Rajkotમાં રોગચાળો વધ્યો,એક સપ્તાહમાં તાવ,શરદી અને ઉધરસના 1398 કેસ નોંધાયા

રાજકોટમાં શરદી અને ઉધરસના 661 કેસ નોંધાયા સામાન્ય તાવના 449 કેસ તો ઝાડા ઊલટીના 288 કેસ નોંધાયા 341 ઘરમાં ફોગીગની કામ કરવામાં આવી રાજકોટમાં કાળઝાળ ગરમી વચ્ચે શરદી-ઉધરસ અને તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં મનપા ચોપડે વિવિધ રોગોનાં મળીને ગત સપ્તાહના 1398 સામે આ સપ્તાહે 1399 જેટલા કેસ નોંધાયા છે. જેમાં સતત ત્રીજા સપ્તાહે ડેન્ગ્યુનો પણ એક કેસ સામે આવ્યો છે. ચોમાસાની શરૂઆતમાં રોગચાળો વધ્યો શરદી-ઉધરસનાં સૌથી વધુ 661 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જો કે, આંકડાઓ માત્ર મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોનાં છે ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં રાખીએ તો આંકડો 5 ગણો એટલે કે, 7000 કરતા વધુ હોવાની શક્યતા છે. છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી લાઈનો જોવા મળી હતી. ફોંગીગની કરાઈ કામગીરી જેમાં શરદી- ઉધરસનાં ગત સપ્તાહનાં 590 કેસ સામે આ સપ્તાહે 661 કેસ, ઝાડા-ઉલટીનાં 316 સામે 288 અને સામાન્ય તાવનાં 397 સામે 449 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનો પણ 1 કેસ સામે આવતા ફોગીંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે. વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો હાલ વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો નોંધાયો છે. લોકોએ બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ તેમજ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની સાથે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. સામાન્ય સૂકી ઉધરસ માટે હળદરનો ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત જો કોઈપણ પ્રકારે તબિયત વધુ લથડતી લાગે તો તરત જ મનપાનાં આરોગ્ય કેન્દ્રો અથવા સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડૉક્ટર્સની સલાહ લઈ તે મુજબની દવા કરવી જરૂરી છે. તંત્ર લાગ્યું કામે ​​​​​​​રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટીયર્સ દ્વારા તા. 10 જૂનથી તા. 16 જૂન દરમિયાન 63,136 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને 341 ઘરોમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી છે.

Rajkotમાં રોગચાળો વધ્યો,એક સપ્તાહમાં તાવ,શરદી અને ઉધરસના 1398 કેસ નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટમાં શરદી અને ઉધરસના 661 કેસ નોંધાયા
  • સામાન્ય તાવના 449 કેસ તો ઝાડા ઊલટીના 288 કેસ નોંધાયા
  • 341 ઘરમાં ફોગીગની કામ કરવામાં આવી

રાજકોટમાં કાળઝાળ ગરમી વચ્ચે શરદી-ઉધરસ અને તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં મનપા ચોપડે વિવિધ રોગોનાં મળીને ગત સપ્તાહના 1398 સામે આ સપ્તાહે 1399 જેટલા કેસ નોંધાયા છે. જેમાં સતત ત્રીજા સપ્તાહે ડેન્ગ્યુનો પણ એક કેસ સામે આવ્યો છે.

ચોમાસાની શરૂઆતમાં રોગચાળો વધ્યો

શરદી-ઉધરસનાં સૌથી વધુ 661 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જો કે, આંકડાઓ માત્ર મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોનાં છે ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં રાખીએ તો આંકડો 5 ગણો એટલે કે, 7000 કરતા વધુ હોવાની શક્યતા છે. છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી લાઈનો જોવા મળી હતી.

ફોંગીગની કરાઈ કામગીરી

જેમાં શરદી- ઉધરસનાં ગત સપ્તાહનાં 590 કેસ સામે આ સપ્તાહે 661 કેસ, ઝાડા-ઉલટીનાં 316 સામે 288 અને સામાન્ય તાવનાં 397 સામે 449 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનો પણ 1 કેસ સામે આવતા ફોગીંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે.

વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો

હાલ વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો નોંધાયો છે. લોકોએ બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ તેમજ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની સાથે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. સામાન્ય સૂકી ઉધરસ માટે હળદરનો ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત જો કોઈપણ પ્રકારે તબિયત વધુ લથડતી લાગે તો તરત જ મનપાનાં આરોગ્ય કેન્દ્રો અથવા સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડૉક્ટર્સની સલાહ લઈ તે મુજબની દવા કરવી જરૂરી છે.

તંત્ર લાગ્યું કામે

​​​​​​​રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટીયર્સ દ્વારા તા. 10 જૂનથી તા. 16 જૂન દરમિયાન 63,136 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને 341 ઘરોમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી છે.