ચૈત્રમાં રસેન્દ્રીય ઉપર કાબૂ મેળવવા શાશ્વતી ઓળીમાં આયંબીલની તપર્શીયા કરતા તપસ્વીઓ

જોરાવરનગર જૈન ઉપાશ્રાયમાં પ્રથમ દિવસે 111 આરાધકોએ આયંબીલની તપૃર્યા કરીદૂધ, દહીં, તેલ, ઘી, મીઠું ખાંડ વગરની વસ્તુઓ જ આયંબીલમાં આરોગી શકાય છે ચૈત્ર માસની શાશ્વતી ઓળીનો ઝાલાવાડમાં તા. 15મી એપ્રીલ માર્ચથી પ્રારંભ થયો જૈન ધર્મમાં ચૈત્ર માસની ઓળીનું તીર્થંકર ભગવંતોએ અનેરૂ મહત્વ દર્શાવ્યુ છે. ચૈત્ર માસની સુદ સાતમથી પુનમ સુધી 9 દિવસ વિવિધ તપૃર્યાઓમાંથી એક એવી આયંબીલની તપૃર્યા જૈનો કરે છે. 9 દિવસ રસેન્દ્રીય પર કાબુ મેળવવા દુધ, દહીં, તેલ, ઘી, મીઠુ, ખાંડ વગરની વસ્તુઓ જ લઈ શકાય છે. આયુર્વેદની દૃષ્ટીએ પણ આ દિવસોમાં આવી વસ્તુઓ વર્જીત ગણવામાં આવી છે. જૈન ધર્મમાં વિવિધ તપૃર્યાઓ થકી કર્મોનો ક્ષય શ્રાવકો કરે છે. જેમાં નવકારશી, પોરસી, એકાસણા, બેસણા, ઉપવાસ સહિતની તપૃર્યાઓ કરવામાં આવે છે. આ તપૃર્યાઓમાં આયંબીલનું પણ અનેરૂ મહત્વ રહેલુ છે. ચૈત્ર માસની સુદ 7થી પુનમ સુધી 9 દિવસ ચૈત્ર માસની શાશ્વતી ઓળીનો ઝાલાવાડમાં તા. 15મી એપ્રીલ માર્ચથી પ્રારંભ થયો છે. આ નવ દિવસ દરમિયાન દિવસમાં એક જ વાર આયંબીલના તપસ્વીઓ દુધ, દહી, તેલ, ઘી, મીઠુ, ખાંડ વગરનો આહાર લે છે. સામાન્ય દિવસોમાં ભોજનમાં એક દિવસ પણ આવી વસ્તુઓ વગર જમવુ અશકય લાગે છે. ત્યારે જૈન શ્રાવકો 9 દિવસ સુધી દુધ, દહી, તેલ, ઘી, મીઠુ, ખાંડ વગરનો આહાર લે છે અને કર્મોની નીર્જરા કરે છે. આયુર્વેદની દૃષ્ટીએ પણ આ સમયમાં આવી ખાદ્યચીજોને વર્જીત ગણવામાં આવી છે. ત્યારે ઉનાળાના સમયે દુધ, દહી, ઘી, તેલ, મીઠુ, ખાંડનો ત્યાગ કરવાથી શરીરમાં કફ, પીત્ત, વાયુનો પ્રકોપ વધતો નથી. અને ચામડીના રોગો પણ થતા નથી. સુરેન્દ્રનગર શહેરના વિવિધ જૈન ઉપાશ્રાયો અને જીનાલયોમાં બિરાજમાન જૈન સાધુ-સાધ્વીઓની નિશ્રામાં શ્રાવકો 9 દિવસ આયંબીલની તપૃર્યા કરી રહ્યા છે. જેમાં જોરાવરનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રાયમાં લીંબડી ગોપાલ જૈન સંપ્રદાયના ધારીણીબાઈ મહાસતીજીની નિશ્રામાં પ્રથમ દિવસે જ 117 તપસ્વીઓએ આયંબીલની તપૃર્યા કરી હતી. જયારે બીજા દિવસે મંગળવારે 100થી વધુ તપસ્વીઓએ આયંબીલની આરાધના કરી હતી. સંઘના હોદ્દેદારો કલ્પેશભાઈ શાહ, અરવીંદભાઈ ચાંપાનેરી, ધર્મેન્દ્રભાઈ શાહ દ્વારા તપસ્વીઓની બપોરના સમયે આયંબીલની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આગામી તા. 24 મી એપ્રીલ સુધી ચાલનાર આ ઓળી દરમિયાન મહાવીર જન્મ કલ્યાણક પર્વ પણ આવતુ હોઈ તે દિવસે વધુ શ્રાવકો આયંબીલની તપૃર્યા કરશે.

ચૈત્રમાં રસેન્દ્રીય ઉપર કાબૂ મેળવવા શાશ્વતી ઓળીમાં આયંબીલની તપર્શીયા કરતા તપસ્વીઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જોરાવરનગર જૈન ઉપાશ્રાયમાં પ્રથમ દિવસે 111 આરાધકોએ આયંબીલની તપૃર્યા કરી
  • દૂધ, દહીં, તેલ, ઘી, મીઠું ખાંડ વગરની વસ્તુઓ જ આયંબીલમાં આરોગી શકાય છે
  • ચૈત્ર માસની શાશ્વતી ઓળીનો ઝાલાવાડમાં તા. 15મી એપ્રીલ માર્ચથી પ્રારંભ થયો

જૈન ધર્મમાં ચૈત્ર માસની ઓળીનું તીર્થંકર ભગવંતોએ અનેરૂ મહત્વ દર્શાવ્યુ છે. ચૈત્ર માસની સુદ સાતમથી પુનમ સુધી 9 દિવસ વિવિધ તપૃર્યાઓમાંથી એક એવી આયંબીલની તપૃર્યા જૈનો કરે છે. 9 દિવસ રસેન્દ્રીય પર કાબુ મેળવવા દુધ, દહીં, તેલ, ઘી, મીઠુ, ખાંડ વગરની વસ્તુઓ જ લઈ શકાય છે. આયુર્વેદની દૃષ્ટીએ પણ આ દિવસોમાં આવી વસ્તુઓ વર્જીત ગણવામાં આવી છે.

જૈન ધર્મમાં વિવિધ તપૃર્યાઓ થકી કર્મોનો ક્ષય શ્રાવકો કરે છે. જેમાં નવકારશી, પોરસી, એકાસણા, બેસણા, ઉપવાસ સહિતની તપૃર્યાઓ કરવામાં આવે છે. આ તપૃર્યાઓમાં આયંબીલનું પણ અનેરૂ મહત્વ રહેલુ છે. ચૈત્ર માસની સુદ 7થી પુનમ સુધી 9 દિવસ ચૈત્ર માસની શાશ્વતી ઓળીનો ઝાલાવાડમાં તા. 15મી એપ્રીલ માર્ચથી પ્રારંભ થયો છે. આ નવ દિવસ દરમિયાન દિવસમાં એક જ વાર આયંબીલના તપસ્વીઓ દુધ, દહી, તેલ, ઘી, મીઠુ, ખાંડ વગરનો આહાર લે છે. સામાન્ય દિવસોમાં ભોજનમાં એક દિવસ પણ આવી વસ્તુઓ વગર જમવુ અશકય લાગે છે. ત્યારે જૈન શ્રાવકો 9 દિવસ સુધી દુધ, દહી, તેલ, ઘી, મીઠુ, ખાંડ વગરનો આહાર લે છે અને કર્મોની નીર્જરા કરે છે. આયુર્વેદની દૃષ્ટીએ પણ આ સમયમાં આવી ખાદ્યચીજોને વર્જીત ગણવામાં આવી છે. ત્યારે ઉનાળાના સમયે દુધ, દહી, ઘી, તેલ, મીઠુ, ખાંડનો ત્યાગ કરવાથી શરીરમાં કફ, પીત્ત, વાયુનો પ્રકોપ વધતો નથી. અને ચામડીના રોગો પણ થતા નથી. સુરેન્દ્રનગર શહેરના વિવિધ જૈન ઉપાશ્રાયો અને જીનાલયોમાં બિરાજમાન જૈન સાધુ-સાધ્વીઓની નિશ્રામાં શ્રાવકો 9 દિવસ આયંબીલની તપૃર્યા કરી રહ્યા છે. જેમાં જોરાવરનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રાયમાં લીંબડી ગોપાલ જૈન સંપ્રદાયના ધારીણીબાઈ મહાસતીજીની નિશ્રામાં પ્રથમ દિવસે જ 117 તપસ્વીઓએ આયંબીલની તપૃર્યા કરી હતી. જયારે બીજા દિવસે મંગળવારે 100થી વધુ તપસ્વીઓએ આયંબીલની આરાધના કરી હતી. સંઘના હોદ્દેદારો કલ્પેશભાઈ શાહ, અરવીંદભાઈ ચાંપાનેરી, ધર્મેન્દ્રભાઈ શાહ દ્વારા તપસ્વીઓની બપોરના સમયે આયંબીલની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આગામી તા. 24 મી એપ્રીલ સુધી ચાલનાર આ ઓળી દરમિયાન મહાવીર જન્મ કલ્યાણક પર્વ પણ આવતુ હોઈ તે દિવસે વધુ શ્રાવકો આયંબીલની તપૃર્યા કરશે.