ઉનાળુ વેકેશનને ધ્યાને લઈ રાજકોટ-લાલકુઆં વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે

ટ્રેનને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને સ્ટોપેજ મળતા આનંદઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણ જિલ્લાને પણ વીકલી ટ્રેનનો લાભ મળશે રેલવે ડીવીઝન દ્વારા રાજકોટથી ઉત્તરપ્રદેશના લાલકુઆં વચ્ચે પણ સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવસે. રાજકોટ રેલવે ડીવીઝન દ્વારા રાજકોટથી ઉત્તરપ્રદેશના લાલકુઆં વચ્ચે પણ સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવનાર છે. તા. 21મી એપ્રિલથી તા. 1લી જુલાઈ સુધી 22 ટ્રીપ કરનાર આ ટ્રેનને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને સ્ટોપ અપાયુ છે.તહેવારો અને ઉનાળુ વેકેશનના દિવસોમાં રાજકોટ રેલવે ડીવીઝન દ્વારા ચાલતી અને ઝાલાવાડમાંથી પસાર થતી મોટાભાગની ટ્રેનો હાઉસફુલ જતી હોય છે. મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે મુસાફરોની સુવિધા માટે રાજકોટ રેલવે ડીવીઝન દ્વારા વેકેશનના સમયમાં સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનું આયોજન કર્યુ છે. જેમાં અગાઉ હાપાથી અરૂણાચલપ્રદેશના નાહરલાગુન સુધી ટ્રેનની જાહેરાત કરાઈ હતી. જયારે હવે વધુ એક ટ્રેન રાજકોટથી ઉત્તરપ્રદેશના લાલકુઆં વચ્ચે તા. 21મી એપ્રીલથી 1લી જુલાઈ સુધી દોડશે. રાજકોટથી આ ટ્રેન દર સોમવારે રાત્રે 22-30 કલાકે ઉપડશે. અને બુધવારે 4-05 કલાકે લાલકુઆં પહોંચશે. જયારે દર રવીવારના રોજ સવારે બપોરે 13 -10 કલાકે લાલકુઆંથી આ ટ્રેન ઉપડી સોમવારે રાત્રે સાંજે 6-10 કલાકે રાજકોટ પહોંચશે. બન્ને દિશામાં આ ટ્રેન વાંકાનેર, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરન, ઝાલોર, મોકલસર, સમદડી, લુણી, જોધપુર, ગોટન, મેડતારોડ, દેગાણા, મકરાણા, કુચમન સીટી, નાવા સીટી, કુલેરા, જયપુર, દૌસા, ભરતપુર, મથુરા, મથુરા કેન્ટ, હાથરસ સીટી, કાસગંજ, સોરોનશુકર, બદાયુ, બરેલી, બરેલી સીટી, ઈજ્જતનગર, ભોજીપુરા, બહેરી અને કીચ્છા સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં એસી ટુ ટાયર, એસી થ્રી ટાયર, સ્લીપર કલાસ અને જનરલ સેકન્ડ કોચ હશે. આ ટ્રેનમાં મુસાફરી માટે બુકીંગ તા. 15મી એપ્રીલથી રીઝર્વેશન કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થઈ ગયુ છે.

ઉનાળુ વેકેશનને ધ્યાને લઈ રાજકોટ-લાલકુઆં વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ટ્રેનને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને સ્ટોપેજ મળતા આનંદ
  • ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણ જિલ્લાને પણ વીકલી ટ્રેનનો લાભ મળશે
  • રેલવે ડીવીઝન દ્વારા રાજકોટથી ઉત્તરપ્રદેશના લાલકુઆં વચ્ચે પણ સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવસે.

રાજકોટ રેલવે ડીવીઝન દ્વારા રાજકોટથી ઉત્તરપ્રદેશના લાલકુઆં વચ્ચે પણ સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવનાર છે. તા. 21મી એપ્રિલથી તા. 1લી જુલાઈ સુધી 22 ટ્રીપ કરનાર આ ટ્રેનને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને સ્ટોપ અપાયુ છે.તહેવારો અને ઉનાળુ વેકેશનના દિવસોમાં રાજકોટ રેલવે ડીવીઝન દ્વારા ચાલતી અને ઝાલાવાડમાંથી પસાર થતી મોટાભાગની ટ્રેનો હાઉસફુલ જતી હોય છે. મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે મુસાફરોની સુવિધા માટે રાજકોટ રેલવે ડીવીઝન દ્વારા વેકેશનના સમયમાં સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનું આયોજન કર્યુ છે. જેમાં અગાઉ હાપાથી અરૂણાચલપ્રદેશના નાહરલાગુન સુધી ટ્રેનની જાહેરાત કરાઈ હતી. જયારે હવે વધુ એક ટ્રેન રાજકોટથી ઉત્તરપ્રદેશના લાલકુઆં વચ્ચે તા. 21મી એપ્રીલથી 1લી જુલાઈ સુધી દોડશે. રાજકોટથી આ ટ્રેન દર સોમવારે રાત્રે 22-30 કલાકે ઉપડશે. અને બુધવારે 4-05 કલાકે લાલકુઆં પહોંચશે. જયારે દર રવીવારના રોજ સવારે બપોરે 13 -10 કલાકે લાલકુઆંથી આ ટ્રેન ઉપડી સોમવારે રાત્રે સાંજે 6-10 કલાકે રાજકોટ પહોંચશે. બન્ને દિશામાં આ ટ્રેન વાંકાનેર, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરન, ઝાલોર, મોકલસર, સમદડી, લુણી, જોધપુર, ગોટન, મેડતારોડ, દેગાણા, મકરાણા, કુચમન સીટી, નાવા સીટી, કુલેરા, જયપુર, દૌસા, ભરતપુર, મથુરા, મથુરા કેન્ટ, હાથરસ સીટી, કાસગંજ, સોરોનશુકર, બદાયુ, બરેલી, બરેલી સીટી, ઈજ્જતનગર, ભોજીપુરા, બહેરી અને કીચ્છા સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં એસી ટુ ટાયર, એસી થ્રી ટાયર, સ્લીપર કલાસ અને જનરલ સેકન્ડ કોચ હશે. આ ટ્રેનમાં મુસાફરી માટે બુકીંગ તા. 15મી એપ્રીલથી રીઝર્વેશન કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થઈ ગયુ છે.