Ahmedabad એરપોર્ટ પર મુસાફરોને મળશે હવે ફ્રી Wi-Fiની સુવિધા
વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) સંચાલિત અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) મુસાફરોની સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો કરી રહ્યું છે.એરપોર્ટના બંને ટર્મિનલ પર મુસાફરોને મળશે ફ્રી વાઈ-ફાઈની સુવિધા તાજેતરમાં એ જ ક્રમને આગળ વધારતા અમદાવાદના એરપોર્ટ ટર્મિનલ પર બિન-ભારતીય સિમકાર્ડધારકો માટે પણ મફત Wi-Fi કુપન કિયોસ્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરતા તમામ મુસાફરોને ટર્મિનલ 1 અને ટર્મિનલ 2 બંને ટર્મિનલના પેસેન્જર વિસ્તારોમાં સ્થિત Wi-Fi કૂપન ડિસ્પેન્સર્સ હવે બિન-ભારતીય મુસાફરોને પણ Wi-Fiની સુવિધા પૂરી પાડશે. કેવી રીતે ફ્રી Wi-Fi સુવિધા મેળવશો? બિન-ભારતીય સિમ કાર્ડ ધરાવતા મુસાફરો Wi-Fi કૂપન ડિસ્પેન્સર પર પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ સ્કેન કરીને નિયમો અને શરતોને આધીન તેમાં Wi-Fi વાઉચર કોડ જનરેટ કરી શકશે અને Wi-Fi કૂપન ડિસ્પેન્સિંગ કિઓસ્ક મશીમાંથી આવેલા કોડને દાખલ કરીને મુસાફરો ‘AMD_FreeWiFi’ નામના Wi-Fi સાથે કનેક્ટ થઈ શકશે અને સુવિધાનો આનંદ માણી શકશે. 2 કલાક સુધી મુસાફરો કરી શકશે ઉપયોગ મુસાફરો અમદાવાદ એરપોર્ટ ખાતે 120 મિનિટ સુધી ફ્રી વાઈ-ફાઈનો આનંદ માણી શકશે. આ નવા વાઈ-ફાઈ કૂપન ડિસ્પેન્સર્સની સાથે એરપોર્ટ પર પ્રવાસીઓ વધુ સગવડ મેળવી શકશે અને મફતમાં Wi-Fi સુવિધાઓની મજા માણી શકશે. SVPIA નવીન ટેકનોલોજીકલ અપડેટ માટે પ્રતિબદ્ધ છે. મુસાફરોની વિકસતી જરૂરિયાતોને પૂરી કરવાની સાથે તેનો ઉદ્દેશ્ય મુસાફરોને આધુનિક ટ્રાવેલ હબ તરીકેની સ્થિતી મજબૂત કરવાનો છે. SVPI એરપોર્ટ પર રોબોર્ટથી સફાઈની કરાય છે કામગીરી તમને જણાવી દઈએ કે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોને નવી નવી સુવિધાઓ આપવા માટે ખુબ જ જાણીતું છે. ત્યારે થોડા સમય પહેલા જ અમદાવાદના એરપોર્ટ પર વધુ ટ્રાફિકવાળા વિસ્તારોમાં ટર્મિનલ અને ફોરકોર્ટમાં નવા ઈન્ટેલીજન્ટ રોબોટ્સની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો હતો અને આ રોબોર્ટ દ્વારા તમામ જગ્યાઓ પર સફાઈ કામગીરી પણ કરાવવામાં આવી રહી છે. સિંગલ ચાર્જમાં સતત 8 કલાક કામગીરી કરી શકે એરપોર્ટના ટર્મિનલ 1 અને 2 પર આ ટેકનોલોજી દ્વારા સંચાલિત રોબોર્ટથી સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી રહી છે. આ રોબોટ દર કલાકે 13,000 સ્ક્વેર ફૂટથી વધારીની સફાઈ કરી શકે છે અને સિંગલ ચાર્જમાં સતત 8 કલાક કામગીરી કરી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) સંચાલિત અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) મુસાફરોની સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો કરી રહ્યું છે.
એરપોર્ટના બંને ટર્મિનલ પર મુસાફરોને મળશે ફ્રી વાઈ-ફાઈની સુવિધા
તાજેતરમાં એ જ ક્રમને આગળ વધારતા અમદાવાદના એરપોર્ટ ટર્મિનલ પર બિન-ભારતીય સિમકાર્ડધારકો માટે પણ મફત Wi-Fi કુપન કિયોસ્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરતા તમામ મુસાફરોને ટર્મિનલ 1 અને ટર્મિનલ 2 બંને ટર્મિનલના પેસેન્જર વિસ્તારોમાં સ્થિત Wi-Fi કૂપન ડિસ્પેન્સર્સ હવે બિન-ભારતીય મુસાફરોને પણ Wi-Fiની સુવિધા પૂરી પાડશે.
કેવી રીતે ફ્રી Wi-Fi સુવિધા મેળવશો?
બિન-ભારતીય સિમ કાર્ડ ધરાવતા મુસાફરો Wi-Fi કૂપન ડિસ્પેન્સર પર પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ સ્કેન કરીને નિયમો અને શરતોને આધીન તેમાં Wi-Fi વાઉચર કોડ જનરેટ કરી શકશે અને Wi-Fi કૂપન ડિસ્પેન્સિંગ કિઓસ્ક મશીમાંથી આવેલા કોડને દાખલ કરીને મુસાફરો ‘AMD_FreeWiFi’ નામના Wi-Fi સાથે કનેક્ટ થઈ શકશે અને સુવિધાનો આનંદ માણી શકશે.
2 કલાક સુધી મુસાફરો કરી શકશે ઉપયોગ
મુસાફરો અમદાવાદ એરપોર્ટ ખાતે 120 મિનિટ સુધી ફ્રી વાઈ-ફાઈનો આનંદ માણી શકશે. આ નવા વાઈ-ફાઈ કૂપન ડિસ્પેન્સર્સની સાથે એરપોર્ટ પર પ્રવાસીઓ વધુ સગવડ મેળવી શકશે અને મફતમાં Wi-Fi સુવિધાઓની મજા માણી શકશે. SVPIA નવીન ટેકનોલોજીકલ અપડેટ માટે પ્રતિબદ્ધ છે. મુસાફરોની વિકસતી જરૂરિયાતોને પૂરી કરવાની સાથે તેનો ઉદ્દેશ્ય મુસાફરોને આધુનિક ટ્રાવેલ હબ તરીકેની સ્થિતી મજબૂત કરવાનો છે.
SVPI એરપોર્ટ પર રોબોર્ટથી સફાઈની કરાય છે કામગીરી
તમને જણાવી દઈએ કે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોને નવી નવી સુવિધાઓ આપવા માટે ખુબ જ જાણીતું છે. ત્યારે થોડા સમય પહેલા જ અમદાવાદના એરપોર્ટ પર વધુ ટ્રાફિકવાળા વિસ્તારોમાં ટર્મિનલ અને ફોરકોર્ટમાં નવા ઈન્ટેલીજન્ટ રોબોટ્સની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો હતો અને આ રોબોર્ટ દ્વારા તમામ જગ્યાઓ પર સફાઈ કામગીરી પણ કરાવવામાં આવી રહી છે.
સિંગલ ચાર્જમાં સતત 8 કલાક કામગીરી કરી શકે
એરપોર્ટના ટર્મિનલ 1 અને 2 પર આ ટેકનોલોજી દ્વારા સંચાલિત રોબોર્ટથી સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી રહી છે. આ રોબોટ દર કલાકે 13,000 સ્ક્વેર ફૂટથી વધારીની સફાઈ કરી શકે છે અને સિંગલ ચાર્જમાં સતત 8 કલાક કામગીરી કરી શકે છે.