Rajkot અગ્નિકાંડ કેસ,ત્રણ IAS અધિકારીઓની કમિટીએ કયો રિપોર્ટ તૈયાર

શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારને રિપોર્ટ કરશે સબમિટ આ રિપોર્ટ 4 તારીખે જ બંધ કવરમાં હાઇકોર્ટ સમક્ષ કરાશે રજુ IAS અને IPSની ભૂમિકા સંદર્ભે પણ IASની કમિટીમાં ઉલ્લેખ હોવાની જાણકારી રાજકોટ અગ્નિકાંડ કેસમાં સરકારે એસઆઈટીની કમિટી રચી હતી અને રિપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યો હતો,ત્રણ આઈએએસ દ્રારા આ રિપોર્ટ તૈયાર થઈ ગયો છે,સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઇપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીએ તૈયાર કરેલા રિપોર્ટ અને આઇએસ અધિકારીઓના રિપોર્ટમાં ઘણી સામ્યતા જોવા મળી છે.જોકે આઇએસ અધિકારીઓના રિપોર્ટમાં સૌથી વધુ ટેકનિકલ મુદ્દાઓને આવરી લેવાયા છે. રાજકોટ અગ્નિકાંડ મામલે SITએ રિપોર્ટ સરકારને સોંપ્યો અગ્નિકાંડની તપાસ માટે 3 જૂન 2024ના રોજ SIT(સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરવામાં આવી હતી. ત્યારે હવે SITએ તપાસ રિપોર્ટ સરકારને સુપરત કર્યો છે. અગ્નિકાંડ મામલે હજુ પણ SITની તપાસ ચાલુ રહેશે. રાજકોટ દુર્ઘટના બાદ રચાયેલી SIT દ્વારા દુર્ઘટના બનવા પાછળના કારણો શોધવામાં આવ્યા છે. બનાવ કેમ બન્યો? કોણ કારણભૂત? ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે શું કરવું? તે તપાસ કરી છે. SITને બનાવમાં અનેક લોકોની નિષ્કાળજી નજરે આવી છે. રિપોર્ટ બાદ પણ થઈ શકે છે કડક કાર્યવાહી રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી, તપાસ બાદ SITએ રાજ્ય સરકાર રિપોર્ટ સોંપી દીધો છે. નોંધનીય છે કે આ ઘટના પાછળ ઘણા ઉચ્ચ અધિકારીઓની બેદરકારી કારણ હોઈ શકે છે. તપાસ દરમિયાન ચાર IAS અને એક IPS અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવી હતી.અહેવાલ મુજબ ચાર વિભાગોની બેજવાબદારી સામે આવી હતી, આ સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ, પ્લાનિંગ વિભાગ, લાયસન્સ બ્રાંચ સહિત પોલીસ વિભાગના વિભાગો અને બાંધકામ વિભાગના કર્મચારીઓની બેદરકારી સામે આવી હતી. સરકાર ઉચ્ચ અધિકારીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી શકે છે. ઘટના પાછળ 4 વિભાગની બેદરકારી આ સમગ્ર મામલે હાલ આ રિપોર્ટમાં આખી ઘટના પાછળની બેદરકારીનો ચિતાર આપવામાં આવ્યો છે. આખા રિપોર્ટમાં કુલ 4 વિભાગની બેદરકારી સામે આવી છે. SITના વડા સુભાષ ત્રિવેદીના જણાવ્યા મુજબ કયા વિભાગ દ્વારા ક્યાં બેદરકારી દાખવવામાં આવી તે અંગે સરકારને રિપોર્ટ મારફતે જાણ કરી દેવાઈ છે.  

Rajkot અગ્નિકાંડ કેસ,ત્રણ IAS અધિકારીઓની કમિટીએ કયો રિપોર્ટ તૈયાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારને રિપોર્ટ કરશે સબમિટ
  • આ રિપોર્ટ 4 તારીખે જ બંધ કવરમાં હાઇકોર્ટ સમક્ષ કરાશે રજુ
  • IAS અને IPSની ભૂમિકા સંદર્ભે પણ IASની કમિટીમાં ઉલ્લેખ હોવાની જાણકારી

રાજકોટ અગ્નિકાંડ કેસમાં સરકારે એસઆઈટીની કમિટી રચી હતી અને રિપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યો હતો,ત્રણ આઈએએસ દ્રારા આ રિપોર્ટ તૈયાર થઈ ગયો છે,સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઇપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીએ તૈયાર કરેલા રિપોર્ટ અને આઇએસ અધિકારીઓના રિપોર્ટમાં ઘણી સામ્યતા જોવા મળી છે.જોકે આઇએસ અધિકારીઓના રિપોર્ટમાં સૌથી વધુ ટેકનિકલ મુદ્દાઓને આવરી લેવાયા છે.

રાજકોટ અગ્નિકાંડ મામલે SITએ રિપોર્ટ સરકારને સોંપ્યો

અગ્નિકાંડની તપાસ માટે 3 જૂન 2024ના રોજ SIT(સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરવામાં આવી હતી. ત્યારે હવે SITએ તપાસ રિપોર્ટ સરકારને સુપરત કર્યો છે. અગ્નિકાંડ મામલે હજુ પણ SITની તપાસ ચાલુ રહેશે. રાજકોટ દુર્ઘટના બાદ રચાયેલી SIT દ્વારા દુર્ઘટના બનવા પાછળના કારણો શોધવામાં આવ્યા છે. બનાવ કેમ બન્યો? કોણ કારણભૂત? ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે શું કરવું? તે તપાસ કરી છે. SITને બનાવમાં અનેક લોકોની નિષ્કાળજી નજરે આવી છે.

રિપોર્ટ બાદ પણ થઈ શકે છે કડક કાર્યવાહી

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી, તપાસ બાદ SITએ રાજ્ય સરકાર રિપોર્ટ સોંપી દીધો છે. નોંધનીય છે કે આ ઘટના પાછળ ઘણા ઉચ્ચ અધિકારીઓની બેદરકારી કારણ હોઈ શકે છે. તપાસ દરમિયાન ચાર IAS અને એક IPS અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવી હતી.અહેવાલ મુજબ ચાર વિભાગોની બેજવાબદારી સામે આવી હતી, આ સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ, પ્લાનિંગ વિભાગ, લાયસન્સ બ્રાંચ સહિત પોલીસ વિભાગના વિભાગો અને બાંધકામ વિભાગના કર્મચારીઓની બેદરકારી સામે આવી હતી. સરકાર ઉચ્ચ અધિકારીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી શકે છે.

ઘટના પાછળ 4 વિભાગની બેદરકારી

આ સમગ્ર મામલે હાલ આ રિપોર્ટમાં આખી ઘટના પાછળની બેદરકારીનો ચિતાર આપવામાં આવ્યો છે. આખા રિપોર્ટમાં કુલ 4 વિભાગની બેદરકારી સામે આવી છે. SITના વડા સુભાષ ત્રિવેદીના જણાવ્યા મુજબ કયા વિભાગ દ્વારા ક્યાં બેદરકારી દાખવવામાં આવી તે અંગે સરકારને રિપોર્ટ મારફતે જાણ કરી દેવાઈ છે.