Bhavnagarમાં બે માળનું જર્જરિત મકાન ધરાશાયી થતા મચી દોડધામ,ઘટનામાં કોઈ જાનહાની નહી

ગઈકાલે ભારે પવન ફૂંકાવાથી મકાન ધરાશાયી થયું જર્જરિત મકાન ધરાશાયી થતા દોડધામ મચી ફાયર વિભાગ દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી કરાઈ ભાવનગર શહેરમાં ગઈકાલે સાંજે ભારે પવન ફૂંકાતા જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી,આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.એક વૃદ્ધનો બચાવ થયો છે. વડવા નેરા લક્ષ્મણધામ મંદીર પાસે આવેલ મકાન ધરાશાયી થયું હતું.મકાન ધરાશાયી થવાની સાથે જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાટમાળ ખસેડવાની કામગીરી કરી હતી. વરસાદ વરસ્યો હતો ભાવનગર શહેર અને જિલ્લામાં આજે બપોર સુધી કાળઝાળ ગરમી રહ્યાં બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધૂળની ડમરી સાથે તોફાની પવન ફુંકાયો હતો અને ઉમરાળા, સિહોર, ભાવનગરનો અડધો વિસ્તાર સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડા સાથે આગામી દિવસોમાં ચોમાસાના આગમનના એંધાણ આપતો વરસાદ વરસ્યો હતો. ભાવનગર શહેરમાં ગઢેચી વડલાથી ચિત્રા ફુલસર સુધીના વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. વિજળી ગુલ થઈ હતી વરસાદ થતા સિહોર શહેર ઉપરાંત તાલુકાના સોનગઢ, અમરગઢ, આંબલા સહિતના ગામોમાં વરસાદના અમી છાંટણા થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયેલ છે. જ્યારે ટાણા પટ્ટીમાં માત્ર વાઝડી જ હતી,પણ મેઘરાજાએ પોતાની કૃપા વરસાવી નહોતી. જેવી વાઝડી શરૂ થઇ કે તરત જ સિહોરમાંથી વીજળી ગુલ થઇ જવા પામી હતી. અને લગભગ દોઢ-બે કલાક પછી વીજ પુરવઠો પૂર્વવત થયો હતો. પોરબંદરમાં પણ જર્જરિત મકાન ઉતારવાની કામગીરી કરાઈ પોરબંદરમાં હોળીચકલા વિસ્તારમાં જર્જરિત મકાન આવેલ છે જ્યા પાલિકા ટીમે જહેમત ઉઠાવી મકાન માલિકનો સંપર્ક કર્યો હતો. આ મકાન ઉતારી લેવા માલિક દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને બાજુનું જર્જરિત મકાન ઉતારી લેવા પાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. પોરબંદરમાં 29 જેટલા જર્જરિત મકાન આવેલ છે. 

Bhavnagarમાં બે માળનું જર્જરિત મકાન ધરાશાયી થતા મચી દોડધામ,ઘટનામાં કોઈ જાનહાની નહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગઈકાલે ભારે પવન ફૂંકાવાથી મકાન ધરાશાયી થયું
  • જર્જરિત મકાન ધરાશાયી થતા દોડધામ મચી
  • ફાયર વિભાગ દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી કરાઈ

ભાવનગર શહેરમાં ગઈકાલે સાંજે ભારે પવન ફૂંકાતા જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી,આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.એક વૃદ્ધનો બચાવ થયો છે. વડવા નેરા લક્ષ્મણધામ મંદીર પાસે આવેલ મકાન ધરાશાયી થયું હતું.મકાન ધરાશાયી થવાની સાથે જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાટમાળ ખસેડવાની કામગીરી કરી હતી.

વરસાદ વરસ્યો હતો

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે બપોર સુધી કાળઝાળ ગરમી રહ્યાં બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધૂળની ડમરી સાથે તોફાની પવન ફુંકાયો હતો અને ઉમરાળા, સિહોર, ભાવનગરનો અડધો વિસ્તાર સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડા સાથે આગામી દિવસોમાં ચોમાસાના આગમનના એંધાણ આપતો વરસાદ વરસ્યો હતો. ભાવનગર શહેરમાં ગઢેચી વડલાથી ચિત્રા ફુલસર સુધીના વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો.

વિજળી ગુલ થઈ હતી વરસાદ થતા

સિહોર શહેર ઉપરાંત તાલુકાના સોનગઢ, અમરગઢ, આંબલા સહિતના ગામોમાં વરસાદના અમી છાંટણા થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયેલ છે. જ્યારે ટાણા પટ્ટીમાં માત્ર વાઝડી જ હતી,પણ મેઘરાજાએ પોતાની કૃપા વરસાવી નહોતી. જેવી વાઝડી શરૂ થઇ કે તરત જ સિહોરમાંથી વીજળી ગુલ થઇ જવા પામી હતી. અને લગભગ દોઢ-બે કલાક પછી વીજ પુરવઠો પૂર્વવત થયો હતો.

પોરબંદરમાં પણ જર્જરિત મકાન ઉતારવાની કામગીરી કરાઈ

પોરબંદરમાં હોળીચકલા વિસ્તારમાં જર્જરિત મકાન આવેલ છે જ્યા પાલિકા ટીમે જહેમત ઉઠાવી મકાન માલિકનો સંપર્ક કર્યો હતો. આ મકાન ઉતારી લેવા માલિક દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને બાજુનું જર્જરિત મકાન ઉતારી લેવા પાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. પોરબંદરમાં 29 જેટલા જર્જરિત મકાન આવેલ છે.