Vadodaraમાં ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહને ફોન કરી ખંડણી માંગી મારી નાખવાની મળી ધમકી

વડોદરામાં ભાજપના કોર્પોરેટરને ખંડણીની મળ ધમકી વોર્ડ 2ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતને મળી ધમકી 14 અને 16 જૂને ખંડણી માંગતો આવ્યો હતો ફોન વડોદરામાં વોર્ડ નંબર 2 ના ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો તેમાં તેમની પાસે રૂપિયાની ખંડણી માંગવામાં આવી સાથે સાથે જાનથી મારી નાખવાની ધમકી મળતા કોર્પોરેટરે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.તારીખ 14 અને 16 જૂનના દિવસે ખંડણી માંગતો ફોન આવ્યો હતો. ધમકી ભર્યો કોલ આવ્યો વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં. 2ના ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતના મોટાભાઈ સીતારામ સિંઘ રાજપુરોહિતને જાનથી મારી નાખવાની સાથે એક કરોડ રૂપિયાની ખંડણી માગવાની ધમકી મળી. આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.મૂળ રાજસ્થાનના અને વડોદરામાં રહેતા વેપારી સીતારામસિંહ રાજપુરોહિતએ વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું અભિલાષા ચોકડી પાસે, ખેતેશ્વર નામથી ફરસાણની દુકાન ધરાવી સ્વીટ/ફરસાણનો વેપાર કરું છું. ગત તા.12/06/2024ના રોજ હું સાંજના સમયે મારા ઘરેથી નીકળી અભિલાષા ચોકડી પાસે આવેલ મારી દુકાન તરફ જઈ રહ્યો હતો. તે વખતે મારા મોબાઈલમાં કોલ આવ્યો હતો અને કોલ કરનાર શખસે મને કહ્યું હતું કે, સીતારામજી બોલ રહે હો, તો મેં હા પાડી હતી અને પછી તેણે બરોડા ખેતેશ્વર સે બોલ રહે હો તેમ પૂછતા મેં હા પાડી હતી, ત્યારબાદ તેણે મને કહ્યું હતું કે, એક કરોડ રૂપિયે તૈયાર રખના, નહીં તો આપ કા પૂરા કામ તમામ કરા દુંગા, ઔર વિક્રમ કા કામ તમામ હો જાયેગા તેમ ધમકી આપી હતી. એક વ્યકિત પર શંકા છે થોડીવાર પછી એ જ નંબર ઉપરથી વિક્રમ કા કામ હો જાયેગા, તેવો એક ટેક્સ મેસેજ આવ્યો હતો. થોડીવાર પછી એ જ નંબર ઉપરથી વારંવાર ફોન આવતા મેં ફોન ઉપાડતા સામેથી ધમકીભર્યા અવાજમાં વાત કરી હતી કે, પૈસો કા ઇંતજામ કર દો વરના ખૂન કી નદિયાં બહા દુંગા તેવી ધમકી આપતા મેં ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ મેં મારી રીતે માહિતી મેળવતા મને જાણવા મળ્યું હતું કે, અમારી દુકાનમાં અગાઉ કામ કરતો રામનિવાસ ઉર્ફે શ્યામ બિશ્નોઇનું વર્તન બરાબર ન હોવાથી તેને નોકરીમાંથી છૂટો કર્યો હોવાથી તે મારાથી નારાજ હતો તેથી તે પણ આવી હરકત કરી શકે અથવા કરાવી શકે તેવી પાકી શંકા મને તેની ઉપર છે. મારા દીકરાને પણ મારી નાખવાની ધમકી આપી ત્યારબાદ 14 જૂનના રોજ રાત્રિના 8.18 વાગ્યે હું મારી ફરસાણની દુકાનમાં હાજર હતો તે વખતે મારા ઉપર ફોન આવ્યો હતો અને મને જણાવ્યું હતું કે, સીતારામ બોલ રહે હો, સીતારામજી સે બાત કરાઓ જો બાત હુઇ હૈ, વો બાત રખ લે ઔર જો બોલા હૈ વો કર વરના બૂરા હાલ હોગા ઔર ઘર સે અર્થિયા ઉઠેગી, ફોન રેકોર્ડ કરના હો તો કર લેના જેવી મને તથા મારા દીકરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

Vadodaraમાં ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહને ફોન કરી ખંડણી માંગી મારી નાખવાની મળી ધમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરામાં ભાજપના કોર્પોરેટરને ખંડણીની મળ ધમકી
  • વોર્ડ 2ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતને મળી ધમકી
  • 14 અને 16 જૂને ખંડણી માંગતો આવ્યો હતો ફોન

વડોદરામાં વોર્ડ નંબર 2 ના ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો તેમાં તેમની પાસે રૂપિયાની ખંડણી માંગવામાં આવી સાથે સાથે જાનથી મારી નાખવાની ધમકી મળતા કોર્પોરેટરે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.તારીખ 14 અને 16 જૂનના દિવસે ખંડણી માંગતો ફોન આવ્યો હતો.

ધમકી ભર્યો કોલ આવ્યો

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં. 2ના ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતના મોટાભાઈ સીતારામ સિંઘ રાજપુરોહિતને જાનથી મારી નાખવાની સાથે એક કરોડ રૂપિયાની ખંડણી માગવાની ધમકી મળી. આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.મૂળ રાજસ્થાનના અને વડોદરામાં રહેતા વેપારી સીતારામસિંહ રાજપુરોહિતએ વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું અભિલાષા ચોકડી પાસે, ખેતેશ્વર નામથી ફરસાણની દુકાન ધરાવી સ્વીટ/ફરસાણનો વેપાર કરું છું. ગત તા.12/06/2024ના રોજ હું સાંજના સમયે મારા ઘરેથી નીકળી અભિલાષા ચોકડી પાસે આવેલ મારી દુકાન તરફ જઈ રહ્યો હતો. તે વખતે મારા મોબાઈલમાં કોલ આવ્યો હતો અને કોલ કરનાર શખસે મને કહ્યું હતું કે, સીતારામજી બોલ રહે હો, તો મેં હા પાડી હતી અને પછી તેણે બરોડા ખેતેશ્વર સે બોલ રહે હો તેમ પૂછતા મેં હા પાડી હતી, ત્યારબાદ તેણે મને કહ્યું હતું કે, એક કરોડ રૂપિયે તૈયાર રખના, નહીં તો આપ કા પૂરા કામ તમામ કરા દુંગા, ઔર વિક્રમ કા કામ તમામ હો જાયેગા તેમ ધમકી આપી હતી.

એક વ્યકિત પર શંકા છે

થોડીવાર પછી એ જ નંબર ઉપરથી વિક્રમ કા કામ હો જાયેગા, તેવો એક ટેક્સ મેસેજ આવ્યો હતો. થોડીવાર પછી એ જ નંબર ઉપરથી વારંવાર ફોન આવતા મેં ફોન ઉપાડતા સામેથી ધમકીભર્યા અવાજમાં વાત કરી હતી કે, પૈસો કા ઇંતજામ કર દો વરના ખૂન કી નદિયાં બહા દુંગા તેવી ધમકી આપતા મેં ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ મેં મારી રીતે માહિતી મેળવતા મને જાણવા મળ્યું હતું કે, અમારી દુકાનમાં અગાઉ કામ કરતો રામનિવાસ ઉર્ફે શ્યામ બિશ્નોઇનું વર્તન બરાબર ન હોવાથી તેને નોકરીમાંથી છૂટો કર્યો હોવાથી તે મારાથી નારાજ હતો તેથી તે પણ આવી હરકત કરી શકે અથવા કરાવી શકે તેવી પાકી શંકા મને તેની ઉપર છે.

મારા દીકરાને પણ મારી નાખવાની ધમકી આપી

ત્યારબાદ 14 જૂનના રોજ રાત્રિના 8.18 વાગ્યે હું મારી ફરસાણની દુકાનમાં હાજર હતો તે વખતે મારા ઉપર ફોન આવ્યો હતો અને મને જણાવ્યું હતું કે, સીતારામ બોલ રહે હો, સીતારામજી સે બાત કરાઓ જો બાત હુઇ હૈ, વો બાત રખ લે ઔર જો બોલા હૈ વો કર વરના બૂરા હાલ હોગા ઔર ઘર સે અર્થિયા ઉઠેગી, ફોન રેકોર્ડ કરના હો તો કર લેના જેવી મને તથા મારા દીકરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.