ક્ષત્રિયોનો રોષ શાંત કરવા ભાજપમાં ફરી બેઠકનો ધમધમાટ શરૂ

રુપાલા સામેનો વિરોધ ખાળવા ભાજપની બેઠક મંત્રી નિવાસસ્થાને ક્ષત્રિય આગેવાનોની બેઠક પૂર્ણ ક્ષત્રિય આગેવાનોની મંત્રી નિવાસસ્થાને મળી હતી બેઠક લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે તો બીજી તરફ રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનને કારણે શરૂ થયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ વિવાદને શાંત પાડવા ફરી એકવાર ભાજપના ક્ષત્રિય આગેવાનોની ગાંધીનગર ખાતે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે.આ બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,મહેન્દ્રસિંહ સરવૈયા, પ્રદીપસિંહ જાડેજા,આઈ.કે.જાડેજા, બલવંતસિંહ રાજપૂત, કેસરીદેવસિંહ ઝાલા હાજર રહ્યાં હતા.હર્ષ સંઘવી સાથે બેઠક મળતી માહિતી અનુસાર ક્ષત્રિય સમાજમાં રોષને શાંત કરવા માટે ગાંધીનગરમાં નવ જેટલા ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી રહી છે. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિહ જાડેજા ઉપરાંત બલવંતસિંહ રાજપૂત, કેસરીદેવસિંહ ઝાલા તેમજ મહેન્દ્રસિંહ સરવૈયા, આઈ.કે.જાડેજા પણ હાજર રહ્યા હતા,આ અગાઉ પણ પહેલા ભાજપમાં મંત્રી રહી ચૂકેલા ક્ષત્રિય સમાજના નેતાઓએ પણ બેઠક કરી હતી અને તેમાં પણ કોઈ નિવેડો આવ્યો ન હતો., રૂપાલા આજે સુરતમાં પાટીદાર સમાજના સ્નેહમિલનમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો અને સમાજના લોકો હાજર હતા. ગાંધીનગર પોલીસ સતર્ક મોડ પર બીજી તરફ ભાજપ મુખ્યાલય કમલમ હવે કરણીસેનાના નિશાના પર છે. કરણીસેના અધ્યક્ષ રાજ શેખાવતે એલાન કર્યું છે કે, આગામી દિવસોમાં કમલમનો ઘેરાવ કરવામાં આવશે.નોંધનીય છે કે, ક્ષત્રિય મહિલાઓએ પણ કમલમ ખાતે જોહર કરવાની ચિમકી આપી હતી. જેને લઈને ગાંધીનગર પોલીસ પણ સતર્ક બની છે. રાજનિતી શરૂ થઈ ગુજરાતમાં રૂપાલા મુદ્દે હવે રાજનીતિ વધુ ગરમાઇ છે. રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિયોના આક્રોશ પર રાજનીતિ તેજ થઇ છે. ક્ષત્રિયોના આક્રોશ પર ભાજપ-કોંગ્રેસના વાર-પલટવાર શરૂ થયા છે. ક્ષત્રિયોના વિરોધ પાછળ કોંગ્રેસનો હાથ હોવાનું પ્રશાંત કોરાટે જણાવ્યુ છે. પ્રશાંત કોરાટે કહ્યું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી, એટલે નાના મુદ્દાને લઈ વિવાદ કરાવે છે. તો વળી કોંગ્રેસે પ્રશાંત કોરાટના આ નિવેદનને હાસ્યાસ્પદ ગણાવ્યુ છે. હેમાંગ રાવલે આ મુદ્દે કહ્યું કે, ભાજપે પોતાની બુદ્ધીનું પ્રદર્શન કર્યુ છે. ભાજપના નેતાઓએ માનસિક રીતે દેવાળીયું ફૂંક્યુ છે. ભાજપે ક્ષત્રિય સમાજના આંદોલનનું અપમાન કર્યુ છે.

ક્ષત્રિયોનો રોષ શાંત કરવા ભાજપમાં ફરી બેઠકનો ધમધમાટ શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રુપાલા સામેનો વિરોધ ખાળવા ભાજપની બેઠક
  • મંત્રી નિવાસસ્થાને ક્ષત્રિય આગેવાનોની બેઠક પૂર્ણ
  • ક્ષત્રિય આગેવાનોની મંત્રી નિવાસસ્થાને મળી હતી બેઠક

લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે તો બીજી તરફ રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનને કારણે શરૂ થયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ વિવાદને શાંત પાડવા ફરી એકવાર ભાજપના ક્ષત્રિય આગેવાનોની ગાંધીનગર ખાતે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે.આ બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,મહેન્દ્રસિંહ સરવૈયા, પ્રદીપસિંહ જાડેજા,આઈ.કે.જાડેજા, બલવંતસિંહ રાજપૂત, કેસરીદેવસિંહ ઝાલા હાજર રહ્યાં હતા.

હર્ષ સંઘવી સાથે બેઠક

મળતી માહિતી અનુસાર ક્ષત્રિય સમાજમાં રોષને શાંત કરવા માટે ગાંધીનગરમાં નવ જેટલા ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી રહી છે. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિહ જાડેજા ઉપરાંત બલવંતસિંહ રાજપૂત, કેસરીદેવસિંહ ઝાલા તેમજ મહેન્દ્રસિંહ સરવૈયા, આઈ.કે.જાડેજા પણ હાજર રહ્યા હતા,આ અગાઉ પણ પહેલા ભાજપમાં મંત્રી રહી ચૂકેલા ક્ષત્રિય સમાજના નેતાઓએ પણ બેઠક કરી હતી અને તેમાં પણ કોઈ નિવેડો આવ્યો ન હતો., રૂપાલા આજે સુરતમાં પાટીદાર સમાજના સ્નેહમિલનમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો અને સમાજના લોકો હાજર હતા.


ગાંધીનગર પોલીસ સતર્ક મોડ પર

બીજી તરફ ભાજપ મુખ્યાલય કમલમ હવે કરણીસેનાના નિશાના પર છે. કરણીસેના અધ્યક્ષ રાજ શેખાવતે એલાન કર્યું છે કે, આગામી દિવસોમાં કમલમનો ઘેરાવ કરવામાં આવશે.નોંધનીય છે કે, ક્ષત્રિય મહિલાઓએ પણ કમલમ ખાતે જોહર કરવાની ચિમકી આપી હતી. જેને લઈને ગાંધીનગર પોલીસ પણ સતર્ક બની છે.

રાજનિતી શરૂ થઈ

ગુજરાતમાં રૂપાલા મુદ્દે હવે રાજનીતિ વધુ ગરમાઇ છે. રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિયોના આક્રોશ પર રાજનીતિ તેજ થઇ છે. ક્ષત્રિયોના આક્રોશ પર ભાજપ-કોંગ્રેસના વાર-પલટવાર શરૂ થયા છે. ક્ષત્રિયોના વિરોધ પાછળ કોંગ્રેસનો હાથ હોવાનું પ્રશાંત કોરાટે જણાવ્યુ છે. પ્રશાંત કોરાટે કહ્યું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી, એટલે નાના મુદ્દાને લઈ વિવાદ કરાવે છે. તો વળી કોંગ્રેસે પ્રશાંત કોરાટના આ નિવેદનને હાસ્યાસ્પદ ગણાવ્યુ છે. હેમાંગ રાવલે આ મુદ્દે કહ્યું કે, ભાજપે પોતાની બુદ્ધીનું પ્રદર્શન કર્યુ છે. ભાજપના નેતાઓએ માનસિક રીતે દેવાળીયું ફૂંક્યુ છે. ભાજપે ક્ષત્રિય સમાજના આંદોલનનું અપમાન કર્યુ છે.