સાવલી નગરમાં ગંદકીના ઢગલા, સળગતા કચરાથી લોકો પરેશાન

ગંદકીના કારણે રોગચાળો ફેલાય તેવી સ્થિતિગંદકીના ઢગ, પારાવાર ગંદકીનો નિકાલ ન કરાતા નગરજનોમાં રોષ ગંદકીના ઢગમાંથી માથું ફડી નાખે તેવી દુર્ગંધ આવે છે સાવલી નગરમાં ગંદકીના જામેલા ઢગ સામે અને પારાવાર ગંદકી બાબતે નગરજનોમાં પ્રચંડ રોષ ફટી નીકળ્યો છે અને ગંદકીના કારણે ઋતુ જન્ય રોગ ફેલાવાની સ્થિતિનું નિર્માણ થયું છે સાવલી નગરપાલિકા હાલ પોતાની વિવાદાસ્પદ કામગીરીના પગલે ભારે ચર્ચામાં છે હાલ નગરમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જામી ગયા છે પરંતુ પાલિકાધીશોનું પેટનું પાણી પણ હલતું નથી અને નગરજનોના આરોગ્ય જોખમાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કેટલીક જગ્યા એ તો ગંદકીના ઢગમાંથી માથું ફડી નાખે તેવી દુર્ગંધ આવે છે પરંતુ પાલિકા દ્વારા પ્રાથમિક સુવિધા પૂરી પાડવાના બદલે ઢોલ નગારા સાથે નગરપાલિકાના સભ્યો તેમજ સત્તાધીશો દ્વારા વેરો વસૂલવા નીકળતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે સાવલી નગરના જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે સાવલી હાઇસ્કુલ સાવલી પાસે સ્વામીજી માર્કેટ પાસે આંગણવાડી પાસે રંગાઈ કાસમાં ભાથીજી મંદિર વિસ્તારમાં મેઘદૂત ટોકીઝ વિસ્તારમાં જૂની મામલતદાર કચેરી વિસ્તારમાં ભાદરવા ચોકડી વિસ્તારમાં સહિત નગરના વિવિધ વિસ્તારોમાં ગંદકીના ઢગ જમ્યા છે અને આ ગંદકીમાં કુતરાઓ ભૂંડ મરઘાઓ અને ગાયો નો ખોરાક બની ગયો છે નગરપાલિકામાં છેલ્લા 15 વર્ષથી ભાજપ હસ્તક પાલિકા છે. જે ભાજપ સરકાર ગૌ-માતાના મુદ્દા પર સરકારમાં આવી છે ગૌમાતાની વાસ્તવિક સ્થિતિ અને દુર્દશા દેખવી હોય તો સાવલી નગરથી ઉત્તમ દાખલો રાજ્યમાં ક્યાંય જોવા નહીં મળે ! સમગ્ર નગરનો ગંદવાળો પાલિકા દ્વારા સાફ્ કરાતો નથી. ગંદવાડ નગરના રખડતા મૂંગા પશુઓ સાફ્ કરીને નગરજનોની સ્વાસ્થ્યની રક્ષા કરતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ભાજપના નામે સત્તા હાંસલ કરેલા પાલિકાધિશો નગરજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે તેવું નગરજનો ભારે આક્રોશ પૂર્વક જણાવી રહ્યા છે.પાલિકાનું જેસીબી બગડતા સમસ્યાં આ બાબતે પાલિકાના ચીફ્ ઓફ્સિર કૃણાલ પટેલે જણાવ્યું હતું કે બે દિવસથી પાલિકાનું જેસીબી બગડી ગયું છે માટે કચરો ભેગો થયો છે. ગટરના ઢાંકણાના માપ અલગ અલગ સાઈઝના છે. સાવલી ખાતે કોઈ બનાવતું ન હોવાથી અન્ય ઠેકાણે ઓર્ડર આપીને લાવવાના હોય છે તેના કારણે મોડું થાય છે અને જેમ ઢાંકણા આવે છે તેમ અમે બદલી રહ્યા છે. વહેલી તકે લોકોને સમસ્યમાંથી મુક્ત કરી દઇશું.

સાવલી નગરમાં ગંદકીના ઢગલા, સળગતા કચરાથી લોકો પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગંદકીના કારણે રોગચાળો ફેલાય તેવી સ્થિતિ
  • ગંદકીના ઢગ, પારાવાર ગંદકીનો નિકાલ ન કરાતા નગરજનોમાં રોષ
  • ગંદકીના ઢગમાંથી માથું ફડી નાખે તેવી દુર્ગંધ આવે છે

સાવલી નગરમાં ગંદકીના જામેલા ઢગ સામે અને પારાવાર ગંદકી બાબતે નગરજનોમાં પ્રચંડ રોષ ફટી નીકળ્યો છે અને ગંદકીના કારણે ઋતુ જન્ય રોગ ફેલાવાની સ્થિતિનું નિર્માણ થયું છે સાવલી નગરપાલિકા હાલ પોતાની વિવાદાસ્પદ કામગીરીના પગલે ભારે ચર્ચામાં છે હાલ નગરમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જામી ગયા છે પરંતુ પાલિકાધીશોનું પેટનું પાણી પણ હલતું નથી અને નગરજનોના આરોગ્ય જોખમાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કેટલીક જગ્યા એ તો ગંદકીના ઢગમાંથી માથું ફડી નાખે તેવી દુર્ગંધ આવે છે પરંતુ પાલિકા દ્વારા પ્રાથમિક સુવિધા પૂરી પાડવાના બદલે ઢોલ નગારા સાથે નગરપાલિકાના સભ્યો તેમજ સત્તાધીશો દ્વારા વેરો વસૂલવા નીકળતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે સાવલી નગરના જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે સાવલી હાઇસ્કુલ સાવલી પાસે સ્વામીજી માર્કેટ પાસે આંગણવાડી પાસે રંગાઈ કાસમાં ભાથીજી મંદિર વિસ્તારમાં મેઘદૂત ટોકીઝ વિસ્તારમાં જૂની મામલતદાર કચેરી વિસ્તારમાં ભાદરવા ચોકડી વિસ્તારમાં સહિત નગરના વિવિધ વિસ્તારોમાં ગંદકીના ઢગ જમ્યા છે અને આ ગંદકીમાં કુતરાઓ ભૂંડ મરઘાઓ અને ગાયો નો ખોરાક બની ગયો છે નગરપાલિકામાં છેલ્લા 15 વર્ષથી ભાજપ હસ્તક પાલિકા છે. જે ભાજપ સરકાર ગૌ-માતાના મુદ્દા પર સરકારમાં આવી છે ગૌમાતાની વાસ્તવિક સ્થિતિ અને દુર્દશા દેખવી હોય તો સાવલી નગરથી ઉત્તમ દાખલો રાજ્યમાં ક્યાંય જોવા નહીં મળે ! સમગ્ર નગરનો ગંદવાળો પાલિકા દ્વારા સાફ્ કરાતો નથી. ગંદવાડ નગરના રખડતા મૂંગા પશુઓ સાફ્ કરીને નગરજનોની સ્વાસ્થ્યની રક્ષા કરતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ભાજપના નામે સત્તા હાંસલ કરેલા પાલિકાધિશો નગરજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે તેવું નગરજનો ભારે આક્રોશ પૂર્વક જણાવી રહ્યા છે.

પાલિકાનું જેસીબી બગડતા સમસ્યાં

આ બાબતે પાલિકાના ચીફ્ ઓફ્સિર કૃણાલ પટેલે જણાવ્યું હતું કે બે દિવસથી પાલિકાનું જેસીબી બગડી ગયું છે માટે કચરો ભેગો થયો છે. ગટરના ઢાંકણાના માપ અલગ અલગ સાઈઝના છે. સાવલી ખાતે કોઈ બનાવતું ન હોવાથી અન્ય ઠેકાણે ઓર્ડર આપીને લાવવાના હોય છે તેના કારણે મોડું થાય છે અને જેમ ઢાંકણા આવે છે તેમ અમે બદલી રહ્યા છે. વહેલી તકે લોકોને સમસ્યમાંથી મુક્ત કરી દઇશું.