દુ:ખ થયું હોવાથી બોલાઈ ગયું: 'હિસાબ' કરવાની વાતો કરનારા રાજેશ ચુડાસમાનો યુ-ટર્ન

Image : TwitterRajesh Chudasama: લોકસભા 2024ની ચૂંટણીમાં જૂનાગઢ બેઠક પરથી સતત ત્રીજી વખત સાંસદ બનેલા રાજેશ ચુડાસમા થોડા દિવસો પહેલા જ એક નિવેદન લઈને ચર્ચામાં આવ્યા હતા. એક વિડિયોમાં ભાજપ સાંસદનો વિરોધીઓને ધમકી આપતો નિવેદનનો વીડિયો સામે આવ્યો હતો. જો કે હોબાળો થતા જ રાજેશ ચુડાસમાએ પોતના નિવેદન પર યુ-ટર્ન લઈ લીધો હતો. રાજેશ ચુડાસમાએ વિવાદિત નિવેદન આપ્યું હતુંલોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વખત વિજય થતા પ્રાચી મુકામે રાજેશ ચુડાસમાનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ભાજપ સાંસદે જાહેર મંચ પરથી પોતાના વિરોધીઓને ખુલ્લેઆમ ધમકી આપતા વિવાદિત નિવેદનમાં કહ્યું હતું કે 'હું આ પાંચ વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી, પાર્ટી તેમની સામે કાર્યવાહી કરે ન કરે પરંતુ હું કોઈને છોડવાનો નથી.' આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે 'છેલ્લા 10 વર્ષ દરમિયાન તમને જે ખાટા ઓડકારો આવ્યા છે એ હવે આગામી પાંચ વર્ષમાં એકપણ ખાટો ઓડકાર નહીં આવવા દઉં.' હોબાળા થતા નિવેદન પર લીધો યુ-ટર્નજો કે ભાજપ સાંસદના આ નિવેદનનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો, તેમજ હોબાળો થયો હતો. ત્યારે હવે સાંસદે નિવેદનને સામાન્ય બાબદ ગણાવીને યુ-ટર્ન લઈ લીધો હતો. રાજેશ ચુડાસમાએ પોતના નિવેદનને લઈને કહ્યું હતું કે 'જે લોકો રાજકારણમાં ન હોય અને ફક્ત પોતાના કામ માટે જ આવતા હોય તેમના માટે આ વાત હતી. આ લોકો વિરોધમાં રહ્યા હોય માટે દુ:ખ થયું હોવાતી બોલાઈ ગયું હતું.  મારુ આ નિવેદન કોઈ રાજકીય નેતા માટે ન હતું.' કોંગ્રેસના હીરા જોટવાને હરાવ્યા હતાઉલ્લેખનીય છે કે લોકસભા 2024ની ચૂંટણી દરમિયાન વેરાવળના ચર્ચાસ્પદ ડૉ. અતુલ ચગ આત્મહત્યા કેસમાં રાજેશ ચુડાસમાનું નામ ઉછળતા જૂનાગઢ બેઠક ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. જૂનાગઢ બેઠક પર ભાજપના રાજેશ ચુડાસમાએ કોંગ્રેસ (Congress)ના હીરા જોટવા (Hira Jotva)ને હરાવ્યા હતા.

દુ:ખ થયું હોવાથી બોલાઈ ગયું: 'હિસાબ' કરવાની વાતો કરનારા રાજેશ ચુડાસમાનો યુ-ટર્ન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rajesh Chudasama Junagadh MLA
Image : Twitter

Rajesh Chudasama: લોકસભા 2024ની ચૂંટણીમાં જૂનાગઢ બેઠક પરથી સતત ત્રીજી વખત સાંસદ બનેલા રાજેશ ચુડાસમા થોડા દિવસો પહેલા જ એક નિવેદન લઈને ચર્ચામાં આવ્યા હતા. એક વિડિયોમાં ભાજપ સાંસદનો વિરોધીઓને ધમકી આપતો નિવેદનનો વીડિયો સામે આવ્યો હતો. જો કે હોબાળો થતા જ રાજેશ ચુડાસમાએ પોતના નિવેદન પર યુ-ટર્ન લઈ લીધો હતો. 

રાજેશ ચુડાસમાએ વિવાદિત નિવેદન આપ્યું હતું

લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વખત વિજય થતા પ્રાચી મુકામે રાજેશ ચુડાસમાનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ભાજપ સાંસદે જાહેર મંચ પરથી પોતાના વિરોધીઓને ખુલ્લેઆમ ધમકી આપતા વિવાદિત નિવેદનમાં કહ્યું હતું કે 'હું આ પાંચ વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી, પાર્ટી તેમની સામે કાર્યવાહી કરે ન કરે પરંતુ હું કોઈને છોડવાનો નથી.' આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે 'છેલ્લા 10 વર્ષ દરમિયાન તમને જે ખાટા ઓડકારો આવ્યા છે એ હવે આગામી પાંચ વર્ષમાં એકપણ ખાટો ઓડકાર નહીં આવવા દઉં.' 

હોબાળા થતા નિવેદન પર લીધો યુ-ટર્ન

જો કે ભાજપ સાંસદના આ નિવેદનનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો, તેમજ હોબાળો થયો હતો. ત્યારે હવે સાંસદે નિવેદનને સામાન્ય બાબદ ગણાવીને યુ-ટર્ન લઈ લીધો હતો. રાજેશ ચુડાસમાએ પોતના નિવેદનને લઈને કહ્યું હતું કે 'જે લોકો રાજકારણમાં ન હોય અને ફક્ત પોતાના કામ માટે જ આવતા હોય તેમના માટે આ વાત હતી. આ લોકો વિરોધમાં રહ્યા હોય માટે દુ:ખ થયું હોવાતી બોલાઈ ગયું હતું.  મારુ આ નિવેદન કોઈ રાજકીય નેતા માટે ન હતું.' 

કોંગ્રેસના હીરા જોટવાને હરાવ્યા હતા

ઉલ્લેખનીય છે કે લોકસભા 2024ની ચૂંટણી દરમિયાન વેરાવળના ચર્ચાસ્પદ ડૉ. અતુલ ચગ આત્મહત્યા કેસમાં રાજેશ ચુડાસમાનું નામ ઉછળતા જૂનાગઢ બેઠક ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. જૂનાગઢ બેઠક પર ભાજપના રાજેશ ચુડાસમાએ કોંગ્રેસ (Congress)ના હીરા જોટવા (Hira Jotva)ને હરાવ્યા હતા.