Bharuch ACB: ભરૂચમાં પોલીસ કોન્સ્ટેબલ 5 હજારની લાંચ લેતા ઝડપાયો

ઉમલ્લા પોલીસ મથકનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયોકોન્સ્ટેબલ રાજેન્દ્ર વસાવા 5 હજારની લાંચ લેતા ઝડપાયો કાર્ટિંગમાં ફરતી ટ્રક પાસેથી 5 હજારનો હપ્તો લેતો હતો એક તરફ રાજ્ય સરકાર જ્યાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને રાજ્ય બનાવવાના વચનો આપી રહી છે ત્યારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જ ભ્રષ્ટાચારના ખપ્પરમાં ખદબદી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. ભરૂચ ACB એ સાવ પાંચ હજારની લાંચ લેતા એક પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકનો કોન્સ્ટેબલ પાંચ હજારની લાંચ લેતા ભરૂચ ACBના હાથે ઝડપાઇ ગયો છે. લાંચ લેતા ઝડપાઇ જનાર કોન્સ્ટેબલની ઓળખ રાજેન્દ્ર જેસીંગ વસાવા તરીકે થઈ છે. કોન્સ્ટેબલ રાજેન્દ્ર વસાવા કાર્ટીંગમાં ફરતી ટ્રકના મહિને પાંચ હજારનો હપ્તો માંગતો હતો. વાત જાણે એમ છે કે, ઉમલ્લા રૂટ ઉપર નેત્રંગ ગામના લાંચની ફરિયાદ કરનાર ફરીયાદીના ત્રણ ટ્રક ચાલતા હતા. જ્યારે, કોન્સ્ટેબલ રાજેન્દ્ર વસાવા ફરિયાદી પાસેથી એક ટ્રક ચલાવવા મહિને પાંચ હજારનો હપ્તો માંગતો હતો. આખરે, ફરિયાદીએ કંટાળીને ભરૂચ ACBનો સંપર્ક કર્યો હતો હતો અને કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ તેના ટ્રક ડ્રાઇવર મારફતે ગુગલ પે કરી આરોપી ઉમલ્લા પોલીસ મથકના કોન્સ્ટેબલ રાજેન્દ્ર વસાવાને ભરૂચ ACBના હાથે પકડાવી પાડ્યો હતો. ભરૂચ ACBએ આરોપી રાજેન્દ્ર વસાવાને ઝડપી પાડી તેની વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Bharuch ACB: ભરૂચમાં પોલીસ કોન્સ્ટેબલ 5 હજારની લાંચ લેતા ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉમલ્લા પોલીસ મથકનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો
  • કોન્સ્ટેબલ રાજેન્દ્ર વસાવા 5 હજારની લાંચ લેતા ઝડપાયો
  • કાર્ટિંગમાં ફરતી ટ્રક પાસેથી 5 હજારનો હપ્તો લેતો હતો

એક તરફ રાજ્ય સરકાર જ્યાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને રાજ્ય બનાવવાના વચનો આપી રહી છે ત્યારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જ ભ્રષ્ટાચારના ખપ્પરમાં ખદબદી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. ભરૂચ ACB એ સાવ પાંચ હજારની લાંચ લેતા એક પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકનો કોન્સ્ટેબલ પાંચ હજારની લાંચ લેતા ભરૂચ ACBના હાથે ઝડપાઇ ગયો છે. લાંચ લેતા ઝડપાઇ જનાર કોન્સ્ટેબલની ઓળખ રાજેન્દ્ર જેસીંગ વસાવા તરીકે થઈ છે. કોન્સ્ટેબલ રાજેન્દ્ર વસાવા કાર્ટીંગમાં ફરતી ટ્રકના મહિને પાંચ હજારનો હપ્તો માંગતો હતો.

વાત જાણે એમ છે કે, ઉમલ્લા રૂટ ઉપર નેત્રંગ ગામના લાંચની ફરિયાદ કરનાર ફરીયાદીના ત્રણ ટ્રક ચાલતા હતા. જ્યારે, કોન્સ્ટેબલ રાજેન્દ્ર વસાવા ફરિયાદી પાસેથી એક ટ્રક ચલાવવા મહિને પાંચ હજારનો હપ્તો માંગતો હતો. આખરે, ફરિયાદીએ કંટાળીને ભરૂચ ACBનો સંપર્ક કર્યો હતો હતો અને કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ તેના ટ્રક ડ્રાઇવર મારફતે ગુગલ પે કરી આરોપી ઉમલ્લા પોલીસ મથકના કોન્સ્ટેબલ રાજેન્દ્ર વસાવાને ભરૂચ ACBના હાથે પકડાવી પાડ્યો હતો. ભરૂચ ACBએ આરોપી રાજેન્દ્ર વસાવાને ઝડપી પાડી તેની વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.