Suratના પાંડેસરામાં પતિએ પત્નીના ગળાના ભાગે ચપ્પુ ફેરવી હત્યાનો કર્યો પ્રયાસ

પતિએ પત્નીના ચારીત્ર પર શંકા રાખી હુમલો કર્યો પત્નીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ પોલીસે પતિ ઈસ્લામ સિદ્દીકી વિરુદ્ધ નોંધી ફરિયાદ સુરતના પાંડેસરામાં પતિએ પત્નીના ચારીત્ર પર શંકા રાખીને ગળાના ભાગે ચપ્પુ ફેરવી હત્યાનો પ્રયાસ કર્યો છે,પતિને શંકા હતી કે તેની પત્નીને અન્ય કોઈ સાથે સંબધ છે તે શંકાના આધારે હત્યાના પ્રયાસ કર્યો હતો,પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે,તો પત્નીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ છે. પતીને ગુસ્સો આવતા કર્યુ કૃત્ય પાંડેસરામાં પતિએ પત્નીને ગળાના ભાગે ચપ્પુ ફેરવી દેતા હાહાકાર મચ્યો છે,પતિ અને પત્ની વચ્ચે છેલ્લા લાંબા સમયથી મગજમારી ચાલી રહી હતી,પતિને એવી શંકા હતી કે તેની પત્નીના અન્ય કોઈ સાથે સબંધ છે અને તેને લઈ અવાર-નવાર બોલાચાલી થતી હતી,ત્યારે આજે સવારે પતિએ પત્નીને ગળાના ભાગે ચપ્પુ ફેરવી હત્યાનો પ્રયાસ કર્યો હતો.તો પાંડેસરા પોલીસે પતિ ઇસ્લામ સિદ્દીકી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. 3 જૂન 2024ના રોજ પતિએ કરી પત્નીની હત્યા ગોડાદરાના દેવધના ખેતરમાં ઘરકંકાસથી કંટાળી જઈ પતિએ પત્નીની પાવડો મારી હત્યા કર્યા બાદ પોતે પણ ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગોડાદરા પોલીસે આ મામલે પતિ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ગોડાદરા નજીક દેવધ ખાતે રહેતા રાધાબેન કિશનભાઈ રાઠોડ ખેતરમાં મજૂરી કામ કરે છે. તેમના પિતા ભીખાજી રાઠોડે પ્રથમ લગ્ન હંસાબેન સાથે કર્યા હતા. જે થકી સંતાનમાં પુત્રી રાધાબેન અને પુત્ર ધર્મેશ છે. માતાના મૃત્યુ બાદ તેણીના પિતા ભીખાએ વૈશાલીબેન સાથે બીજા લગ્ન કર્યા હતા. 5 માર્ચ 2024ના રોજ અમરોલીમાં પતિએ કરી પત્નીની હત્યા અમરોલી વિસ્તારમાં રહેતી 29 વર્ષની મહિલાનું બાથરૂમમાં રહસ્યમય મોત નીપજ્યું હતું. પોલીસે મહિલાના પતિ તરફથી આવી જાણકારી આપવામાં આી હતી. જોકે, પોસ્ટમોર્ટમ દરમિયાન અને મહિલાના પરિવારના આક્ષેપ બાદ સુરતની અમરોલી પોલીસે મહિલાના પતિની આકરી પૂછપરછ કરતા તેણે જ હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

Suratના પાંડેસરામાં પતિએ પત્નીના ગળાના ભાગે ચપ્પુ ફેરવી હત્યાનો કર્યો પ્રયાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પતિએ પત્નીના ચારીત્ર પર શંકા રાખી હુમલો કર્યો
  • પત્નીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ
  • પોલીસે પતિ ઈસ્લામ સિદ્દીકી વિરુદ્ધ નોંધી ફરિયાદ

સુરતના પાંડેસરામાં પતિએ પત્નીના ચારીત્ર પર શંકા રાખીને ગળાના ભાગે ચપ્પુ ફેરવી હત્યાનો પ્રયાસ કર્યો છે,પતિને શંકા હતી કે તેની પત્નીને અન્ય કોઈ સાથે સંબધ છે તે શંકાના આધારે હત્યાના પ્રયાસ કર્યો હતો,પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે,તો પત્નીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ છે.

પતીને ગુસ્સો આવતા કર્યુ કૃત્ય

પાંડેસરામાં પતિએ પત્નીને ગળાના ભાગે ચપ્પુ ફેરવી દેતા હાહાકાર મચ્યો છે,પતિ અને પત્ની વચ્ચે છેલ્લા લાંબા સમયથી મગજમારી ચાલી રહી હતી,પતિને એવી શંકા હતી કે તેની પત્નીના અન્ય કોઈ સાથે સબંધ છે અને તેને લઈ અવાર-નવાર બોલાચાલી થતી હતી,ત્યારે આજે સવારે પતિએ પત્નીને ગળાના ભાગે ચપ્પુ ફેરવી હત્યાનો પ્રયાસ કર્યો હતો.તો પાંડેસરા પોલીસે પતિ ઇસ્લામ સિદ્દીકી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

3 જૂન 2024ના રોજ પતિએ કરી પત્નીની હત્યા

ગોડાદરાના દેવધના ખેતરમાં ઘરકંકાસથી કંટાળી જઈ પતિએ પત્નીની પાવડો મારી હત્યા કર્યા બાદ પોતે પણ ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગોડાદરા પોલીસે આ મામલે પતિ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ગોડાદરા નજીક દેવધ ખાતે રહેતા રાધાબેન કિશનભાઈ રાઠોડ ખેતરમાં મજૂરી કામ કરે છે. તેમના પિતા ભીખાજી રાઠોડે પ્રથમ લગ્ન હંસાબેન સાથે કર્યા હતા. જે થકી સંતાનમાં પુત્રી રાધાબેન અને પુત્ર ધર્મેશ છે. માતાના મૃત્યુ બાદ તેણીના પિતા ભીખાએ વૈશાલીબેન સાથે બીજા લગ્ન કર્યા હતા.

5 માર્ચ 2024ના રોજ અમરોલીમાં પતિએ કરી પત્નીની હત્યા

અમરોલી વિસ્તારમાં રહેતી 29 વર્ષની મહિલાનું બાથરૂમમાં રહસ્યમય મોત નીપજ્યું હતું. પોલીસે મહિલાના પતિ તરફથી આવી જાણકારી આપવામાં આી હતી. જોકે, પોસ્ટમોર્ટમ દરમિયાન અને મહિલાના પરિવારના આક્ષેપ બાદ સુરતની અમરોલી પોલીસે મહિલાના પતિની આકરી પૂછપરછ કરતા તેણે જ હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.