કાળઝાળ ગરમીની વચ્ચે અમદાવાદમાં હિટ રીલેટેડ સંબંધી ત્રણ હજારથી વધુ કેસ

        અમદાવાદ,મંગળવાર,16 એપ્રિલ,2024અમદાવાદમાં કાળઝાળ ગરમીની શરુઆત થઈ ગઈ છે.હવામાન વિભાગ દ્વારા શહેરમાં ગરમીને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.શહેરમાં પંદર દિવસમાં હિટ રીલેટેડ ઈલનેસ સંબંધી ૩૨૩૦ કેસ નોંધાયા છે.આ પૈકી ઝાડા ઉલટીના ૭૨૫ તેમજ ચકકર આવવા તથા બેભાન થઈ પડી જવાના ૬૩૫ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.હવામાન વિભાગ તરફથી ૧૭ એપ્રિલના રોજ શહેરનું મહત્તમ તાપમાન ૪૧ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.મ્યુનિસિપલ તંત્ર તરફથી હીટ રીલેટેડ ઈલનેસ સંબંધી કેસમાં સારવાર આપવા શહેરના તમામ અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર ઓ.આર.એસ.કોર્નર તૈયાર કરવામાં આવ્યા છે.આ મહિનાના આરંભથી ૧૫ એપ્રિલ સુધીમાં ગરમી સંબંધિત રોજના બસોથી વધુ કેસ નોંધાઈ રહયા છે.મ્યુનિસિપલ તંત્ર તરફથી બપોરે ૧૨થી ૪ કલાક સુધીના સમયમાં તડકામાં બહાર જવાનુ ટાળવા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.ટ્રાફિક પોલીસને પચાસ હજાર ઓ.આર.એસ.ના પેકેટ અપાયા છે.તમામ બિલ્ડર્સ તથા ઈન્ડસ્ટ્રીયલ એસોશિએશનનો સંપર્ક કરી તેમના કર્મચારીઓને ગરમી સામે રક્ષણ આપવા પુરતી વ્યવસ્થા કરવામા આવી છે.શહેરમાં ૬૩૪ જેટલી પાણીની પરબ ઉપરાંત એ.એમ.ટી.એસ.,બી.આર.ટી.એસ.તથા આશ્રયગૃહોમા પણ પાણીની વ્યવસ્થા કરાઈ છે.મ્યુનિ.સંચાલિત તમામ હોસ્પિટલમાં હીટ રીલેટેડ ઈલનેસ સંબંધી કેસમાં સારવાર આપવા વ્યવસ્થા કરવામાં આવી છે.પંદર દિવસમાં ગરમી સંબંધિત કેટલાં કેસબિમારીનો પ્રકાર        કુલ કેસપેટનો દુખાવો  ૧૨૮૮ઝાડા ઉલટી    ૭૨૫હાઈ ફીવર      ૪૮૪માથાનો દુઃખાવો        ૯૮ચકકર આવવાબેભાન થઈ જવુ        ૬૩૫લુ લાગવાના લક્ષણ કયા-કયા  ૧.ગરમીની અળાઈ૨.ખૂબ પરસેવો થવા અને અશકિત લાગવી૩.માથાનો દુઃખાવો,ચકકર આવવા૪.ચામડી લાલ,સૂકી અને ગરમ થઈ જવી૫.સ્નાયુઓમાં દુઃખાવા અને અશકિત આવવી ૬.ઉબકા અને ઉલટી આવવી

કાળઝાળ ગરમીની વચ્ચે  અમદાવાદમાં હિટ રીલેટેડ સંબંધી ત્રણ હજારથી વધુ કેસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

       

 અમદાવાદ,મંગળવાર,16 એપ્રિલ,2024

અમદાવાદમાં કાળઝાળ ગરમીની શરુઆત થઈ ગઈ છે.હવામાન વિભાગ દ્વારા શહેરમાં ગરમીને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.શહેરમાં પંદર દિવસમાં હિટ રીલેટેડ ઈલનેસ સંબંધી ૩૨૩૦ કેસ નોંધાયા છે.આ પૈકી ઝાડા ઉલટીના ૭૨૫ તેમજ ચકકર આવવા તથા બેભાન થઈ પડી જવાના ૬૩૫ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.

હવામાન વિભાગ તરફથી ૧૭ એપ્રિલના રોજ શહેરનું મહત્તમ તાપમાન ૪૧ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.મ્યુનિસિપલ તંત્ર તરફથી હીટ રીલેટેડ ઈલનેસ સંબંધી કેસમાં સારવાર આપવા શહેરના તમામ અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર ઓ.આર.એસ.કોર્નર તૈયાર કરવામાં આવ્યા છે.આ મહિનાના આરંભથી ૧૫ એપ્રિલ સુધીમાં ગરમી સંબંધિત રોજના બસોથી વધુ કેસ નોંધાઈ રહયા છે.મ્યુનિસિપલ તંત્ર તરફથી બપોરે ૧૨થી ૪ કલાક સુધીના સમયમાં તડકામાં બહાર જવાનુ ટાળવા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.ટ્રાફિક પોલીસને પચાસ હજાર ઓ.આર.એસ.ના પેકેટ અપાયા છે.તમામ બિલ્ડર્સ તથા ઈન્ડસ્ટ્રીયલ એસોશિએશનનો સંપર્ક કરી તેમના કર્મચારીઓને ગરમી સામે રક્ષણ આપવા પુરતી વ્યવસ્થા કરવામા આવી છે.શહેરમાં ૬૩૪ જેટલી પાણીની પરબ ઉપરાંત એ.એમ.ટી.એસ.,બી.આર.ટી.એસ.તથા આશ્રયગૃહોમા પણ પાણીની વ્યવસ્થા કરાઈ છે.મ્યુનિ.સંચાલિત તમામ હોસ્પિટલમાં હીટ રીલેટેડ ઈલનેસ સંબંધી કેસમાં સારવાર આપવા વ્યવસ્થા કરવામાં આવી છે.

પંદર દિવસમાં ગરમી સંબંધિત કેટલાં કેસ

બિમારીનો પ્રકાર        કુલ કેસ

પેટનો દુખાવો  ૧૨૮૮

ઝાડા ઉલટી    ૭૨૫

હાઈ ફીવર      ૪૮૪

માથાનો દુઃખાવો        ૯૮

ચકકર આવવા

બેભાન થઈ જવુ        ૬૩૫

લુ લાગવાના લક્ષણ કયા-કયા 

૧.ગરમીની અળાઈ

૨.ખૂબ પરસેવો થવા અને અશકિત લાગવી

૩.માથાનો દુઃખાવો,ચકકર આવવા

૪.ચામડી લાલ,સૂકી અને ગરમ થઈ જવી

૫.સ્નાયુઓમાં દુઃખાવા અને અશકિત આવવી

૬.ઉબકા અને ઉલટી આવવી