સ્કૂટરમાં ચાવી જોતા જ દાનત બગડી, છ દિવસે સ્કૂટર સાથે ચોર પકડાયો

વડોદરાના કોઠી વિસ્તારમાંથી સ્કૂટરની ઉઠાંતરી કરનાર વાહન ઉઠાવ ગીર છ દિવસ બાદ ઝડપાઈ ગયો હતો.કોઠી ચાર રસ્તા પાસેથી પસાર થયેલ રહેલા એક શખ્સ ની નજર પાર્ક કરેલા સ્કૂટર ઉપર પડતા તેમાં ચાવી ભેરવેલી હતી. જેથી તક જોઈ તે સ્કૂટર ચાલુ કરીને ફરાર થઈ ગયો હતો. જેથી આ બનાવ અંગે વાહનના માલિકે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન માં ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બહુચરાજી રોડ ખાસવાડી સ્મશાન પાસેથી સ્કૂટર પર જતા યુવકને અટકાવતા તેની પાસે સ્કૂટરના કાગળ મળ્યા ન હતા. જેથી પોલીસે વધુ તપાસ કરતા આ સ્કૂટર છ દિવસ પહેલા ચોરાયું હોવાની માહિતી મળી હતી. પોલીસે સ્કૂટર ચોરનાર નીરવ સંજયભાઈ નગરશેઠ (વૃંદાવન ટાઉનશીપ,હરણી રોડ)ની અટકાયત કરી રાવપુરા પોલીસને સોંપવા તજવીજ કરી હતી.

સ્કૂટરમાં ચાવી જોતા જ દાનત બગડી, છ દિવસે સ્કૂટર સાથે ચોર પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરાના કોઠી વિસ્તારમાંથી સ્કૂટરની ઉઠાંતરી કરનાર વાહન ઉઠાવ ગીર છ દિવસ બાદ ઝડપાઈ ગયો હતો.

કોઠી ચાર રસ્તા પાસેથી પસાર થયેલ રહેલા એક શખ્સ ની નજર પાર્ક કરેલા સ્કૂટર ઉપર પડતા તેમાં ચાવી ભેરવેલી હતી. જેથી તક જોઈ તે સ્કૂટર ચાલુ કરીને ફરાર થઈ ગયો હતો. જેથી આ બનાવ અંગે વાહનના માલિકે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

દરમિયાન માં ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બહુચરાજી રોડ ખાસવાડી સ્મશાન પાસેથી સ્કૂટર પર જતા યુવકને અટકાવતા તેની પાસે સ્કૂટરના કાગળ મળ્યા ન હતા. જેથી પોલીસે વધુ તપાસ કરતા આ સ્કૂટર છ દિવસ પહેલા ચોરાયું હોવાની માહિતી મળી હતી. પોલીસે સ્કૂટર ચોરનાર નીરવ સંજયભાઈ નગરશેઠ (વૃંદાવન ટાઉનશીપ,હરણી રોડ)ની અટકાયત કરી રાવપુરા પોલીસને સોંપવા તજવીજ કરી હતી.