રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રન કાર ચાલક મહિલાને અડફેટે લઈ ફરાર

GJ03ML9134 નંબરની વર્ના કારે પાયલ ચૌહાણ નામની મહિલાને લીધે અડફેટે સમગ્ર ઘટનાના CCTV સામે આવતા પોલીસે કાર ચાલકની શોધખોળ શરૂ કરી ભર બજારમાં અડફેટે લઈ ફરાર થતા લોકો ચિંતાતુર રાજકોટમાં ફરી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે,જેમાં દેવપરા શાક માર્કેટમાં કાર ચાલકે ફુલ ઝડપે એક મહિલાને અડફેટે લેતા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાઈ છે,ઘટના બપોરના સમયે બની છે,શાકમાર્કેટના રોડ પર ભીડ હતી તેમ છત્તા કાર ચાલકે વધુ ઝડપે કાર હંકારી હતી,તો પોલીસે પણ ઘટના સ્થળે પહોચી CCTVના આધારે કાર ચાલકની શોધખોળ હાથધરી છે. કાર ચાલક વિરુદ્ધ નોંધ્યો ગુનો ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા,બીજી તરફ પોલીસ દ્વારા અકસ્માતે ગુનો નોંધવામાં આવ્યો છે,તો મહિલાનુ પણ નિવેદન નોંધવામાં આવ્યું છે,પોલીસનો દાવો છે કે સાંજ સુધીમાં આરોપીની અટકાયત કરવામાં આવશે,અને તેની વિરુદ્ધ કાર્યવાહી પણ કરાશે. રાજકોટમાં 3 દિવસ પહેલા બની હિટ એન્ડ રનની ઘટના શહેરના કોઠારિયા રોડ બ્રહ્માણી હોલ નજીક એક્‍ટિવાને પાછળથી આઇસરનો ચાલક ઠોકરે લઈ નાસી છૂટતા એક્‍ટિવાચાલક પ્રૌઢ અને પાછળ બેઠેલા તેમના પિતરાઈ ભાઈ ફંગોળાઇ જતાં બંનેને ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જેમાં પિતરાઈ ભાઈનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, બંને ભાઈઓ ખોખડદળ ગામે સગાઈ પ્રસંગમાંથી પરત ઘરે આવી રહ્યા હતાં ત્‍યારે રાત્રે અકસ્માત થયો હતો.

રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રન કાર ચાલક મહિલાને અડફેટે લઈ ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • GJ03ML9134 નંબરની વર્ના કારે પાયલ ચૌહાણ નામની મહિલાને લીધે અડફેટે
  • સમગ્ર ઘટનાના CCTV સામે આવતા પોલીસે કાર ચાલકની શોધખોળ શરૂ કરી
  • ભર બજારમાં અડફેટે લઈ ફરાર થતા લોકો ચિંતાતુર

રાજકોટમાં ફરી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે,જેમાં દેવપરા શાક માર્કેટમાં કાર ચાલકે ફુલ ઝડપે એક મહિલાને અડફેટે લેતા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાઈ છે,ઘટના બપોરના સમયે બની છે,શાકમાર્કેટના રોડ પર ભીડ હતી તેમ છત્તા કાર ચાલકે વધુ ઝડપે કાર હંકારી હતી,તો પોલીસે પણ ઘટના સ્થળે પહોચી CCTVના આધારે કાર ચાલકની શોધખોળ હાથધરી છે.

કાર ચાલક વિરુદ્ધ નોંધ્યો ગુનો

ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા,બીજી તરફ પોલીસ દ્વારા અકસ્માતે ગુનો નોંધવામાં આવ્યો છે,તો મહિલાનુ પણ નિવેદન નોંધવામાં આવ્યું છે,પોલીસનો દાવો છે કે સાંજ સુધીમાં આરોપીની અટકાયત કરવામાં આવશે,અને તેની વિરુદ્ધ કાર્યવાહી પણ કરાશે.

રાજકોટમાં 3 દિવસ પહેલા બની હિટ એન્ડ રનની ઘટના

શહેરના કોઠારિયા રોડ બ્રહ્માણી હોલ નજીક એક્‍ટિવાને પાછળથી આઇસરનો ચાલક ઠોકરે લઈ નાસી છૂટતા એક્‍ટિવાચાલક પ્રૌઢ અને પાછળ બેઠેલા તેમના પિતરાઈ ભાઈ ફંગોળાઇ જતાં બંનેને ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જેમાં પિતરાઈ ભાઈનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, બંને ભાઈઓ ખોખડદળ ગામે સગાઈ પ્રસંગમાંથી પરત ઘરે આવી રહ્યા હતાં ત્‍યારે રાત્રે અકસ્માત થયો હતો.