Madhya Pradesh અલીરાજપુરમાં દિલ્હીના બુરારી જેવી ઘટના,એક જ પરિવારના 5ના મૃતદેહ મળ્યા

5 લોકોના મૃતદેહ લટકતી હાલતમાં મળ્યા પરિવારજનોને હત્યા થયાની આશંકા પોલીસ કેસની કરી રહી છે તપાસ હત્યા કે સામુહિક હત્યા ? મધ્યપ્રદેશના અલીરાજપુરથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. અલીરાજપુરમાં એક મકાનમાં પાંચ લોકોના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પતિ, પત્ની અને ત્રણ બાળકોના મૃતદેહોની માહિતી મળતાં જ જિલ્લાના એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ હત્યા છે કે સામૂહિક આત્મહત્યા? તે એફએસએલ અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ બહાર આવશે. પોલીસ હવે એફએસએલ ટીમની રાહ જોઈ રહી છે. ખાસ વાત એ છે કે આ ઘટનાએ અમને એ જ દિવસે એટલે કે 1લી જુલાઈ 2018ના રોજ દિલ્હીના બુરારીમાં બનેલી ઘટનાની યાદ અપાવી દીધી. મૃતકોમાં 3 બાળકોનો સમાવેશ થાય છે મળતી માહિતી મુજબ ગુનેરી પંચાયતના રાઉડી ગામમાં એક મકાનમાં રાકેશ સિંહ, પત્ની લલિતા, પુત્રી લક્ષ્મી, પુત્ર પ્રકાશ અને અક્ષયના મૃતદેહ લટકેલા મળી આવ્યા હતા. કેટલાક ગ્રામજનોએ હત્યા કરી મૃતદેહોને લટકાવવાની આશંકા વ્યક્ત કરી છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. હત્યા અને આત્મહત્યા બંને એંગલની તપાસ કરવામાં આવી રહી છે. અલીરાજપુરના એસપી રાજેશ વ્યાસ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પરિવારના પડોશમાં રહેતા લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે.રાકેશ સહિત સમગ્ર પરિવારના મૃતદેહ લટકેલા મળી આવ્યા હતાપોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાકેશ સિંહ ખેડૂત હતો. સોમવારે સવારે માહિતી મળી હતી કે રાકેશ સહિત સમગ્ર પરિવારના મૃતદેહ લટકેલા મળી આવ્યા હતા. આ પછી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આ હત્યા છે કે આત્મહત્યા તે ટૂંક સમયમાં સ્પષ્ટ થશે. પરિવારજનોને હત્યાની આશંકા પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે સવારે જ્યારે સંબંધીઓ તેમના ઘરે પહોંચ્યા તો પાંચેયના મૃતદેહ લટકેલા જોવા મળ્યા. આ પછી તેમણે આસપાસના લોકો અને પોલીસને જાણ કરી. આ મામલે ભાજપ મંડળના પ્રમુખ જયપાલ સિંહનું કહેવું છે કે આ પરિવાર આત્મહત્યા જેવું પગલું ન ભરી શકે, આ હત્યા છે. પોલીસે આ અંગે જલ્દી તપાસ કરવી જોઈએ.દિલ્હીના બુરારીના સામૂહિક આત્મહત્યાના મામલાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો દિલ્હીના બુરારીના સામૂહિક આત્મહત્યાના મામલાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. આજે એટલે કે 1લી જુલાઈએ આ ઘટનાને 6 વર્ષ પૂરા થઈ ગયા છે. 30 જૂન 2018ના રોજ બપોરે 12 થી 1 વાગ્યાની આસપાસ ચુંદાવત પરિવારના 11 લોકોએ આત્મહત્યા કરી હતી. દસ લોકો લટકતા મળી આવ્યા હતા, જ્યારે પરિવારના સૌથી વૃદ્ધ સભ્ય દાદીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. બીજા દિવસે એટલે કે 1 જુલાઈ 2018ના રોજ, તેમના મૃત્યુ પછી વહેલી સવારે તેમના મૃતદેહ ઘરમાંથી મળી આવ્યા હતા.નોટ-આત્મહત્યા કોઇ પણ સમસ્યાનો હલ નથી. આત્મહત્યા કરવી એ ગુનો છે. તમને કોઇ પણ વાત મુંઝવતી હોય તો તેનુ નિરાકરણ લાવો. આત્મહત્યા કરવી કે આત્મહત્યાની દુપ્રેરણા આપવી એ મોટો અપરાધ છે. 

Madhya Pradesh અલીરાજપુરમાં દિલ્હીના બુરારી જેવી ઘટના,એક જ પરિવારના 5ના મૃતદેહ મળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 5 લોકોના મૃતદેહ લટકતી હાલતમાં મળ્યા
  • પરિવારજનોને હત્યા થયાની આશંકા
  • પોલીસ કેસની કરી રહી છે તપાસ હત્યા કે સામુહિક હત્યા ?

મધ્યપ્રદેશના અલીરાજપુરથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. અલીરાજપુરમાં એક મકાનમાં પાંચ લોકોના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પતિ, પત્ની અને ત્રણ બાળકોના મૃતદેહોની માહિતી મળતાં જ જિલ્લાના એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ હત્યા છે કે સામૂહિક આત્મહત્યા? તે એફએસએલ અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ બહાર આવશે. પોલીસ હવે એફએસએલ ટીમની રાહ જોઈ રહી છે. ખાસ વાત એ છે કે આ ઘટનાએ અમને એ જ દિવસે એટલે કે 1લી જુલાઈ 2018ના રોજ દિલ્હીના બુરારીમાં બનેલી ઘટનાની યાદ અપાવી દીધી.

મૃતકોમાં 3 બાળકોનો સમાવેશ થાય છે

મળતી માહિતી મુજબ ગુનેરી પંચાયતના રાઉડી ગામમાં એક મકાનમાં રાકેશ સિંહ, પત્ની લલિતા, પુત્રી લક્ષ્મી, પુત્ર પ્રકાશ અને અક્ષયના મૃતદેહ લટકેલા મળી આવ્યા હતા. કેટલાક ગ્રામજનોએ હત્યા કરી મૃતદેહોને લટકાવવાની આશંકા વ્યક્ત કરી છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. હત્યા અને આત્મહત્યા બંને એંગલની તપાસ કરવામાં આવી રહી છે. અલીરાજપુરના એસપી રાજેશ વ્યાસ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પરિવારના પડોશમાં રહેતા લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે.

રાકેશ સહિત સમગ્ર પરિવારના મૃતદેહ લટકેલા મળી આવ્યા હતા

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાકેશ સિંહ ખેડૂત હતો. સોમવારે સવારે માહિતી મળી હતી કે રાકેશ સહિત સમગ્ર પરિવારના મૃતદેહ લટકેલા મળી આવ્યા હતા. આ પછી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આ હત્યા છે કે આત્મહત્યા તે ટૂંક સમયમાં સ્પષ્ટ થશે.

પરિવારજનોને હત્યાની આશંકા

પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે સવારે જ્યારે સંબંધીઓ તેમના ઘરે પહોંચ્યા તો પાંચેયના મૃતદેહ લટકેલા જોવા મળ્યા. આ પછી તેમણે આસપાસના લોકો અને પોલીસને જાણ કરી. આ મામલે ભાજપ મંડળના પ્રમુખ જયપાલ સિંહનું કહેવું છે કે આ પરિવાર આત્મહત્યા જેવું પગલું ન ભરી શકે, આ હત્યા છે. પોલીસે આ અંગે જલ્દી તપાસ કરવી જોઈએ.

દિલ્હીના બુરારીના સામૂહિક આત્મહત્યાના મામલાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો

દિલ્હીના બુરારીના સામૂહિક આત્મહત્યાના મામલાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. આજે એટલે કે 1લી જુલાઈએ આ ઘટનાને 6 વર્ષ પૂરા થઈ ગયા છે. 30 જૂન 2018ના રોજ બપોરે 12 થી 1 વાગ્યાની આસપાસ ચુંદાવત પરિવારના 11 લોકોએ આત્મહત્યા કરી હતી. દસ લોકો લટકતા મળી આવ્યા હતા, જ્યારે પરિવારના સૌથી વૃદ્ધ સભ્ય દાદીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. બીજા દિવસે એટલે કે 1 જુલાઈ 2018ના રોજ, તેમના મૃત્યુ પછી વહેલી સવારે તેમના મૃતદેહ ઘરમાંથી મળી આવ્યા હતા.


નોટ-આત્મહત્યા કોઇ પણ સમસ્યાનો હલ નથી. આત્મહત્યા કરવી એ ગુનો છે. તમને કોઇ પણ વાત મુંઝવતી હોય તો તેનુ નિરાકરણ લાવો. આત્મહત્યા કરવી કે આત્મહત્યાની દુપ્રેરણા આપવી એ મોટો અપરાધ છે.