Surat ક્રાઈમ બ્રાન્ચે 40 લાખના ડ્રગ્સ સાથે 8 આરોપીઓને ઝડપ્યા,થશે અનેક ખુલાસા

40 લાખના MD ડ્રગ્સ સાથે 8 શખ્સોને ઝડપ્યા એક જ દિવસમાં 5 NDPSના કેસ કરવામાં આવ્યા સુરત શહેરમાં અલગ અલગ રેડ કરવામાં આવી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા,એક જ દિવસમાં 5 NDPSના કેસ ક્રાઈમ બ્રાન્ચ દ્રારા કરવામાં આવ્યા છે,આજે સુરતમાં અલગ-અલગ જગ્યાએ રેડ કરવામાં આવી હતી જેમાં અંદાજિત 40 લાખનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે. સુરતે રેલવે સ્ટેશન પર ડ્રગ્સ સાથે ઝડપાયા યુવક યુવતી મુંબઈથી ટ્રેનમાં યુવક અને યુવતી સ્કૂલબેગમાં 25 લાખનું એમડી ડ્રગ્સ લઈ સુરતમાં સપ્લાય કરવા જાય તે પહેલા સુરત રેલવે સ્ટેશનની બહારથી ક્રાઇમબ્રાંચના સ્ટાફે બન્ને પકડી પાડ્યા છે. બેગમાંથી કપડા સહિત અન્ય સામાન મળ્યો હતો ઉપરાંત બેગમાં છુપાવેલું 250 ગ્રામ એમડી ડ્રગ્સ રૂ.25 લાખનું મળી આવ્યું હતું. પકડાયેલા યુવક-યુવતી મિત્ર અને મુંબઈમાં રહે છે. ક્રાઇમબ્રાંચે એમડી ડ્રગ્સ, મોબાઇલ સહિત 25 લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો છે. 3 મે 2024ના રોજ ડ્રગ્સ ઝડપાયુ સુરતમાંથી ફરીથી ડ્રગ્સ મળ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડવામાં મોટી સફળતા મળી છે. માન દરવાજા પાસે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જોઈને એક યુવક ભાગવા લાગ્યો હતો. તેની પૂછપરછ કરતા તેની પાસે એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યુ હતું. જણાવી દઈએ કે, પોલીસે 200 ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ આરોપીની ધરપકડ કરી છે. 4 મે 2024ના રોજ ઝડપ્યું ડ્રગ્સ મોપેડ પર જતા આરોપી 23 વર્ષિય તોસીફ ખાન યુનુસખાન બિસ્મિલ્લાહખાન અને 36 વર્ષિય અબ્દુલ રહેમાન અબ્દુલ મજીદ શેખ ને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓની પાસેથી 14,300 રૂપિયાની કિમતનું 1.43 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ રોકડા રૂપિયા અને મોપેડ મળી કુલ 1.50 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો પોલીસ તપાસમાં આરોપીઓ ડ્રગ્સ સગરામપુરાના મોહમ્મદ ચાંદ પાસેથી લાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.એલસીબી ઝોન-4 ની ટીમે ખટોદરા સ્થિત જૂની સબ જેલ પાસે વોચ ગોઠવી હતી જેમાં આ નશાના સૌદાગરો ઝડપાઈ ગયા હતાં.

Surat ક્રાઈમ બ્રાન્ચે 40 લાખના ડ્રગ્સ સાથે 8 આરોપીઓને ઝડપ્યા,થશે અનેક ખુલાસા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 40 લાખના MD ડ્રગ્સ સાથે 8 શખ્સોને ઝડપ્યા
  • એક જ દિવસમાં 5 NDPSના કેસ કરવામાં આવ્યા
  • સુરત શહેરમાં અલગ અલગ રેડ કરવામાં આવી

સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા,એક જ દિવસમાં 5 NDPSના કેસ ક્રાઈમ બ્રાન્ચ દ્રારા કરવામાં આવ્યા છે,આજે સુરતમાં અલગ-અલગ જગ્યાએ રેડ કરવામાં આવી હતી જેમાં અંદાજિત 40 લાખનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.

સુરતે રેલવે સ્ટેશન પર ડ્રગ્સ સાથે ઝડપાયા યુવક યુવતી

મુંબઈથી ટ્રેનમાં યુવક અને યુવતી સ્કૂલબેગમાં 25 લાખનું એમડી ડ્રગ્સ લઈ સુરતમાં સપ્લાય કરવા જાય તે પહેલા સુરત રેલવે સ્ટેશનની બહારથી ક્રાઇમબ્રાંચના સ્ટાફે બન્ને પકડી પાડ્યા છે. બેગમાંથી કપડા સહિત અન્ય સામાન મળ્યો હતો ઉપરાંત બેગમાં છુપાવેલું 250 ગ્રામ એમડી ડ્રગ્સ રૂ.25 લાખનું મળી આવ્યું હતું. પકડાયેલા યુવક-યુવતી મિત્ર અને મુંબઈમાં રહે છે. ક્રાઇમબ્રાંચે એમડી ડ્રગ્સ, મોબાઇલ સહિત 25 લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો છે.

3 મે 2024ના રોજ ડ્રગ્સ ઝડપાયુ

સુરતમાંથી ફરીથી ડ્રગ્સ મળ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડવામાં મોટી સફળતા મળી છે. માન દરવાજા પાસે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જોઈને એક યુવક ભાગવા લાગ્યો હતો. તેની પૂછપરછ કરતા તેની પાસે એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યુ હતું. જણાવી દઈએ કે, પોલીસે 200 ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ આરોપીની ધરપકડ કરી છે.

4 મે 2024ના રોજ ઝડપ્યું ડ્રગ્સ

મોપેડ પર જતા આરોપી 23 વર્ષિય તોસીફ ખાન યુનુસખાન બિસ્મિલ્લાહખાન અને 36 વર્ષિય અબ્દુલ રહેમાન અબ્દુલ મજીદ શેખ ને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓની પાસેથી 14,300 રૂપિયાની કિમતનું 1.43 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ રોકડા રૂપિયા અને મોપેડ મળી કુલ 1.50 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો પોલીસ તપાસમાં આરોપીઓ ડ્રગ્સ સગરામપુરાના મોહમ્મદ ચાંદ પાસેથી લાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.એલસીબી ઝોન-4 ની ટીમે ખટોદરા સ્થિત જૂની સબ જેલ પાસે વોચ ગોઠવી હતી જેમાં આ નશાના સૌદાગરો ઝડપાઈ ગયા હતાં.