Suratના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ,લોકોને ગરમીથી મળી રાહત

સુરત શહેરના વેડ,ડભોલી વિસ્તારમાં વરસાદ સિંગણપોર,કતારગામ વિસ્તારમાં પણ વરસાદ કાળા ડિબાંગ વાદળ છાયું વાતાવરણ વચ્ચે વરસી રહ્યો છે વરસાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયુ છે,ત્યારે સુરતમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે,વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે,સુરત શહેરના વેડ,ડભોલી,સિંગણપોર,કતારગામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે વરસાદની કરી છે આગાહી ગુજરાતમાં ચોમાસું તો બેસી ગયું છે પરંતુ હજી જોઇએ તેવું સક્રિય નથી થયું. ત્યારે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ જુનાગઢના વિસાવદરમાં એક ઇંચ વરસાદ પડયો છે. તો બીજી બાજુ આજે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આજે સવારથી સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢમાં છેલ્લા 24 કલાકમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આંકડાની વાત કરીએ તો, જુનાગઢના વિસાવદર, વલસાડના ધરમપુર અને કપરાડામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પવનની ગતીના કારણે વરસાદમાં વિલંબ દક્ષિણ ગુજરાત સુધી ચોમાસાનું આગમન થઈ ગયા પછી હાલમાં વાતાવરણના મધ્ય સ્તરે હાઈપ્રેશર રચાયું છે. જેને કારણે ચોમાસું નબળું પડી જતાં આગળ વધતું નથી. આ ઉપરાંત વાદળ બંધાવા માટે પૂરતો ભેજ છે પરંતુ કલાકના 18થી 20 કિલોમીટરની ઝડપના પવનને લીધે વાદળો ખેંચાઈ જાય છે. સરવાળે શહેરમાં ચોમાસાના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે. 19 અને 20 જૂને વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં બીજા અને ત્રીજા દિવસે જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  

Suratના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ,લોકોને ગરમીથી મળી રાહત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરત શહેરના વેડ,ડભોલી વિસ્તારમાં વરસાદ
  • સિંગણપોર,કતારગામ વિસ્તારમાં પણ વરસાદ
  • કાળા ડિબાંગ વાદળ છાયું વાતાવરણ વચ્ચે વરસી રહ્યો છે વરસાદ

ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયુ છે,ત્યારે સુરતમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે,વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે,સુરત શહેરના વેડ,ડભોલી,સિંગણપોર,કતારગામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગે વરસાદની કરી છે આગાહી

ગુજરાતમાં ચોમાસું તો બેસી ગયું છે પરંતુ હજી જોઇએ તેવું સક્રિય નથી થયું. ત્યારે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ જુનાગઢના વિસાવદરમાં એક ઇંચ વરસાદ પડયો છે. તો બીજી બાજુ આજે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આજે સવારથી સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

જૂનાગઢમાં છેલ્લા 24 કલાકમાં 1 ઈંચ વરસાદ નોંધાયો

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આંકડાની વાત કરીએ તો, જુનાગઢના વિસાવદર, વલસાડના ધરમપુર અને કપરાડામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

પવનની ગતીના કારણે વરસાદમાં વિલંબ

દક્ષિણ ગુજરાત સુધી ચોમાસાનું આગમન થઈ ગયા પછી હાલમાં વાતાવરણના મધ્ય સ્તરે હાઈપ્રેશર રચાયું છે. જેને કારણે ચોમાસું નબળું પડી જતાં આગળ વધતું નથી. આ ઉપરાંત વાદળ બંધાવા માટે પૂરતો ભેજ છે પરંતુ કલાકના 18થી 20 કિલોમીટરની ઝડપના પવનને લીધે વાદળો ખેંચાઈ જાય છે. સરવાળે શહેરમાં ચોમાસાના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે.

19 અને 20 જૂને વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં બીજા અને ત્રીજા દિવસે જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.