Gujarat ATS ને મળ્યા ચારેય આતંકીઓના શપથ લેતા વિડીયો

4 આતંકીઓ ઝડપાવા મુદ્દે ગુજરાત ATSનો મોટો ખુલાસો‘નુસરત મુંબઈ એરપોર્ટ પર 2 વખત ગોલ્ડ સ્મગલિંગમાં ઝડપાયો’આત્મઘાતી હુમલાની શપથ સાથે લીધી છે: ગુજરાત ATS અમદાવાદ એરપોર્ટ પરથી ISISના આતંકીઓ પકડવા મામલે ગુજરાત ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેમાં આજે ATS દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. ગુજરાત ATS દ્વારા ખુલાસો કરીને તપાસમાં સામે આવેલ ચોંકાવનારી વિગતોની માહિતી આપવામાં આવી હતી. ગઇકાલે ગુજરાત ATS દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આતંકીઓની તપાસમાં સામે આવ્યું હતું કે દેશમાં અને ગુજરાતમાં ISISના સ્લીપર સેલ સક્રિય છે. તેમજ પકડાયેલ આતંકીઓ દેશમાં મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા. તો આજે, ગુજરાત ATS દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે આતંકીઓની તપાસમાં ચારેય આતંકીઓના આત્મઘાતી હુમલો કરવાની શપથ લેતો વિડીયો મળી આવ્યો છે.આતંકીઓને લઈને ચોંકાવનારા ખુલાસા ગુજરાત ATSના DIG સુનિલ જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલ ISISના ચારેય આતંકીઓની તપાસ ચાલી રહી છે. ATS આતંકીઓની સિગ્નલ એપ્લિકેશન અને પ્રોટોન મેઈલની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ગુજરાત ATS દ્વારા ઓરિજિનલ નંબર મેળવવા માટે પણ તપાસ કરવામાં આવી રહી છે.નુસરથ-નાફરાન 38-40 વાર આવ્યા હતા ભારત ગુજરાત ATS દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચારેય આતંકીઓમાંથી એક આતંકી નુસરથ મુંબઈ એરપોર્ટ પર બે વખત ગોલ્ડ સમ્ગલીંગના કેસમા પકડાયો હતો. તો તેની સામે શ્રીલંકામાં મારામારી અને ડ્રગ્સના કેસ પણ ચાલી રહ્યા છે. તો અન્ય આતંકી ફારિસ પર શ્રીલંકામાં ડ્રગ્સના મામલામાં કેસ પણ ચાલી રહ્યા છે. તો અન્ય એક આતંકી નાફરાન અગાઉ ડ્રગ્સ અને ગોલ્ડ સમ્ગલીંગ કરતો હતો. તો આ બંને આતંકીઓ નુસરથ અને નાફરાન 38થી 40 વખત ભારત આવી ચૂક્યા હતા.

Gujarat ATS ને મળ્યા ચારેય આતંકીઓના શપથ લેતા વિડીયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 4 આતંકીઓ ઝડપાવા મુદ્દે ગુજરાત ATSનો મોટો ખુલાસો
  • ‘નુસરત મુંબઈ એરપોર્ટ પર 2 વખત ગોલ્ડ સ્મગલિંગમાં ઝડપાયો’
  • આત્મઘાતી હુમલાની શપથ સાથે લીધી છે: ગુજરાત ATS

અમદાવાદ એરપોર્ટ પરથી ISISના આતંકીઓ પકડવા મામલે ગુજરાત ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેમાં આજે ATS દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. ગુજરાત ATS દ્વારા ખુલાસો કરીને તપાસમાં સામે આવેલ ચોંકાવનારી વિગતોની માહિતી આપવામાં આવી હતી. ગઇકાલે ગુજરાત ATS દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આતંકીઓની તપાસમાં સામે આવ્યું હતું કે દેશમાં અને ગુજરાતમાં ISISના સ્લીપર સેલ સક્રિય છે. તેમજ પકડાયેલ આતંકીઓ દેશમાં મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા. તો આજે, ગુજરાત ATS દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે આતંકીઓની તપાસમાં ચારેય આતંકીઓના આત્મઘાતી હુમલો કરવાની શપથ લેતો વિડીયો મળી આવ્યો છે.

આતંકીઓને લઈને ચોંકાવનારા ખુલાસા 

ગુજરાત ATSના DIG સુનિલ જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલ ISISના ચારેય આતંકીઓની તપાસ ચાલી રહી છે. ATS આતંકીઓની સિગ્નલ એપ્લિકેશન અને પ્રોટોન મેઈલની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ગુજરાત ATS દ્વારા ઓરિજિનલ નંબર મેળવવા માટે પણ તપાસ કરવામાં આવી રહી છે.

નુસરથ-નાફરાન 38-40 વાર આવ્યા હતા ભારત 

ગુજરાત ATS દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચારેય આતંકીઓમાંથી એક આતંકી નુસરથ મુંબઈ એરપોર્ટ પર બે વખત ગોલ્ડ સમ્ગલીંગના કેસમા પકડાયો હતો. તો તેની સામે શ્રીલંકામાં મારામારી અને ડ્રગ્સના કેસ પણ ચાલી રહ્યા છે. તો અન્ય આતંકી ફારિસ પર શ્રીલંકામાં ડ્રગ્સના મામલામાં કેસ પણ ચાલી રહ્યા છે. તો અન્ય એક આતંકી નાફરાન અગાઉ ડ્રગ્સ અને ગોલ્ડ સમ્ગલીંગ કરતો હતો. તો આ બંને આતંકીઓ નુસરથ અને નાફરાન 38થી 40 વખત ભારત આવી ચૂક્યા હતા.