TRP Mall News: રાજકોટના આ ગેમઝોનના રિવ્યુ આંખો ખોલનારા, વાંચો

રાજકોટ TRP ગેમઝોન આગમાં 12 મોતરાજકોટ અગ્નીકાંડ માટે જવાબદાર કોણ?TRP ગેમઝોનને મળ્યા અનેક નેગેટિવ રિવ્યુંરાજકોટના કાલાવડ રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી છે. ગેમ ઝોનમાં લાગેલી આગના ગોટે ગોટા 2 થી 3 કિલોમીટર દૂરથી જોઈ શકાતા હતા. છેલ્લે મળતી માહિતી મુજબ આગને કારણે 12 મોત નિપજ્યા છે. જ્યારે મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. હજી પણ ગેમ ઝોનમાં કેટલાક લોકો પણ ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.આગને પગલે ફાયર વિભાગની 10 જેટલી ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે. ગેમ ઝોનના સ્ટ્રક્ચર ડિઝાઇનને લઈને સંચાલકો શંકાના ઘેરામાં આવી ગયા છે. આગ લાગવાના કારણે સંપૂર્ણ ગેમઝોન આગની ઝપેટમાં આવી જતા આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું. TRP ગેમ ઝોનના ડિજિટલ પેજ પર લોકો દ્વારા આપવામાં આવેલ રિવ્યુ ખુબજ ખરાબ છે. રિવ્યુમાં ગ્રાહકોએ લખ્યુ છેકે, ગેમઝોનમાં સેફ્ટીનો કોઈ સુવિધા ઉપલબ્ઘ નથી અને મશીનો બંધ હાલતમાં જોવા મળે છે. ગ્રાહકો સાથે કઈ રીતે વાત કરવી તે પણ સ્ટાફને ખબર નથી અને સ્ટાફમાં સંસ્કારની કમી જોવા મળે છે. જ્યારે એક ગ્રાહકએ લખ્યુ છેકે, ગેમઝોનમાં ખૂબ જ ખરાબ જગ્યા છે, એસી નથી અને કોઈ સલામતી સુવિધા નથી માત્ર પૈસાનો બગાડ થાય છે. ગેમઝોન વિશે મોટાભાગના ગ્રાહકોએ સેફ્ટી, સ્ટાફ, બિલ્ડીંગ, સુવિધા, સુરક્ષા, ફાયર વગેરે અંગે ખરાબ રિવ્યુ આપ્યા હોવા છતાં ગેમઝોનના સંચાલકો દ્વારા શા માટે કોઈ યોગ્ય પગલા લેવામાં ન આવ્યા. શું સંચાલકો બનાવની રાહ જોઈ રહી હતા. બીજી તરફ તંત્ર દ્વારા પણ શા માટે કોઈ પગલા લેવામાં ન આવ્યું. આ સમયે અનેક સવાલો ઉભા થાય છે. શું ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીની સુવિધા એક્ટિવ હતી? સેફટી સાધનો અપગ્રેડ કરાયેલા હતા? આ સાધનો ચલાવતા આવડે એવો સ્ટાફ હતો હાજર? કોર્પોરેશન દ્વારા છેલ્લે આ મોલનું સેફટી ઇન્સ્પેકશન ક્યારે કરાયેલું? TRP ગેમ ઝોનના ડિજિટલ પેજ પર આપવામાં આવેલા રીવ્યુ ખરાબ છે અને એમાં સેફટી, અકસ્માત પર લખાયું છે તો કેમ ધ્યાન અપાયું નોહતું?? અકસ્માત બાદ અફરાતફરી સર્જાતા શું એક્ઝિટ ગેટ એક્ટિવ નોહતો કરાયો? વેકેશનના સમય ગાળામાં કેપેસિટી કરતા વધારે લોકોને પ્રવેશ અપાયો હતો?

TRP Mall News: રાજકોટના આ ગેમઝોનના રિવ્યુ આંખો ખોલનારા, વાંચો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ TRP ગેમઝોન આગમાં 12 મોત
  • રાજકોટ અગ્નીકાંડ માટે જવાબદાર કોણ?
  • TRP ગેમઝોનને મળ્યા અનેક નેગેટિવ રિવ્યું

રાજકોટના કાલાવડ રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી છે. ગેમ ઝોનમાં લાગેલી આગના ગોટે ગોટા 2 થી 3 કિલોમીટર દૂરથી જોઈ શકાતા હતા. છેલ્લે મળતી માહિતી મુજબ આગને કારણે 12 મોત નિપજ્યા છે. જ્યારે મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. હજી પણ ગેમ ઝોનમાં કેટલાક લોકો પણ ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.આગને પગલે ફાયર વિભાગની 10 જેટલી ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે. ગેમ ઝોનના સ્ટ્રક્ચર ડિઝાઇનને લઈને સંચાલકો શંકાના ઘેરામાં આવી ગયા છે. આગ લાગવાના કારણે સંપૂર્ણ ગેમઝોન આગની ઝપેટમાં આવી જતા આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું.


TRP ગેમ ઝોનના ડિજિટલ પેજ પર લોકો દ્વારા આપવામાં આવેલ રિવ્યુ ખુબજ ખરાબ છે. રિવ્યુમાં ગ્રાહકોએ લખ્યુ છેકે, ગેમઝોનમાં સેફ્ટીનો કોઈ સુવિધા ઉપલબ્ઘ નથી અને મશીનો બંધ હાલતમાં જોવા મળે છે. ગ્રાહકો સાથે કઈ રીતે વાત કરવી તે પણ સ્ટાફને ખબર નથી અને સ્ટાફમાં સંસ્કારની કમી જોવા મળે છે. જ્યારે એક ગ્રાહકએ લખ્યુ છેકે, ગેમઝોનમાં ખૂબ જ ખરાબ જગ્યા છે, એસી નથી અને કોઈ સલામતી સુવિધા નથી માત્ર પૈસાનો બગાડ થાય છે. ગેમઝોન વિશે મોટાભાગના ગ્રાહકોએ સેફ્ટી, સ્ટાફ, બિલ્ડીંગ, સુવિધા, સુરક્ષા, ફાયર વગેરે અંગે ખરાબ રિવ્યુ આપ્યા હોવા છતાં ગેમઝોનના સંચાલકો દ્વારા શા માટે કોઈ યોગ્ય પગલા લેવામાં ન આવ્યા. શું સંચાલકો બનાવની રાહ જોઈ રહી હતા. બીજી તરફ તંત્ર દ્વારા પણ શા માટે કોઈ પગલા લેવામાં ન આવ્યું.


આ સમયે અનેક સવાલો ઉભા થાય છે.

  • શું ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીની સુવિધા એક્ટિવ હતી?
  • સેફટી સાધનો અપગ્રેડ કરાયેલા હતા?
  • આ સાધનો ચલાવતા આવડે એવો સ્ટાફ હતો હાજર?
  • કોર્પોરેશન દ્વારા છેલ્લે આ મોલનું સેફટી ઇન્સ્પેકશન ક્યારે કરાયેલું?
  • TRP ગેમ ઝોનના ડિજિટલ પેજ પર આપવામાં આવેલા રીવ્યુ ખરાબ છે અને એમાં સેફટી, અકસ્માત પર લખાયું છે તો કેમ ધ્યાન અપાયું નોહતું??
  • અકસ્માત બાદ અફરાતફરી સર્જાતા શું એક્ઝિટ ગેટ એક્ટિવ નોહતો કરાયો?
  • વેકેશનના સમય ગાળામાં કેપેસિટી કરતા વધારે લોકોને પ્રવેશ અપાયો હતો?