Vadodaraમાં MSયુનિ.માં પ્રવેશ ક્વોટા વધારવાની માગને લઈ પૂર્વ વિદ્યાર્થી નેતાઓ આપશે લડત

કમાટીબાગમાં પૂર્વ વિદ્યાર્થી નેતાઓની મળી બેઠક સ્થાનિક વિદ્યાર્થીઓ માટે પ્રવેશનું આંદોલન પકડશે વેગ 75%થી ઓછા હોય તેવા સ્થાનિક વિદ્યાર્થી પ્રવેશથી વંચિત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં જનરલ કેટેગરીમાં 75 ટકાથી નીચેના ગુણ ધરાવતા વિધાર્થીઓને પ્રવેશ નહી મળતા ચાલી રહેલું આંદોલન આજે બીજા દિવસે પણ યથાવત રહ્યું છે. એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશના મામલે વિધાર્થી નેતાઓ આજે એકત્રિત થયા છે.કમાટીબાગ ખાતે વિધાર્થી હિત રક્ષક સમિતિના નેજા હેઠળ એકત્ર થયા વિધાર્થી નેતાઓ. ગઈકાલથી આંદોલન થયું શરૂ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસક્રમ માટે જાહેર કરાયેલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં જનરલ કેટેગરીમાં 75 ટકાથી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી. તેની સામે ઇ.ડબલ્યુ.એસ સહિતની અન્ય કેટેગરીમાં 35 ટકાથી 40% ધરાવતા વિદ્યાર્થીઓને આસાનીથી પ્રવેશ મળ્યો છે. જેને કારણે ગતરોજથી NSUI, AGSU તથા યસ ગ્રુપ સહિતના વિદ્યાર્થી સંગઠનો દ્વારા ગતરોજથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. વાલીઓ પણ આંદોલનમાં જોડાયા જેમાં ગતરોજ આંદોલનના ભાગરૂપે વિદ્યાર્થી સંગઠનના આગેવાનો અને વાલીઓએ કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કેતન ઉપાધ્યાયનો ઘેરાવો કરી ટપલીદાવ કર્યો હતો. જેમાં અમર વાઘેલા તથા નિખિલ સોલંકી સહિત કુલ 4 વિદ્યાર્થી નેતાઓની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી હતી. જેઓને કોર્ટમાં હાજર કરાયા બાદ જામીન મંજૂર કરાયા હતા. જોકે, આંદોલન આજે બીજા દિવસે પણ યથાવત રહ્યું છે. જેમાં NSUI, AGSU તથા યસ ગ્રુપ સહિતના વિદ્યાર્થી સંગઠનના આગેવાનો અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે દેખાવો યોજી ઉગ્ર સુત્રોચાર કર્યા હતા. યુનિવર્સિટી કઈ કહેવા તૈયાર નથી આ આંદોલનની યુનિવર્સિટી સત્તાધીશોને સહેજ પણ પડી ન હોય તે રીતે તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓની રજૂઆત સાંભળવા બહાર આવ્યા ન હતા, અને સ્થાનિક પોલીસને આગળ કરી હતી. આ સંદર્ભે પણ વાલીઓ અને વિદ્યાર્થી નેતાઓએ યુનિવર્સિટી સત્તાધીશોની આકરી ઝાટકણી કરી હતી. વિદ્યાર્થી આગેવાનોએ ખુલ્લો આક્ષેપ કર્યો હતો કે, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરના ભાઈ PMO ઓફિસમાં ફરજ બજાવતા હોવાથી તેઓની સત્તાનો દૂર ઉપયોગ કરી રહ્યા છે.

Vadodaraમાં MSયુનિ.માં પ્રવેશ ક્વોટા વધારવાની માગને લઈ પૂર્વ વિદ્યાર્થી નેતાઓ આપશે લડત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કમાટીબાગમાં પૂર્વ વિદ્યાર્થી નેતાઓની મળી બેઠક
  • સ્થાનિક વિદ્યાર્થીઓ માટે પ્રવેશનું આંદોલન પકડશે વેગ
  • 75%થી ઓછા હોય તેવા સ્થાનિક વિદ્યાર્થી પ્રવેશથી વંચિત

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં જનરલ કેટેગરીમાં 75 ટકાથી નીચેના ગુણ ધરાવતા વિધાર્થીઓને પ્રવેશ નહી મળતા ચાલી રહેલું આંદોલન આજે બીજા દિવસે પણ યથાવત રહ્યું છે. એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશના મામલે વિધાર્થી નેતાઓ આજે એકત્રિત થયા છે.કમાટીબાગ ખાતે વિધાર્થી હિત રક્ષક સમિતિના નેજા હેઠળ એકત્ર થયા વિધાર્થી નેતાઓ.

ગઈકાલથી આંદોલન થયું શરૂ

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસક્રમ માટે જાહેર કરાયેલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં જનરલ કેટેગરીમાં 75 ટકાથી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી. તેની સામે ઇ.ડબલ્યુ.એસ સહિતની અન્ય કેટેગરીમાં 35 ટકાથી 40% ધરાવતા વિદ્યાર્થીઓને આસાનીથી પ્રવેશ મળ્યો છે. જેને કારણે ગતરોજથી NSUI, AGSU તથા યસ ગ્રુપ સહિતના વિદ્યાર્થી સંગઠનો દ્વારા ગતરોજથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.


વાલીઓ પણ આંદોલનમાં જોડાયા

જેમાં ગતરોજ આંદોલનના ભાગરૂપે વિદ્યાર્થી સંગઠનના આગેવાનો અને વાલીઓએ કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કેતન ઉપાધ્યાયનો ઘેરાવો કરી ટપલીદાવ કર્યો હતો. જેમાં અમર વાઘેલા તથા નિખિલ સોલંકી સહિત કુલ 4 વિદ્યાર્થી નેતાઓની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી હતી. જેઓને કોર્ટમાં હાજર કરાયા બાદ જામીન મંજૂર કરાયા હતા. જોકે, આંદોલન આજે બીજા દિવસે પણ યથાવત રહ્યું છે. જેમાં NSUI, AGSU તથા યસ ગ્રુપ સહિતના વિદ્યાર્થી સંગઠનના આગેવાનો અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે દેખાવો યોજી ઉગ્ર સુત્રોચાર કર્યા હતા.

યુનિવર્સિટી કઈ કહેવા તૈયાર નથી

આ આંદોલનની યુનિવર્સિટી સત્તાધીશોને સહેજ પણ પડી ન હોય તે રીતે તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓની રજૂઆત સાંભળવા બહાર આવ્યા ન હતા, અને સ્થાનિક પોલીસને આગળ કરી હતી. આ સંદર્ભે પણ વાલીઓ અને વિદ્યાર્થી નેતાઓએ યુનિવર્સિટી સત્તાધીશોની આકરી ઝાટકણી કરી હતી. વિદ્યાર્થી આગેવાનોએ ખુલ્લો આક્ષેપ કર્યો હતો કે, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરના ભાઈ PMO ઓફિસમાં ફરજ બજાવતા હોવાથી તેઓની સત્તાનો દૂર ઉપયોગ કરી રહ્યા છે.