Vadodaraના કારેલીબાગમાં ડ્રગ્સના બંધાણીઓ બેફામ,સરકારી આવાસની બહારથી નશાની સિરીંજો મળી આવી

કારમાં આવી લોકો ડ્રગ્સનો નશો કરતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ સ્થાનિકો રોકે તો ધમકી આપતા હોવાનો આક્ષેપ અગાઉ ડ્રગ્સના દૂષણનો સંદેશ ન્યૂઝે કર્યો હતો પર્દાફાશ સંસ્કારી નગરી વડોદરામાં આવેલ કારેલીબાગ વિસ્તારમાં ડ્રગ્સના બંધાણીઓ મોંઘીદાટ કારમાં આવી ડ્રગ્સનો નશો કરતા હોય તેવો આક્ષેપ સ્થાનિકો દ્રારા કરવામાં આવ્યો છે.સરકારી આવાસની બહારથી નશાની સિરીંજો મળી આવતા પોલીસ દોડતી થઈ હતી.સ્થાનિકો આ યુવાનોને રોકવા જાય તો તેમને પણ ધમકી આપવામાં આવે છે,તો એલસીબી પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથધરી. પોલીસના પેટ્રોલિંગ પર સવાલ આજકાલના યુવાનો પોતાની જાતને હોશિયર સમજી ડ્રગ્સના રવાડે ચડયા છે,પણ તેમને ખબર નથી કે આ ડ્રગ્સ તમને અને તમારા પરિવારને મોટુ નુકસાન કરી રહ્યું છે.કારેલીબાગ વિસ્તારએ વડોદરાનો સારા વિસ્તારમાનો એક વિસ્તાર છે ત્યારે મોંઘીદાટ કારમાં આવીને લોકો સરકારી આવાસની બહાર ડ્રગ્સનો નશો કરતા હોય તેવો આક્ષેપ લાગ્યો છે,આ સ્થળ પરથી પોલીસે નશાની સિરીંજો કબજે કરી વધુ તપાસ હાથધરી છે. શું કહે છે DCP પન્નાબેન મોમાયા સમગ્ર ઘટનાને લઈ ડીસીપીનું કહેવું છે કે સ્થળ પરથી 7 સિંરીંજો મળી આવી છે,સ્થાનિકો સાથે ચર્ચા કરી છે તો પોલીસે પણ વધુ તપાસ હાથધરી છે,સિંરીંજો કબજે કરી તપાસ માટે મોકલી આપી છે.આવા સ્થળો પર પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. બે દિવસ પહેલા વડોદરા શહેરમાં યોજાઈ હતી મેરેથોન વડોદરા શહેર પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઈલીસીન્ટ ટ્રાફિકિંગ ડે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓની સાથે પોલીસ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. સાથે સમાજિક સંસ્થાઓ પણ જોડાઇ હતી અને ડ્રગ્સના દૂષણને ડામવા પોસ્ટર બેનર સાથે રેલી યોજી જાગૃતિ લાવવા માટેનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો.શહેર પોલીસ દ્વારા શહેરના સયાજી બાગ ગેટ નંબર બેથી આ રેલીની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સહિતના અધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું. પોસ્ટર બેનર સાથે વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ જોડાયા વડોદરા શહેર પોલીસ દ્વારા સતત ડ્રગ્સના દૂષણ સામે અવારનવાર કામગીરી કરવામાં આવતી હોય છે. સાથે જ ડ્રગ્સ અવરનેસ પ્રોગ્રામ થકી વિવિધ સ્કૂલોમાં કાર્યક્રમ કરી અને જાગૃતિ લાવવાનો અનેરો પ્રયાસ કરવામાં આવે છે.ત્યારે પોસ્ટર બેનર સાથે વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, શહેરના નાગરિકો, અધિકારીઓ સાથે મળી એક પદયાત્રામાં યોજી વ્યસનમુક્ત વડોદરા થાય તેવો અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.  

Vadodaraના કારેલીબાગમાં ડ્રગ્સના બંધાણીઓ બેફામ,સરકારી આવાસની બહારથી નશાની સિરીંજો મળી આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કારમાં આવી લોકો ડ્રગ્સનો નશો કરતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
  • સ્થાનિકો રોકે તો ધમકી આપતા હોવાનો આક્ષેપ
  • અગાઉ ડ્રગ્સના દૂષણનો સંદેશ ન્યૂઝે કર્યો હતો પર્દાફાશ

સંસ્કારી નગરી વડોદરામાં આવેલ કારેલીબાગ વિસ્તારમાં ડ્રગ્સના બંધાણીઓ મોંઘીદાટ કારમાં આવી ડ્રગ્સનો નશો કરતા હોય તેવો આક્ષેપ સ્થાનિકો દ્રારા કરવામાં આવ્યો છે.સરકારી આવાસની બહારથી નશાની સિરીંજો મળી આવતા પોલીસ દોડતી થઈ હતી.સ્થાનિકો આ યુવાનોને રોકવા જાય તો તેમને પણ ધમકી આપવામાં આવે છે,તો એલસીબી પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથધરી.

પોલીસના પેટ્રોલિંગ પર સવાલ

આજકાલના યુવાનો પોતાની જાતને હોશિયર સમજી ડ્રગ્સના રવાડે ચડયા છે,પણ તેમને ખબર નથી કે આ ડ્રગ્સ તમને અને તમારા પરિવારને મોટુ નુકસાન કરી રહ્યું છે.કારેલીબાગ વિસ્તારએ વડોદરાનો સારા વિસ્તારમાનો એક વિસ્તાર છે ત્યારે મોંઘીદાટ કારમાં આવીને લોકો સરકારી આવાસની બહાર ડ્રગ્સનો નશો કરતા હોય તેવો આક્ષેપ લાગ્યો છે,આ સ્થળ પરથી પોલીસે નશાની સિરીંજો કબજે કરી વધુ તપાસ હાથધરી છે.


શું કહે છે DCP પન્નાબેન મોમાયા

સમગ્ર ઘટનાને લઈ ડીસીપીનું કહેવું છે કે સ્થળ પરથી 7 સિંરીંજો મળી આવી છે,સ્થાનિકો સાથે ચર્ચા કરી છે તો પોલીસે પણ વધુ તપાસ હાથધરી છે,સિંરીંજો કબજે કરી તપાસ માટે મોકલી આપી છે.આવા સ્થળો પર પેટ્રોલિંગ પણ કરવામાં આવશે.

બે દિવસ પહેલા વડોદરા શહેરમાં યોજાઈ હતી મેરેથોન

વડોદરા શહેર પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઈલીસીન્ટ ટ્રાફિકિંગ ડે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓની સાથે પોલીસ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. સાથે સમાજિક સંસ્થાઓ પણ જોડાઇ હતી અને ડ્રગ્સના દૂષણને ડામવા પોસ્ટર બેનર સાથે રેલી યોજી જાગૃતિ લાવવા માટેનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો.શહેર પોલીસ દ્વારા શહેરના સયાજી બાગ ગેટ નંબર બેથી આ રેલીની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સહિતના અધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું.

પોસ્ટર બેનર સાથે વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ જોડાયા

વડોદરા શહેર પોલીસ દ્વારા સતત ડ્રગ્સના દૂષણ સામે અવારનવાર કામગીરી કરવામાં આવતી હોય છે. સાથે જ ડ્રગ્સ અવરનેસ પ્રોગ્રામ થકી વિવિધ સ્કૂલોમાં કાર્યક્રમ કરી અને જાગૃતિ લાવવાનો અનેરો પ્રયાસ કરવામાં આવે છે.ત્યારે પોસ્ટર બેનર સાથે વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, શહેરના નાગરિકો, અધિકારીઓ સાથે મળી એક પદયાત્રામાં યોજી વ્યસનમુક્ત વડોદરા થાય તેવો અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.