Rajkotમાં ગોંડલના વાસાવડમાં સ્થાનિક નદી બે કાંઠે વહેતી થઈ,સ્થાનિકોમાં ખુશીનો માહોલ

ગોંડલના વાસાવડમાં સ્થાનિક નદી બે કાંઠે વહી રહી છેઉપરવાસમાં ભારે વરસાદથી નદી બે કાંઠે વહી રહી છેવાવડી-ચમારડીમાં વરસાદથી નવા નીર આવ્યા ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયુ છે,ત્યારે નદીમાં વરસાદી નીરની આવક થઈ છે,રાજકોટના ગોંડલના વાસવડમાં સ્થાનિક નદી બે કાંઠે વહી રહી છે.ગોંડલના વાસાવડ પંથકમાં ગઈકાલે ભારે વરસાદ પડયો હતો તેના કારણે નદી બે કાંઠે વહેતી જોવા મળી છે.વવડી ચમરાડીમાં વરસાદને પગલે નદી બે કાંઠે વહી રહી છે.બીજી બાજુ હવામાન વિભાગ દ્રારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. નદીમાં નવા નીરની આવક ગોંડલ, જેતપુર, વીરપુર, કોટડા સાંગાણી, ઉપલેટા,ભાયાવદરમાં ગાજવીજ અને ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસી પડ્યો હતો અને જોતજોતામાં એકથી બે ઇંચ પાણી પડી જતાં માર્ગો નદી બની ગયા હતા. બીજી તરફ મોરબી, વાંકાનેરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.કાનેર તાલુકાના અગાભી પીપળિયામાં વીજળી પડતાં સાત બકરાંના મોત થયાના અહેવાલ છે. કોટડાસાંગાણીના માણેકવાડા અને મોટામાંડવા, રાજપરામાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો જ્યારે ગોંડલ તાલુકાના દેરડી,રાણસીકી,મોટી ખિલોરી વિસ્તારમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ખેડૂતોના પાકને વધારી ચિંતા જ્યારે ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદને કારણે રાતાપુલ, ઉમવાડા અંડરબ્રિજ સહિત પાણી ભરાયા હતા.મોટી પાનેલીની બાજુમાં આવેલ સાતવડી ગામે એક ઇંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. વીરપુરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં જ મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. આ વરસાદથી ઉનાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો હતો.ઉનાળુ બાજરી, મગફળી, મગ, તલ, ડુંગળી જેવા પાકોને ભારે નુકસાન જવાની ભીતિ છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ તથા અમરેલી, ભાવનગર, દીવમાં વરસાદની આગાહી છે. તેમજ રાજ્યમાં પ્રિ મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થઇ છે. જેમાં સમગ્ર રાજ્યમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તેમજ રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ આવશે. તથા આવતીકાલે પણ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. તેમજ રાજ્યમાં પવનની ગતિ 30-40 કિમી પ્રતિકલાકની રહેશે. આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદથી એક પછી એક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે. ત્યારે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજકોટ અને જામકંડોરણાના અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. બીજી તરફ અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. છોટાઉદેપુરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યો હતો. બીજી તરફ સુરતના ઓલપાડ તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે.  

Rajkotમાં ગોંડલના વાસાવડમાં સ્થાનિક નદી બે કાંઠે વહેતી થઈ,સ્થાનિકોમાં ખુશીનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગોંડલના વાસાવડમાં સ્થાનિક નદી બે કાંઠે વહી રહી છે
  • ઉપરવાસમાં ભારે વરસાદથી નદી બે કાંઠે વહી રહી છે
  • વાવડી-ચમારડીમાં વરસાદથી નવા નીર આવ્યા

ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયુ છે,ત્યારે નદીમાં વરસાદી નીરની આવક થઈ છે,રાજકોટના ગોંડલના વાસવડમાં સ્થાનિક નદી બે કાંઠે વહી રહી છે.ગોંડલના વાસાવડ પંથકમાં ગઈકાલે ભારે વરસાદ પડયો હતો તેના કારણે નદી બે કાંઠે વહેતી જોવા મળી છે.વવડી ચમરાડીમાં વરસાદને પગલે નદી બે કાંઠે વહી રહી છે.બીજી બાજુ હવામાન વિભાગ દ્રારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

નદીમાં નવા નીરની આવક

ગોંડલ, જેતપુર, વીરપુર, કોટડા સાંગાણી, ઉપલેટા,ભાયાવદરમાં ગાજવીજ અને ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસી પડ્યો હતો અને જોતજોતામાં એકથી બે ઇંચ પાણી પડી જતાં માર્ગો નદી બની ગયા હતા. બીજી તરફ મોરબી, વાંકાનેરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.કાનેર તાલુકાના અગાભી પીપળિયામાં વીજળી પડતાં સાત બકરાંના મોત થયાના અહેવાલ છે. કોટડાસાંગાણીના માણેકવાડા અને મોટામાંડવા, રાજપરામાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો જ્યારે ગોંડલ તાલુકાના દેરડી,રાણસીકી,મોટી ખિલોરી વિસ્તારમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો.


ખેડૂતોના પાકને વધારી ચિંતા

જ્યારે ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદને કારણે રાતાપુલ, ઉમવાડા અંડરબ્રિજ સહિત પાણી ભરાયા હતા.મોટી પાનેલીની બાજુમાં આવેલ સાતવડી ગામે એક ઇંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. વીરપુરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં જ મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. આ વરસાદથી ઉનાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો હતો.ઉનાળુ બાજરી, મગફળી, મગ, તલ, ડુંગળી જેવા પાકોને ભારે નુકસાન જવાની ભીતિ છે.

ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી

ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ તથા અમરેલી, ભાવનગર, દીવમાં વરસાદની આગાહી છે. તેમજ રાજ્યમાં પ્રિ મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થઇ છે. જેમાં સમગ્ર રાજ્યમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તેમજ રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ આવશે. તથા આવતીકાલે પણ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. તેમજ રાજ્યમાં પવનની ગતિ 30-40 કિમી પ્રતિકલાકની રહેશે.

આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો

કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદથી એક પછી એક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે. ત્યારે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજકોટ અને જામકંડોરણાના અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. બીજી તરફ અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. છોટાઉદેપુરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યો હતો. બીજી તરફ સુરતના ઓલપાડ તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે.