Gujarat News: પંચમહાલથી NEET કાંડ મામલે બે મુખ્ય આરોપીઓ ઝડપાયા

પોલીસે બે મુખ્ય આરોપીને કર્યા રાઉન્ડઅપ તુષાર ભટ્ટ અને આરીફ વ્હોરાને પોલીસે પકડ્યા અન્ય મોટા માથાઓના નામ પણ આવી શકે સામે પંચમહાલથી NEET કાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસે બે મુખ્ય આરોપીને રાઉન્ડઅપ કર્યા છે. જેમાં તુષાર ભટ્ટ અને આરીફ વ્હોરાને પોલીસે પકડ્યા છે. તેથી NEET કાંડ મામલે મોટા ખુલાસા થઈ શકે છે. તથા અન્ય મોટા માથાઓના નામ પણ સામે આવી શકે છે. ગણતરીના કલાકોમાં જ પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ ગણતરીના કલાકોમાં જ પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ હોવાની માહિતી છે. ગતરોજ આરોપી પરશુરામ રોયની રિમાન્ડ દરમ્યાન થયેલ પૂછપરછમાં પણ સ્ફોટક માહિતીઓ સામે આવી છે. પંચમહાલના ગોધરામાંની સ્કૂલમાં NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ પકડાયું હતુ. જેમાં વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવામાં આવવાના હતા. આ પ્રકરણમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા સામે ફરિયાદ નોંધાઈ હતી.ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી 7 લાખ રૂપિયા પણ મળ્યા અગાઉ ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી 7 લાખ રૂપિયા પણ મળ્યા હતા. આ મામલામાં રોય ઓવરસીઝની ઓફિસમાંથી દસ્તાવેજી કાગળો પણ પોલીસે જપ્ત કર્યા હતા. આ મામલામાં ઓફિસકર્મીઓના પણ નિવેદન લેવામાં આવ્યા છે. આ નીટ કૌભાંડમાં રોય ઓવરસીઝના સંચાલક સામે ગુનો નોંધાયો છે. પરશુરામ રોયની SOG દ્વારા અટકાયત કરવામાં આવી છે. પરશુરામ રોયની વડોદરા અને મુંબઈમાં કન્સલટન્સી આવેલી છે. રોય મેડિકલ એડમિશનનું માર્ગદર્શન આપે છે. વિદ્યાર્થી દીઠ રૂપિયા 10 લાખ લેવાનું નક્કી થયું ઉલ્લેખની છે કે, ગોધરામાં છ વિદ્યાર્થીઓને નીટની પરીક્ષામાં ચોરી કરાવવા માટે વિદ્યાર્થી દીઠ રૂપિયા 10 લાખ લેવાનું નક્કી થયું હોવાની ચોંકાવનારી વિગતો તપાસમાં સામે આવી હતી. આ મામલામાં ગોધરા પોલીસ સમગ્ર પ્રકરણની તપાસ કરી રહી છે.

Gujarat News: પંચમહાલથી NEET કાંડ મામલે બે મુખ્ય આરોપીઓ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસે બે મુખ્ય આરોપીને કર્યા રાઉન્ડઅપ
  • તુષાર ભટ્ટ અને આરીફ વ્હોરાને પોલીસે પકડ્યા
  • અન્ય મોટા માથાઓના નામ પણ આવી શકે સામે

પંચમહાલથી NEET કાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસે બે મુખ્ય આરોપીને રાઉન્ડઅપ કર્યા છે. જેમાં તુષાર ભટ્ટ અને આરીફ વ્હોરાને પોલીસે પકડ્યા છે. તેથી NEET કાંડ મામલે મોટા ખુલાસા થઈ શકે છે. તથા અન્ય મોટા માથાઓના નામ પણ સામે આવી શકે છે.

ગણતરીના કલાકોમાં જ પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ

ગણતરીના કલાકોમાં જ પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ હોવાની માહિતી છે. ગતરોજ આરોપી પરશુરામ રોયની રિમાન્ડ દરમ્યાન થયેલ પૂછપરછમાં પણ સ્ફોટક માહિતીઓ સામે આવી છે. પંચમહાલના ગોધરામાંની સ્કૂલમાં NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ પકડાયું હતુ. જેમાં વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવામાં આવવાના હતા. આ પ્રકરણમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા સામે ફરિયાદ નોંધાઈ હતી.

ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી 7 લાખ રૂપિયા પણ મળ્યા

અગાઉ ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી 7 લાખ રૂપિયા પણ મળ્યા હતા. આ મામલામાં રોય ઓવરસીઝની ઓફિસમાંથી દસ્તાવેજી કાગળો પણ પોલીસે જપ્ત કર્યા હતા. આ મામલામાં ઓફિસકર્મીઓના પણ નિવેદન લેવામાં આવ્યા છે. આ નીટ કૌભાંડમાં રોય ઓવરસીઝના સંચાલક સામે ગુનો નોંધાયો છે. પરશુરામ રોયની SOG દ્વારા અટકાયત કરવામાં આવી છે. પરશુરામ રોયની વડોદરા અને મુંબઈમાં કન્સલટન્સી આવેલી છે. રોય મેડિકલ એડમિશનનું માર્ગદર્શન આપે છે.

વિદ્યાર્થી દીઠ રૂપિયા 10 લાખ લેવાનું નક્કી થયું

ઉલ્લેખની છે કે, ગોધરામાં છ વિદ્યાર્થીઓને નીટની પરીક્ષામાં ચોરી કરાવવા માટે વિદ્યાર્થી દીઠ રૂપિયા 10 લાખ લેવાનું નક્કી થયું હોવાની ચોંકાવનારી વિગતો તપાસમાં સામે આવી હતી. આ મામલામાં ગોધરા પોલીસ સમગ્ર પ્રકરણની તપાસ કરી રહી છે.