વિવાદ નિરાકરણના જયરાજસિંહના દાવાને પદ્મિનીબાએ નકાર્યો, કરણીસેનાની માંગ કાયમ

માફી બાદ પણ કરણી સેનાની મહિલા પાંખમાં નારાજગી રૂપાલાને માફ નથી કર્યા, તેમની ટિકિટ પરત ખેંચાયઃ પદ્મિનીબા સંમેલનમાં મહિલાઓને પ્રવેશ કેમ ન અપાયો: પદ્મિનીબા પરશોત્તમ રૂપાલા દ્વારા શુક્રવારે સાંજે ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં આવી માફી માંગવામાં આવી હતી. તેમ છતાં હજી પણ ક્ષત્રિય સમાજના આગેવાનોમાં નારાજગી જોવા મળી રહી છે. આ વચ્ચે કરણીસેનના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ કહ્યું કે, સમાજની એક જ માગ છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી અન્ય કોઈપણને ટિકિટ આપવામાં આવે. આ સાથે જ જયરાજસિંહને પણ પડકાર ફેંકતા કહ્યું કે, યરાજસિંહ પડકાર કરે છે તો હું પણ પડકાર કરું છું, અમે મળવા તૈયાર છીએ, પરંતુ જો ટિકિટ રદ કરવાની વાત થાય તો જ મળવા તૈયાર છીએ. રાજકોટમાં શરૂ થયેલા વિવાદ મામલે ભાજપ દ્વારા શુક્રવારે ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્યો, સંસદસભ્યો તેમજ ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો તથા નેતાઓ વચ્ચે બેઠક યોજી વિવાદને પૂર્ણ કરવા અંગે જણાવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ પછી કરણી સેનામાં વિરોધનો સૂર હજી પણ જોવા મળી રહ્યો છે. જેમાં કરણી સેના મહિલા મોરચાએ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.રાજકીય રોટલા શેકવાનો આક્ષેપ આ મામલે જયરાજસિંહ પર સમાજના નામે રાજકીય રોટલા શેકવાનો આક્ષેપ લગાવતા પદ્મિનીબાએ કહ્યું કે, રૂપાલાને માફ નથી કર્યા, તેમની ટિકિટ પરત ખેંચાય. સંમેલનમાં મહિલાઓને પ્રવેશ કેમ ન અપાયો. તેમજ મહિલાઓની અટકાયત પર અગ્રણીઓની ચૂપકિદી કેમ? કાલે અમારી સાથે રાજકારણ રમાઈ ગયું છે. આ સાથે જ વિવાદના નિરાકરણના જયરાજસિંહના દાવાને પદ્મિનીબાએ નકાર્યો છે અને કહ્યું કે, તમે કહેશો ત્યાં હું ચર્ચા માટે આવીશ. જયરાજભાઇએ કેમ અમને ન બોલાવ્યા તે પણ જણાવો. વાત હવે મર્યાદા પર આવી ગઇ છે. બંદોબસ્ત ગોઠવી મારા ઘરે પોલીસ મોકલી હતી. જેના પર કોઈ વાત કરવા તૈયાર નથી. કરણી સેના પ્રમુખે ભાજપમાંથી રાજીનામું આપ્યું જ્યાં બીજી તરફ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.રૂપાલાના નિવેદનના વિરોધના પગલે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપ્યું છું.તેમનું કહેવુ છે કે મારા માટે મારો સમાજ પહેલો છે.તો તેમણે વીડિયો જાહેર કરી રાજીનામું આપવાની વાત કરી છે. રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપતા જ ભાજપમાં મોટો ખડભડાટ જોવા મળી રહ્યો છે. આ સાથે જ, તેમના દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરવામાં આવી હતી. ગોંડલમાં ગઈ કાલે યોજવામાં આવેલી ક્ષત્રિય સમાજની બેઠકને કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપ પ્રેરિત ગણાવીને વિરોધ કર્યો હતો. 

વિવાદ નિરાકરણના જયરાજસિંહના દાવાને પદ્મિનીબાએ નકાર્યો, કરણીસેનાની માંગ કાયમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માફી બાદ પણ કરણી સેનાની મહિલા પાંખમાં નારાજગી
  • રૂપાલાને માફ નથી કર્યા, તેમની ટિકિટ પરત ખેંચાયઃ પદ્મિનીબા
  • સંમેલનમાં મહિલાઓને પ્રવેશ કેમ ન અપાયો: પદ્મિનીબા

પરશોત્તમ રૂપાલા દ્વારા શુક્રવારે સાંજે ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં આવી માફી માંગવામાં આવી હતી. તેમ છતાં હજી પણ ક્ષત્રિય સમાજના આગેવાનોમાં નારાજગી જોવા મળી રહી છે. આ વચ્ચે કરણીસેનના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ કહ્યું કે, સમાજની એક જ માગ છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી અન્ય કોઈપણને ટિકિટ આપવામાં આવે. આ સાથે જ જયરાજસિંહને પણ પડકાર ફેંકતા કહ્યું કે, યરાજસિંહ પડકાર કરે છે તો હું પણ પડકાર કરું છું, અમે મળવા તૈયાર છીએ, પરંતુ જો ટિકિટ રદ કરવાની વાત થાય તો જ મળવા તૈયાર છીએ.

રાજકોટમાં શરૂ થયેલા વિવાદ મામલે ભાજપ દ્વારા શુક્રવારે ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્યો, સંસદસભ્યો તેમજ ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો તથા નેતાઓ વચ્ચે બેઠક યોજી વિવાદને પૂર્ણ કરવા અંગે જણાવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ પછી કરણી સેનામાં વિરોધનો સૂર હજી પણ જોવા મળી રહ્યો છે. જેમાં કરણી સેના મહિલા મોરચાએ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.

રાજકીય રોટલા શેકવાનો આક્ષેપ

આ મામલે જયરાજસિંહ પર સમાજના નામે રાજકીય રોટલા શેકવાનો આક્ષેપ લગાવતા પદ્મિનીબાએ કહ્યું કે, રૂપાલાને માફ નથી કર્યા, તેમની ટિકિટ પરત ખેંચાય. સંમેલનમાં મહિલાઓને પ્રવેશ કેમ ન અપાયો. તેમજ મહિલાઓની અટકાયત પર અગ્રણીઓની ચૂપકિદી કેમ? કાલે અમારી સાથે રાજકારણ રમાઈ ગયું છે.

આ સાથે જ વિવાદના નિરાકરણના જયરાજસિંહના દાવાને પદ્મિનીબાએ નકાર્યો છે અને કહ્યું કે, તમે કહેશો ત્યાં હું ચર્ચા માટે આવીશ. જયરાજભાઇએ કેમ અમને ન બોલાવ્યા તે પણ જણાવો. વાત હવે મર્યાદા પર આવી ગઇ છે. બંદોબસ્ત ગોઠવી મારા ઘરે પોલીસ મોકલી હતી. જેના પર કોઈ વાત કરવા તૈયાર નથી.

કરણી સેના પ્રમુખે ભાજપમાંથી રાજીનામું આપ્યું

જ્યાં બીજી તરફ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.રૂપાલાના નિવેદનના વિરોધના પગલે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપ્યું છું.તેમનું કહેવુ છે કે મારા માટે મારો સમાજ પહેલો છે.તો તેમણે વીડિયો જાહેર કરી રાજીનામું આપવાની વાત કરી છે. રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપતા જ ભાજપમાં મોટો ખડભડાટ જોવા મળી રહ્યો છે. આ સાથે જ, તેમના દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરવામાં આવી હતી. ગોંડલમાં ગઈ કાલે યોજવામાં આવેલી ક્ષત્રિય સમાજની બેઠકને કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપ પ્રેરિત ગણાવીને વિરોધ કર્યો હતો.