Rajkot News : રૂપાલા સામે હવે આ રણનીતિથી આગળ વધશે ક્ષત્રિય સમાજ

7 મે સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન : ક્ષત્રિય સમાજ આગ લગાડવાનુ કામ ભાજપ કરી રહી છે: ક્ષત્રિય સમાજ 1મે આણંદમાં ક્ષત્રિય સંમેલનનું આયોજન: ક્ષત્રિય સમાજ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોએ હવે વિરોધની તલવાર ખેંચી લીધી છે.. રામજી મંદિર ખાતે 100 જેટલી ક્ષત્રિયાણીઓએ 3 દિવસના પ્રતિક ઉપવાસ શરૂ કર્યા.. ક્ષત્રિયાણીઓની એક જ માગ છેકે, પરશોત્તમ રૂપાલાની ટિકિટ કોઈ પણ ભોગે રદ કરવામાં આવે.આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજની અલગ-અલગ મુદ્દાઓ પર પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. કિરીટ પટેલે કરી હતી અભદ્ર ટિપ્પણી ભાજપ નેતા કિરીટ પટેલે ગઈકાલે એક કાર્યક્રમમાં અભદ્ર ટિપ્પ્ણી કરી હતી જેને લઈ વિવાદ વકર્યો હતો.ક્ષત્રિય સમાજનું કહેવું છે કે,કિરીટ પટેલ કે જેણે રૂપાલાને પણ વટાવી દીધા છે તેવું નિવેદન આપ્યું હતુ.આવા નિવેદનને ગુજરાતની નારી શકિત વખોડી રહી છે. અન્ય સમાજને જોડવા આહ્વાન રાજકોટમાં આજે ક્ષત્રિય સમાજની પ્રેસ કોન્ફરન્સ હતી જેમાં ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજને જોડાવા આહ્વાન કરાયુ છે.નારી સન્માને લઈ મતદાનના દિવસમે મોટી સંખ્યામાં લોકો જોડાશે,તો 2 મે ના રોજ જામનગરમાં ક્ષત્રિય સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું છે.7 તારીખ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયુ છે.હાલ તો રથ કાઢવાથી લઈ ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે.બુથ કમિટી બનાવી વિરોધ અને વિરૂદ્ધ મતદાન કરવાનું એલાન કરવામાં આવશે. કેવા રહેશે અગામી કાર્યક્રમો આજની આ બેઠકમાં કરણસિંહ ચાવડા,રમજુભા જાડેજા,અશ્વિનસિંહ સરવૈયા, સુરેન્દ્રસિંહ જાડેજા, કિશોરસિંહ ઝાલા સહિતના કોર કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.તો આજથી ક્ષત્રિય આંદોલનનો પાર્ટ 2 શરૂ થયો છે.18 વોર્ડમાં બુથ કમિટી અને કાર્યાલય શરૂ કરવામાં આવ્યા છે,સાથે સાથે દરરોજ રાત્રી સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.હાલ ધર્મરથ દ્વારિકા, સુરેન્દ્રનગર, રાજકોટ વગેરે જિલ્લામાં ફરી રહ્યો છે. રથ નિકળ્યો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકોટ સહિત રાજ્યભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે. ક્ષત્રિય સમાજની માગણી મુજબ ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતાં ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ-ટુ શરૂ કર્યું છે. એના ભાગરૂપે આજે રાજકોટના આશાપુરા માતાજીના મંદિરે આંદોલન સમિતિના આગેવાનો અમદાવાદથી અહીં આવ્યા હતા. તેમણે ક્ષત્રિય સમાજના નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ ધર્મરથ 200 ગામડાં ફરશે. જોકે આ તકે રૂપાલાની ટિકિટ રદ કરવા માટે સૌપ્રથમ અન્નત્યાગ પર ઊતર્યાં હતાં એ પદ્મિનીબા વાળા દેખાયાં ન હતા. વિવાદ ઠંડો પાડવા ભાજપની કવાયત રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં માહોલ ગરમાયો છે. રૂપાલા અને ભાજપના વિરોધમાં ક્ષત્રિયોએ હવે વિરોધની તલવાર ખેંચી લીધી છે. ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી હાલ સૌથી કોઈ વધુ ચર્ચામાં હોય તો એ રાજકોટ લોકસભા બેઠક છે. રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો આક્રોશ હજુ પણ યથાવત્ છે. એક તરફ ક્ષત્રિય સમાજ ભાજપના વિરોધ માટે કાર્યક્રમોની રૂપરેખા ઘડી રહ્યા છે તો બીજી તરફ ભાજપ પણ પોતાના ક્ષત્રિય નેતાઓ સાથે બંધ બારણે બેઠકો કરીને આ વિવાદને ટાઢો પાડવાના પ્રયાસ કરી રહ્યા છે.

Rajkot News : રૂપાલા સામે હવે આ રણનીતિથી આગળ વધશે ક્ષત્રિય સમાજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 7 મે સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન : ક્ષત્રિય સમાજ
  • આગ લગાડવાનુ કામ ભાજપ કરી રહી છે: ક્ષત્રિય સમાજ
  • 1મે આણંદમાં ક્ષત્રિય સંમેલનનું આયોજન: ક્ષત્રિય સમાજ

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોએ હવે વિરોધની તલવાર ખેંચી લીધી છે.. રામજી મંદિર ખાતે 100 જેટલી ક્ષત્રિયાણીઓએ 3 દિવસના પ્રતિક ઉપવાસ શરૂ કર્યા.. ક્ષત્રિયાણીઓની એક જ માગ છેકે, પરશોત્તમ રૂપાલાની ટિકિટ કોઈ પણ ભોગે રદ કરવામાં આવે.આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજની અલગ-અલગ મુદ્દાઓ પર પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

કિરીટ પટેલે કરી હતી અભદ્ર ટિપ્પણી

ભાજપ નેતા કિરીટ પટેલે ગઈકાલે એક કાર્યક્રમમાં અભદ્ર ટિપ્પ્ણી કરી હતી જેને લઈ વિવાદ વકર્યો હતો.ક્ષત્રિય સમાજનું કહેવું છે કે,કિરીટ પટેલ કે જેણે રૂપાલાને પણ વટાવી દીધા છે તેવું નિવેદન આપ્યું હતુ.આવા નિવેદનને ગુજરાતની નારી શકિત વખોડી રહી છે.

અન્ય સમાજને જોડવા આહ્વાન

રાજકોટમાં આજે ક્ષત્રિય સમાજની પ્રેસ કોન્ફરન્સ હતી જેમાં ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજને જોડાવા આહ્વાન કરાયુ છે.નારી સન્માને લઈ મતદાનના દિવસમે મોટી સંખ્યામાં લોકો જોડાશે,તો 2 મે ના રોજ જામનગરમાં ક્ષત્રિય સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું છે.7 તારીખ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયુ છે.હાલ તો રથ કાઢવાથી લઈ ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે.બુથ કમિટી બનાવી વિરોધ અને વિરૂદ્ધ મતદાન કરવાનું એલાન કરવામાં આવશે.


કેવા રહેશે અગામી કાર્યક્રમો

આજની આ બેઠકમાં કરણસિંહ ચાવડા,રમજુભા જાડેજા,અશ્વિનસિંહ સરવૈયા, સુરેન્દ્રસિંહ જાડેજા, કિશોરસિંહ ઝાલા સહિતના કોર કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.તો આજથી ક્ષત્રિય આંદોલનનો પાર્ટ 2 શરૂ થયો છે.18 વોર્ડમાં બુથ કમિટી અને કાર્યાલય શરૂ કરવામાં આવ્યા છે,સાથે સાથે દરરોજ રાત્રી સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.હાલ ધર્મરથ દ્વારિકા, સુરેન્દ્રનગર, રાજકોટ વગેરે જિલ્લામાં ફરી રહ્યો છે.

રથ નિકળ્યો

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકોટ સહિત રાજ્યભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે. ક્ષત્રિય સમાજની માગણી મુજબ ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતાં ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ-ટુ શરૂ કર્યું છે. એના ભાગરૂપે આજે રાજકોટના આશાપુરા માતાજીના મંદિરે આંદોલન સમિતિના આગેવાનો અમદાવાદથી અહીં આવ્યા હતા. તેમણે ક્ષત્રિય સમાજના નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ ધર્મરથ 200 ગામડાં ફરશે. જોકે આ તકે રૂપાલાની ટિકિટ રદ કરવા માટે સૌપ્રથમ અન્નત્યાગ પર ઊતર્યાં હતાં એ પદ્મિનીબા વાળા દેખાયાં ન હતા.


વિવાદ ઠંડો પાડવા ભાજપની કવાયત

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં માહોલ ગરમાયો છે. રૂપાલા અને ભાજપના વિરોધમાં ક્ષત્રિયોએ હવે વિરોધની તલવાર ખેંચી લીધી છે. ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી હાલ સૌથી કોઈ વધુ ચર્ચામાં હોય તો એ રાજકોટ લોકસભા બેઠક છે. રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો આક્રોશ હજુ પણ યથાવત્ છે. એક તરફ ક્ષત્રિય સમાજ ભાજપના વિરોધ માટે કાર્યક્રમોની રૂપરેખા ઘડી રહ્યા છે તો બીજી તરફ ભાજપ પણ પોતાના ક્ષત્રિય નેતાઓ સાથે બંધ બારણે બેઠકો કરીને આ વિવાદને ટાઢો પાડવાના પ્રયાસ કરી રહ્યા છે.