ચીલીયાવાંટ ગામે મહુડો વીણવા ગયેલા યુવાન પર દીપડાનો હુમલો

ઇજાગ્રસ્તને છોટાઉદેપુર જન. હૉસ્પિટલમાં ખસેડાયોવનવિભાગને જાણ થતાં જ જંગલમાં જઇ યુવાનને બચાવી લેવાયો જંગલમાં દીપડાએ હુમલો કરતા યુવાન ઇજાગ્રસ્ત થયો હતો. છોટાઉદેપુર તાલુકાના રંગપુર ફેરેસ્ટ રેન્જના ચીલીયાવાંટ ગામે આજરોજ સવારે 6:45 વાગ્યાના અરસામાં મહુડાનાં ઝાડ નીચે ધાનક બુટિયાભાઈ માનસિંગભાઈ (ઉ 21) નામનો યુવક મહુડા વીણતો હતો. ત્યારે દીપડાએ હુમલો કરતા યુવાન ઇજાગ્રસ્ત થયો હતો. જ્યારે વનવિભાગની ટીમને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને યુવાનને તાત્કાલિક સારવાર અર્થે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ગ્રામીણ વિસ્તારો મહુડા વીણવાની સીઝન ચાલી રહી છે. ત્યારે છોટાઉદેપુર તાલુકાના ચિલિયાવાંટ ગામના ધાનક બુટિયાભાઈ માનસિંગભાઈ નામના યુવક મહુડા વીણવા ગયો હતો. ત્યારે દીપડો જંગલ વિસ્તારમાં જ હોય જ્યારે બુટિયાભાઈએ ગતરોજ જંગલ વિસ્તારમાં દવ લગાડયો હતો અને સળગાવ્યું હતું. જ્યારે એ જંગલ વિસ્તાર સાફ્ થવાથી દીપડાનો દરરોજ નો રસ્તો હોય અને ત્યાંથી પસાર થતો હોય જ્યારે યુવક દ્વારા આજરોજ ફરી એ દીપડાને રોકવાનો પ્રયાસ કરતા યુવક ધાનક બુટિયાભાઈ માનસિંગભાઈ ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત વ્યક્તિને 108 મારફ્તે સારવાર અર્થે છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. છોટાઉદેપુર તાલુકાના ચીલીયાવાટ ગામે આ બનાવ બનતા પ્રજામાં ભારે ભય જોવા મળ્યો હતો. વનવિભાગ દ્વારા ગામ લોકોને સાંજના સમયે અને વહેલી સવારે એકલા નહીં ફ્રવાની સૂચના આપવામાં આવી છે. દીપડાને પકડવા માટે રેસ્ક્યું હાથ ધરવામાં આવેલ હતું. પરંતુ જંગલ અંતરિયાળ અને ગાઢ વિસ્તારમાં ફેલાયેલું હોય દીપડો જંગલમાં નાસી ગયો હતો. હાલ દીપડાને પકડવા માટે પાંજરૂ મૂકીને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. તેમ રેન્જ ફેરેસ્ટ ઓફ્સિર નિરંજન રાઠવાએ જણાવ્યું હતું.

ચીલીયાવાંટ ગામે મહુડો વીણવા ગયેલા યુવાન પર દીપડાનો હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઇજાગ્રસ્તને છોટાઉદેપુર જન. હૉસ્પિટલમાં ખસેડાયો
  • વનવિભાગને જાણ થતાં જ જંગલમાં જઇ યુવાનને બચાવી લેવાયો
  • જંગલમાં દીપડાએ હુમલો કરતા યુવાન ઇજાગ્રસ્ત થયો હતો.

છોટાઉદેપુર તાલુકાના રંગપુર ફેરેસ્ટ રેન્જના ચીલીયાવાંટ ગામે આજરોજ સવારે 6:45 વાગ્યાના અરસામાં મહુડાનાં ઝાડ નીચે ધાનક બુટિયાભાઈ માનસિંગભાઈ (ઉ 21) નામનો યુવક મહુડા વીણતો હતો. ત્યારે દીપડાએ હુમલો કરતા યુવાન ઇજાગ્રસ્ત થયો હતો. જ્યારે વનવિભાગની ટીમને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને યુવાનને તાત્કાલિક સારવાર અર્થે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ગ્રામીણ વિસ્તારો મહુડા વીણવાની સીઝન ચાલી રહી છે. ત્યારે છોટાઉદેપુર તાલુકાના ચિલિયાવાંટ ગામના ધાનક બુટિયાભાઈ માનસિંગભાઈ નામના યુવક મહુડા વીણવા ગયો હતો. ત્યારે દીપડો જંગલ વિસ્તારમાં જ હોય જ્યારે બુટિયાભાઈએ ગતરોજ જંગલ વિસ્તારમાં દવ લગાડયો હતો અને સળગાવ્યું હતું. જ્યારે એ જંગલ વિસ્તાર સાફ્ થવાથી દીપડાનો દરરોજ નો રસ્તો હોય અને ત્યાંથી પસાર થતો હોય જ્યારે યુવક દ્વારા આજરોજ ફરી એ દીપડાને રોકવાનો પ્રયાસ કરતા યુવક ધાનક બુટિયાભાઈ માનસિંગભાઈ ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત વ્યક્તિને 108 મારફ્તે સારવાર અર્થે છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

છોટાઉદેપુર તાલુકાના ચીલીયાવાટ ગામે આ બનાવ બનતા પ્રજામાં ભારે ભય જોવા મળ્યો હતો. વનવિભાગ દ્વારા ગામ લોકોને સાંજના સમયે અને વહેલી સવારે એકલા નહીં ફ્રવાની સૂચના આપવામાં આવી છે. દીપડાને પકડવા માટે રેસ્ક્યું હાથ ધરવામાં આવેલ હતું. પરંતુ જંગલ અંતરિયાળ અને ગાઢ વિસ્તારમાં ફેલાયેલું હોય દીપડો જંગલમાં નાસી ગયો હતો. હાલ દીપડાને પકડવા માટે પાંજરૂ મૂકીને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. તેમ રેન્જ ફેરેસ્ટ ઓફ્સિર નિરંજન રાઠવાએ જણાવ્યું હતું.