Gujarat Summer 2024 : ST બસમાં ગરમીથી ત્રસ્ત પેસેન્જરોની હાલત દયનીય બની

અમદાવાદ આવનાર પેસેન્જરો ગરમીથી થયા ત્રસ્ત બસમાં પાણી ,ગ્લુકોઝની વ્યવસ્થા કરવા પેસેન્જરોની માગ બસમાં એક વિસ્તારથી અન્ય ગ્યા પર જવુ કઠીન ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે,તેની વચ્ચે સૌ કોઈ પરેશાન છે ત્યારે સંદેશ ન્યૂઝ ગરમીને લઈ મુસાફરોની તકલીફ જાણવા ST બસમાં પહોંચ્યું હતુ જયા મુસાફરો બસમાં ગરમીથી ત્રસ્ત હતા,મુસાફરોએ માંગ કરી છે કે,એસટી બસમાં પંખા નથી તો પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવે સાથે સાથે પાણી અને ગ્લુકોઝની પણ વ્યવસ્થા કરવામાં આવે,તો લોકલ બસોમાં ઇલેક્ટ્રિક પંખા લગાવવામાં આવે તો મુસાફરોને રાહત મળે. એસટી બસમાં કંડકટરની સાચી સેવા કંડકટર કાળઝાળ ગરમીમાં મુસાફરોને ઠંડુ પાણી પીવડાવી રહ્યા છે. અંજારથી ઉપડતી એસટી બસમા મુસાફરોને મળે છે ઠંડુ પીવાનું પાણી સરકારી બસની વાત આવે એટલે તુટલી સીટો, ખખડધજ બસ, તુટેલા કાચ નજર સામે આવે પરંતુ અંજારથી ધોળાવીરા જતી બસના સેવાભાવી અને સાલસ સ્વભાવના કંડકટર અશોકસિંહ દાનુભા જાડેજા દ્વારા મુસાફરો માટે અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે. હાલમા પડી રહેલી કાળઝાળ ગરમીમાં મુસાફરને ઠંડુ પાણી મળે તેવી વ્યવસ્થા કરી છે. સ્વ ખર્ચે દરરોજ પાણીના કેરબા ખરીદ કરીને અંજાર ધોળાવીરા બસના મુસાફરોને ઠંડુ પાણી પીવડાવે છે. મુસાફરી કરતા નિપજયું મોત ઉત્તર ગુજરાતમાં રાત્રીનું તાપમાન 30 ડિગ્રી અને દિવસનું તાપમાન 43.2 થી 45.1 ડિગ્રીની વચ્ચે રહેતાં અસહ્ય ઉકળાટ અને આકરી ગરમીનો બેવડો મારનો સામનો કરવો પડ્યો હતો. 45.1 ડિગ્રી સાથે પાટણ સૌથી ગરમ શહેર રહ્યું હતું. મહેસાણામાં પણ કાળઝાળ 44.8 ડિગ્રી ગરમી નોંધાઇ હતી.અસહ્ય ગરમી વચ્ચે એસટીમાં મુસાફરી કરતાં વડનગરના કેસીમ્પાના યુવક અને પીલુચા ગામના 4 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. બાળકોથી લઈને વૃદ્ધો અને યુવાનો હીટસ્ટ્રોકના શિકાર બન્યા ભયંકર ગરમીને કારણે નાનાં બાળકોથી લઈને વૃદ્ધો તથા યુવાનો પણ હીટસ્ટ્રોકના શિકાર બન્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં મેચ નિહાળવા માટે આવેલા બોલિવૂડના કિંગ ખાન પણ અમદાવાદની ગરમીથી બચી શક્યા નથી. શાહરુખ ખાનને અમદાવાદની ગરમીથી લૂ લાગી હોવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવ્યા છે. જ્યારે ગત રોજ 12 દિવસની બાળકીને લૂ લાગવાથી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગરમીને કારણે 13-15 લોકોનાં મોત નીપજ્યાં છે.  

Gujarat Summer 2024 : ST બસમાં ગરમીથી ત્રસ્ત પેસેન્જરોની હાલત દયનીય બની

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ આવનાર પેસેન્જરો ગરમીથી થયા ત્રસ્ત
  • બસમાં પાણી ,ગ્લુકોઝની વ્યવસ્થા કરવા પેસેન્જરોની માગ
  • બસમાં એક વિસ્તારથી અન્ય ગ્યા પર જવુ કઠીન

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે,તેની વચ્ચે સૌ કોઈ પરેશાન છે ત્યારે સંદેશ ન્યૂઝ ગરમીને લઈ મુસાફરોની તકલીફ જાણવા ST બસમાં પહોંચ્યું હતુ જયા મુસાફરો બસમાં ગરમીથી ત્રસ્ત હતા,મુસાફરોએ માંગ કરી છે કે,એસટી બસમાં પંખા નથી તો પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવે સાથે સાથે પાણી અને ગ્લુકોઝની પણ વ્યવસ્થા કરવામાં આવે,તો લોકલ બસોમાં ઇલેક્ટ્રિક પંખા લગાવવામાં આવે તો મુસાફરોને રાહત મળે.

એસટી બસમાં કંડકટરની સાચી સેવા

કંડકટર કાળઝાળ ગરમીમાં મુસાફરોને ઠંડુ પાણી પીવડાવી રહ્યા છે. અંજારથી ઉપડતી એસટી બસમા મુસાફરોને મળે છે ઠંડુ પીવાનું પાણી સરકારી બસની વાત આવે એટલે તુટલી સીટો, ખખડધજ બસ, તુટેલા કાચ નજર સામે આવે પરંતુ અંજારથી ધોળાવીરા જતી બસના સેવાભાવી અને સાલસ સ્વભાવના કંડકટર અશોકસિંહ દાનુભા જાડેજા દ્વારા મુસાફરો માટે અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે. હાલમા પડી રહેલી કાળઝાળ ગરમીમાં મુસાફરને ઠંડુ પાણી મળે તેવી વ્યવસ્થા કરી છે. સ્વ ખર્ચે દરરોજ પાણીના કેરબા ખરીદ કરીને અંજાર ધોળાવીરા બસના મુસાફરોને ઠંડુ પાણી પીવડાવે છે.

મુસાફરી કરતા નિપજયું મોત

ઉત્તર ગુજરાતમાં રાત્રીનું તાપમાન 30 ડિગ્રી અને દિવસનું તાપમાન 43.2 થી 45.1 ડિગ્રીની વચ્ચે રહેતાં અસહ્ય ઉકળાટ અને આકરી ગરમીનો બેવડો મારનો સામનો કરવો પડ્યો હતો. 45.1 ડિગ્રી સાથે પાટણ સૌથી ગરમ શહેર રહ્યું હતું. મહેસાણામાં પણ કાળઝાળ 44.8 ડિગ્રી ગરમી નોંધાઇ હતી.અસહ્ય ગરમી વચ્ચે એસટીમાં મુસાફરી કરતાં વડનગરના કેસીમ્પાના યુવક અને પીલુચા ગામના 4 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું.

બાળકોથી લઈને વૃદ્ધો અને યુવાનો હીટસ્ટ્રોકના શિકાર બન્યા

ભયંકર ગરમીને કારણે નાનાં બાળકોથી લઈને વૃદ્ધો તથા યુવાનો પણ હીટસ્ટ્રોકના શિકાર બન્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં મેચ નિહાળવા માટે આવેલા બોલિવૂડના કિંગ ખાન પણ અમદાવાદની ગરમીથી બચી શક્યા નથી. શાહરુખ ખાનને અમદાવાદની ગરમીથી લૂ લાગી હોવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવ્યા છે. જ્યારે ગત રોજ 12 દિવસની બાળકીને લૂ લાગવાથી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગરમીને કારણે 13-15 લોકોનાં મોત નીપજ્યાં છે.