બાવળા શહેરમાં ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાયેલા તબીબ વિરુદ્ધ મંથરગતિએ કાર્યવાહી થતા અચરજ

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરોડો કર્યાને સપ્તાહથી વધુનો સમય થઈ ચૂક્યો છેગર્ભ પરીક્ષણ કરવા માટે રૂ.35,000 રૂપિયાના સરકારી નાણાં આપવામાં આવ્યા 7 દિવસ બાદ ડોકટર વિરૂદ્ધ કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં થોડા દિવસ અગાઉ બાવળા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા છટકું ગોઠવી ગર્ભ પરીક્ષણ કરતા ડોકટર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ડોકટર દ્વારા ગર્ભ પરીક્ષણ માટે રાખવામાં આવેલા એજન્ટ મારફ્તે ગર્ભ પરીક્ષણ કરવા માટે રૂ.35,000 રૂપિયાના સરકારી નાણાં આપવામાં આવ્યા હતા અને જેમાંથી રૂ. 12,000 ડોકટર સ્વીકારતા તેને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય રૂ. 20,000 એક એજન્ટ લઈ ફ્રાર થઈ ગયો હતો. જે નાણાં ફ્લ્મિી ઢબે રાત્રિ દરમ્યાન ડોકટર પાસે આવી ગયા હતા અને સરકારમાં જમા કરાવવામાં આવ્યા હતા. આ બનાવને લઇને 7 દિવસ બાદ ડોકટર વિરૂદ્ધ કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે, તેવું જણાવવામાં આવ્યું હતું. જ્યારે બનાવને સપ્તાહથી વધુ સમય થઈ ગયો હોવા છતાં બાવળા મલ્ટી સ્પેશ્યાલીટીના ડો.રવિ દોશી વિરૂદ્ધ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ અંગે CDHO શૈલેષ પરમારને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ કેસ સંદર્ભે જિલ્લા લેવલે એક કમિટિ બે દિવસમાં રચાશે અને ડોકટર વિરૂદ્ધ શું કાર્યવાહી કરવી? તે અંગે નિર્ણય કરાશે.

બાવળા શહેરમાં ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાયેલા તબીબ વિરુદ્ધ મંથરગતિએ કાર્યવાહી થતા અચરજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરોડો કર્યાને સપ્તાહથી વધુનો સમય થઈ ચૂક્યો છે
  • ગર્ભ પરીક્ષણ કરવા માટે રૂ.35,000 રૂપિયાના સરકારી નાણાં આપવામાં આવ્યા
  • 7 દિવસ બાદ ડોકટર વિરૂદ્ધ કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે

અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં થોડા દિવસ અગાઉ બાવળા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા છટકું ગોઠવી ગર્ભ પરીક્ષણ કરતા ડોકટર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ડોકટર દ્વારા ગર્ભ પરીક્ષણ માટે રાખવામાં આવેલા એજન્ટ મારફ્તે ગર્ભ પરીક્ષણ કરવા માટે રૂ.35,000 રૂપિયાના સરકારી નાણાં આપવામાં આવ્યા હતા અને જેમાંથી રૂ. 12,000 ડોકટર સ્વીકારતા તેને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય રૂ. 20,000 એક એજન્ટ લઈ ફ્રાર થઈ ગયો હતો. જે નાણાં ફ્લ્મિી ઢબે રાત્રિ દરમ્યાન ડોકટર પાસે આવી ગયા હતા અને સરકારમાં જમા કરાવવામાં આવ્યા હતા. આ બનાવને લઇને 7 દિવસ બાદ ડોકટર વિરૂદ્ધ કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે, તેવું જણાવવામાં આવ્યું હતું. જ્યારે બનાવને સપ્તાહથી વધુ સમય થઈ ગયો હોવા છતાં બાવળા મલ્ટી સ્પેશ્યાલીટીના ડો.રવિ દોશી વિરૂદ્ધ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ અંગે CDHO શૈલેષ પરમારને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ કેસ સંદર્ભે જિલ્લા લેવલે એક કમિટિ બે દિવસમાં રચાશે અને ડોકટર વિરૂદ્ધ શું કાર્યવાહી કરવી? તે અંગે નિર્ણય કરાશે.