Gandhinagar :સંયુક્ત રજિસ્ટ્રાર મનોજ લોખંડે ભ્રષ્ટાચારના કેસમાં રિટાયરર્મેન્ટના બે વર્ષ પહેલા ઘરભેગા

રાજકોટ-જામનગરની મંડળીઓની નોંધણીમાં ગેરરીતિ, ACB કેસને આધારે કાર્યવાહીજૂન- 2016, નવેમ્બર-2019માં બબ્બે વખત સહકાર વિભાગે લોખંડેનો બચાવ કર્યો હતો મુખ્યમંત્રીએ ચાર જ દિવસમાં વધુ એક સુપર ક્લાસ વન ફરજિયાત નિવૃત્ત કરતા તંત્ર સ્તબ્ધ સહકાર વિભાગમાં ભ્રષ્ટાચાર, ગેરરિતીઓના એકથી વધારે પ્રકરણોમાં સંયુક્ત રજિસ્ટ્રાર (ઇન્સ્પેક્શન) મનોજ સીતારામ લોખંડેને ગુજરાત સરકારે વયનિવૃત્તિના બે વર્ષ પહેલા જ ઘરભેગા કર્યા છે. ચાર જ દિવસના અંતરાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપર ક્લાસ વન કેડરમાં વધુ એક ઓફિસરના માટે પ્રિમેચ્યોર રિટાયરર્મેન્ટનો નિર્ણય કરતા સરકારી તંત્રમાં ફફડાટ પ્રસર્યો છે.સરદાર સરોવર નર્મદા નિગમ- SSNLમાં આલેખન વર્તુળના અધિક્ષક ઈજનેર- SE તરીકે કાર્યરત જે.જે.પંડયાની સામે ખાતાકીય તપાસોમાં ફરજ પ્રત્યે નિષ્ઠા, પ્રમાણિકતાનો સંપૂર્ણતઃ અભાવ તેમજ ગંભીર બેદરકારીના આરોપો સબબ વયનિવૃત્તિના અઢી વર્ષ પહેલા રિટાયરર્મેન્ટ આપી દેવાયું હતું. આ નિર્ણયના ચોથા દિવસે 26મી જૂને સહકારી કેડરના સુપર ક્લાસ વન ઓફિસર સામે પ્રિમેચ્યોર રિટાયરર્મેન્ટનો આદેશ થયો છે. સહકાર વિભાગના નાયબ સચિવ આર. એચ. દાતણિયાની સહીથી બુધવારે પ્રસિદ્ધ આદેશમાં કહેવાયું છે કે, સંયુક્ત રજિસ્ટ્રાર મનોજ લોખંડે સામે 10 વર્ષની સેવા વિષયક વિગતોને ધ્યાને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટના લાંચ રૂશ્વત બ્યુરો- ACBનાં કેસમાં નવેમ્બર- 2022માં કોર્ટમાંથી જે ચૂકાદો આવ્યો હતો તેમાં તેમને શંકાના આધારે નિર્દોષ છોડવામાં આવ્યા હતા. ''પુરાવાને આધારે નહીં'' આથી આ એક પ્રકરણ ઉપરાંત સૂચિત જામનગર જિલ્લા પંચાયત કર્મચારી નગર નિર્માણ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લી.ની નોંધણીના કેસમાં લોખંડે દોષિત સાબિત થયા હોવા છતાંયે જૂન- 2016માં માત્ર બે ઈજાફાની શિક્ષા કરવામાં આવી હતી. રાજકોટની શ્રી શિરોમણી શરાફી સહકારી મંડળીના કેસમાં નવેમ્બર- 2019ના ચૂકાદામાં પણ લોખંડેને 12 મહિના માટે એક પાયરી નીચે ઉતારવાની શિક્ષા કરવામાં આવી હતી. આ પ્રકારે બબ્બે વખત શિક્ષા અને ACBનાં કેસમાં ''શંકાના આધારે નિર્દોષ'' સાબિત લોખંડેને જૂલાઈ- 2022ના રોજ જિલ્લા રજિસ્ટ્રારમાંથી સંયુક્ત રજિસ્ટ્રાર તરીકે શરતી બઢતી મળી હતી. આમ, 10 વર્ષના કાર્યકાળમાં લોખંડેની કામગીરીમાં ક્ષતિઓ, વિભાગ દ્વારા વારંવાર થયેલી શિક્ષાને ધ્યાને રાખીને તેમની વર્તણૂંકમાં સરકારી સેવા અને કામગીરી પ્રત્યે નિષ્ઠાનો અભાવ જણાતો હોવાથી તેમની પ્રમાણિકતા ઉપર પણ શંકા જાય છે. આવા કારણોસર જૂન- 2026ને બદલે 24મી જૂન- 2024ના રોજ તેમને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવે છે. 214 APMCના નિયંત્રક લોખંડે સહકારી નેતાઓના ખાસ ગણાતા જિલ્લા રજિસ્ટ્રાર તરીકે રાજકોટ, ભાવનગર, જામનગર અને મહેસાણા જેવા મજબૂત સહકારી નેટવર્ક ધરાવતા જિલ્લાઓમાં ફરજ બજાવનારા સંયુક્ત રજિસ્ટ્રાર મનોજ લોખંડેની પાસે હાલ રાજકોટ, ઊંઝા, ગોંડલ, અમદાવાદ જેવી 214 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- APMCના નિયતંત્રનો પણ ચાર્જ હતો ! સહકારી આગેવાનોના ખાસ ગણાતા લોખંડે સામે મંડળીઓ રદ્દ કરવા અને દાખલ કરવાના નામેથી લઈને તપાસણી વિષયોમાં ભ્રષ્ટાચારના આરોપો સતત થતા રહ્યા છે. ગંભીર આરોપો અને તેના કારણે બબ્બે વખત શિક્ષાઓ છતાંયે તેમને જૂલાઈ- 2022માં ઓક્ટોબર- 2015ની પાછલી અસરથી જિલ્લા રજિસ્ટ્રારમાંથી સંયુક્ત રજિસ્ટ્રાર તરીકે બઢતી આપી દેવાઈ હતી !

Gandhinagar :સંયુક્ત રજિસ્ટ્રાર મનોજ લોખંડે ભ્રષ્ટાચારના કેસમાં રિટાયરર્મેન્ટના બે વર્ષ પહેલા ઘરભેગા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ-જામનગરની મંડળીઓની નોંધણીમાં ગેરરીતિ, ACB કેસને આધારે કાર્યવાહી
  • જૂન- 2016, નવેમ્બર-2019માં બબ્બે વખત સહકાર વિભાગે લોખંડેનો બચાવ કર્યો હતો
  • મુખ્યમંત્રીએ ચાર જ દિવસમાં વધુ એક સુપર ક્લાસ વન ફરજિયાત નિવૃત્ત કરતા તંત્ર સ્તબ્ધ

સહકાર વિભાગમાં ભ્રષ્ટાચાર, ગેરરિતીઓના એકથી વધારે પ્રકરણોમાં સંયુક્ત રજિસ્ટ્રાર (ઇન્સ્પેક્શન) મનોજ સીતારામ લોખંડેને ગુજરાત સરકારે વયનિવૃત્તિના બે વર્ષ પહેલા જ ઘરભેગા કર્યા છે. ચાર જ દિવસના અંતરાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપર ક્લાસ વન કેડરમાં વધુ એક ઓફિસરના માટે પ્રિમેચ્યોર રિટાયરર્મેન્ટનો નિર્ણય કરતા સરકારી તંત્રમાં ફફડાટ પ્રસર્યો છે.

સરદાર સરોવર નર્મદા નિગમ- SSNLમાં આલેખન વર્તુળના અધિક્ષક ઈજનેર- SE તરીકે કાર્યરત જે.જે.પંડયાની સામે ખાતાકીય તપાસોમાં ફરજ પ્રત્યે નિષ્ઠા, પ્રમાણિકતાનો સંપૂર્ણતઃ અભાવ તેમજ ગંભીર બેદરકારીના આરોપો સબબ વયનિવૃત્તિના અઢી વર્ષ પહેલા રિટાયરર્મેન્ટ આપી દેવાયું હતું. આ નિર્ણયના ચોથા દિવસે 26મી જૂને સહકારી કેડરના સુપર ક્લાસ વન ઓફિસર સામે પ્રિમેચ્યોર રિટાયરર્મેન્ટનો આદેશ થયો છે.

સહકાર વિભાગના નાયબ સચિવ આર. એચ. દાતણિયાની સહીથી બુધવારે પ્રસિદ્ધ આદેશમાં કહેવાયું છે કે, સંયુક્ત રજિસ્ટ્રાર મનોજ લોખંડે સામે 10 વર્ષની સેવા વિષયક વિગતોને ધ્યાને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટના લાંચ રૂશ્વત બ્યુરો- ACBનાં કેસમાં નવેમ્બર- 2022માં કોર્ટમાંથી જે ચૂકાદો આવ્યો હતો તેમાં તેમને શંકાના આધારે નિર્દોષ છોડવામાં આવ્યા હતા. ''પુરાવાને આધારે નહીં'' આથી આ એક પ્રકરણ ઉપરાંત સૂચિત જામનગર જિલ્લા પંચાયત કર્મચારી નગર નિર્માણ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લી.ની નોંધણીના કેસમાં લોખંડે દોષિત સાબિત થયા હોવા છતાંયે જૂન- 2016માં માત્ર બે ઈજાફાની શિક્ષા કરવામાં આવી હતી. રાજકોટની શ્રી શિરોમણી શરાફી સહકારી મંડળીના કેસમાં નવેમ્બર- 2019ના ચૂકાદામાં પણ લોખંડેને 12 મહિના માટે એક પાયરી નીચે ઉતારવાની શિક્ષા કરવામાં આવી હતી.

આ પ્રકારે બબ્બે વખત શિક્ષા અને ACBનાં કેસમાં ''શંકાના આધારે નિર્દોષ'' સાબિત લોખંડેને જૂલાઈ- 2022ના રોજ જિલ્લા રજિસ્ટ્રારમાંથી સંયુક્ત રજિસ્ટ્રાર તરીકે શરતી બઢતી મળી હતી. આમ, 10 વર્ષના કાર્યકાળમાં લોખંડેની કામગીરીમાં ક્ષતિઓ, વિભાગ દ્વારા વારંવાર થયેલી શિક્ષાને ધ્યાને રાખીને તેમની વર્તણૂંકમાં સરકારી સેવા અને કામગીરી પ્રત્યે નિષ્ઠાનો અભાવ જણાતો હોવાથી તેમની પ્રમાણિકતા ઉપર પણ શંકા જાય છે. આવા કારણોસર જૂન- 2026ને બદલે 24મી જૂન- 2024ના રોજ તેમને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવે છે.

214 APMCના નિયંત્રક લોખંડે સહકારી નેતાઓના ખાસ ગણાતા

જિલ્લા રજિસ્ટ્રાર તરીકે રાજકોટ, ભાવનગર, જામનગર અને મહેસાણા જેવા મજબૂત સહકારી નેટવર્ક ધરાવતા જિલ્લાઓમાં ફરજ બજાવનારા સંયુક્ત રજિસ્ટ્રાર મનોજ લોખંડેની પાસે હાલ રાજકોટ, ઊંઝા, ગોંડલ, અમદાવાદ જેવી 214 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- APMCના નિયતંત્રનો પણ ચાર્જ હતો ! સહકારી આગેવાનોના ખાસ ગણાતા લોખંડે સામે મંડળીઓ રદ્દ કરવા અને દાખલ કરવાના નામેથી લઈને તપાસણી વિષયોમાં ભ્રષ્ટાચારના આરોપો સતત થતા રહ્યા છે. ગંભીર આરોપો અને તેના કારણે બબ્બે વખત શિક્ષાઓ છતાંયે તેમને જૂલાઈ- 2022માં ઓક્ટોબર- 2015ની પાછલી અસરથી જિલ્લા રજિસ્ટ્રારમાંથી સંયુક્ત રજિસ્ટ્રાર તરીકે બઢતી આપી દેવાઈ હતી !