Vadodara News : DGP વિકાસ સહાય પોલીસ કમિશ્નર કચેરીએ પહોચ્યાં

DGP વિકાસ સહાય પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સાથે કરશે ચર્ચા લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ વડોદરાની મુલાકાતે પહોચ્યાં અલગ-અલગ મુદ્દાઓને લઈ કરાશે ચર્ચા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાતના DGP વિકાસ સહાય વડોદરા પહોંચ્યા હતા,જયા તેમણે પોલીસ કમિશ્નર તેમજ અલગ-અલગ અધિકારીઓ સાથે બેઠક કરી હતી,વડોદરામાં ક્રાઈમને લગતી ઘટનાઓ પર શું સ્થિતિ છે તેને લઈ તાગ મેળવ્યો હતો.વડોદરા પોલીસ દ્વારા શું કામગીરી કરાઈ રહી છે,તેમજ મોટા ગુનાઓમાં હજી કેટલા આરોપીઓ પકડવાના બાકી છે,તેને લઈ ચિતાર મેળવ્યો હતો.સાથે સાથે લોકસભાની ચૂંટણી વખતે કેટલા આરોપીઓની પાસા કરાઈ તેની પણ વિગતો મેળવવામાં આવી હતી. સુરતમા બે દિવસ પહેલા લીધી હતી મુલાકાત રાજ્યના DGP વિકાસ સહાયે જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં સુરત શહેર અને સુરત રેન્જના અલગ-અલગ એકમો તરફથી જે કામગીરી કરવામાં આવી છે તેના કારણે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. જેને લઈને આજે મિટિંગ થઈ હતી. આ મિટિંગમાં કામગીરી પર સંતોષ અને ગર્વ છે તે વ્યક્ત કર્યો છે. ચૂંટણી દરમિયાન અલગ-અલગ વિષયો પર પોલીસે ધ્યાન કેન્દ્રિત કરવાના હોય છે. ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા તરફથી રાજ્યની શાંતિની બાબતે પોલીસના દરેક કર્મચારી દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે. તેને લઈને અભિનંદન આપવા માટે આવ્યો છું. ડ્રગ્સને લઈ વિકાસ સહાયે શું કીધુ જાણો આપણે જાણીએ છીએ કે, ડ્રગ્સનો જે પ્રોબ્લેમ છે તે માત્ર સુરત, રાજ્ય કે દેશનો પ્રાબ્લેમ નથી, આ તો એક ગ્લોબલ પ્રોબ્લેમ છે. એટલે જે લડાઈ છે તે વિશ્વ સ્તરે લડાઈ છે અને આ લડાઈમાં ગુજરાતના દરેક એકમ તરફથી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. મને જણાવતા આનંદ થાય છે કે, મોડલ કોડ ઓફ કંડક્ટ જ્યારથી ગુજરાત રાજ્યમાં આવ્યું લોકસભા ચૂંટણી અનુસંધાને, ત્યારથી ગુજરાત પોલીસના અલગ-અલગ એકમો તરફથી કેસો કરવામાં આવ્યા છે. 1 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે અને અમુક જે ગેંગ છે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.  

Vadodara News : DGP વિકાસ સહાય પોલીસ કમિશ્નર કચેરીએ પહોચ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • DGP વિકાસ સહાય પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સાથે કરશે ચર્ચા
  • લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ વડોદરાની મુલાકાતે પહોચ્યાં
  • અલગ-અલગ મુદ્દાઓને લઈ કરાશે ચર્ચા

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાતના DGP વિકાસ સહાય વડોદરા પહોંચ્યા હતા,જયા તેમણે પોલીસ કમિશ્નર તેમજ અલગ-અલગ અધિકારીઓ સાથે બેઠક કરી હતી,વડોદરામાં ક્રાઈમને લગતી ઘટનાઓ પર શું સ્થિતિ છે તેને લઈ તાગ મેળવ્યો હતો.વડોદરા પોલીસ દ્વારા શું કામગીરી કરાઈ રહી છે,તેમજ મોટા ગુનાઓમાં હજી કેટલા આરોપીઓ પકડવાના બાકી છે,તેને લઈ ચિતાર મેળવ્યો હતો.સાથે સાથે લોકસભાની ચૂંટણી વખતે કેટલા આરોપીઓની પાસા કરાઈ તેની પણ વિગતો મેળવવામાં આવી હતી.

સુરતમા બે દિવસ પહેલા લીધી હતી મુલાકાત

રાજ્યના DGP વિકાસ સહાયે જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં સુરત શહેર અને સુરત રેન્જના અલગ-અલગ એકમો તરફથી જે કામગીરી કરવામાં આવી છે તેના કારણે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. જેને લઈને આજે મિટિંગ થઈ હતી. આ મિટિંગમાં કામગીરી પર સંતોષ અને ગર્વ છે તે વ્યક્ત કર્યો છે. ચૂંટણી દરમિયાન અલગ-અલગ વિષયો પર પોલીસે ધ્યાન કેન્દ્રિત કરવાના હોય છે. ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા તરફથી રાજ્યની શાંતિની બાબતે પોલીસના દરેક કર્મચારી દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે. તેને લઈને અભિનંદન આપવા માટે આવ્યો છું.


ડ્રગ્સને લઈ વિકાસ સહાયે શું કીધુ જાણો

આપણે જાણીએ છીએ કે, ડ્રગ્સનો જે પ્રોબ્લેમ છે તે માત્ર સુરત, રાજ્ય કે દેશનો પ્રાબ્લેમ નથી, આ તો એક ગ્લોબલ પ્રોબ્લેમ છે. એટલે જે લડાઈ છે તે વિશ્વ સ્તરે લડાઈ છે અને આ લડાઈમાં ગુજરાતના દરેક એકમ તરફથી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. મને જણાવતા આનંદ થાય છે કે, મોડલ કોડ ઓફ કંડક્ટ જ્યારથી ગુજરાત રાજ્યમાં આવ્યું લોકસભા ચૂંટણી અનુસંધાને, ત્યારથી ગુજરાત પોલીસના અલગ-અલગ એકમો તરફથી કેસો કરવામાં આવ્યા છે. 1 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે અને અમુક જે ગેંગ છે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.