ જવામાં આવતા હંગામો

તમને જણાવી દઈએ કે સાબરકાંઠાના વિજયનગરના 10 જેટલા યુવકોને કુવેત સરકાર દ્વારા અચાનક રાત્રિના સમયે વીજ લાઈન કાપી નાખી તમામને ખાનગી જગ્યામાં લઈ જતા ભારે હંગામો સર્જાયો છે જોકે કુવેત વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં લાગેલી આગના પગલે વસ્તી ગીચતા દૂર કરવા માટે લેવાયેલા આ પગલાથી અંદાજિત 700થી વધારે લોકો વહીવટી તંત્ર થકી પરેશાની ભોગવી રહ્યા છે.