Gujarat News: જંબુસરમાં લઘુમતી અંગેના દાખલાને લઇ નવો વિવાદ

લઘુમતીના દાખલા માટે મૌલવીનું સર્ટિફિકેટ માગતા વિવાદતલાટીએ મૌલવીનું સર્ટિફિકેટ માગતા વિવાદ ઉભો થયોસરકારના પરિપત્ર વિરુદ્ધ સર્ટિફિકેટ માગતા લોકોમાં રોષજંબુસરમાં લઘુમતી અંગેના દાખલાને લઇ નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં લઘુમતીના દાખલા માટે મૌલવીનું સર્ટિફિકેટ માગતા વિવાદ થયો છે. તલાટીએ મૌલવીનું સર્ટિફિકેટ માગતા વિવાદ ઉભો થયો છે. સરકારના પરિપત્ર વિરુદ્ધ સર્ટિફિકેટ માગતા લોકોમાં રોષ ફેલાયો છે. ભળતા નામોને લઇ મૌલવીનું સર્ટિફિકેટ માંગ્યાનો દાવો કરાયો છે. જંબુસરના વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા હાલ ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે અને આગળ અભ્યાસ અર્થે ધાર્મિક લઘુમતી અંગેના પ્રમાણપત્રોની લઘુમતી વિદ્યાર્થીઓને જરૂર હોય છે. જેમાં જંબુસર તાલુકામાં લઘુમતી વિદ્યાર્થીઓ જ્યારે તલાટી પાસે પ્રમાણપત્ર મેળવવા માટે ફોર્મ લઈને ગયા તો તલાટીએ કહ્યું કે તમે મુસ્લિમ છો એ બાબતે કોઈ મોલવીનું પ્રમાણપત્ર લઈને આવો અને વિવાદ શરૂ થયો છે. કાવી ગામના એક યુવાને ટીડીઓ સાથે ટેલિફોનિક વાત કરી તો ટીડીઓએ કહ્યું એક સક્ષમ અધિકારી તરીકે અમે કંઈ પણ માંગી શકીએ છીએ જોકે ટીડીઓની આ વાત સરકારના પરિપત્રના વિરોધમાં હતી. 45 ડિગ્રી ગરમીમાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પ્રમાણપત્ર માટે રઝડવું પડ્યું છે. સરકારી ધારાધોરણ મુજબ મૌલવીનું સર્ટિફિકેટ માન્ય નથી છતાં પણ ટીડીઓએ આ બાબતે માંગણી કરતા જંબુસરના વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.સરકારના પરિપત્રના વિરોધમાં આવા દાખલા મંગાવવાનો ટીડીઓને કોઈ પણ અધિકાર નથીજાગૃત યુવાને ટીડીઓ સાથેની વાતચીતનું રેકોર્ડિંગ સંદેશ ન્યૂઝને આપ્યુ હતુ અને ત્યારબાદ સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું તો એમાં ટીડીઓની માંગણી ગેર વ્યાજબી જણાઈ એ બાબતે સંદેશ ન્યૂઝે ટીડીઓ સાથે વાત કરી તો ટીડીઓએ જણાવ્યું કે જંબુસર તાલુકામાં કેટલાક મુસ્લિમો એવા પણ છે જેમના નામ હિન્દુઓના નામ સાથે મેળ ખાય છે. એટલા માટે મેં આ દાખલા મંગાવ્યા છે. કારણ જે પણ હોય પરંતુ સરકારના પરિપત્રના વિરોધમાં આવા દાખલા મંગાવવાનો ટીડીઓને કોઈ પણ અધિકાર નથી. હવે પછી અમે શાળાના સર્ટિફિકેટ મંગાવીશું: ટીડીઓ ટીડીઓએ સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા એ વાત કબૂલી કે હવે પછી અમે શાળાના સર્ટિફિકેટ મંગાવીશું નહીં કે મૌલવીઓના પરંતુ અત્યાર સુધી જે સર્ટિફિકેટ તો મંગાવ્યા એ કાયદાની વિરુદ્ધમાં હતા. જો કોઈ મૌલવી અલગ ધર્મના વ્યક્તિને પ્રમાણપત્ર આપી દે તો ટીડીઓ શું એ વ્યક્તિને ધાર્મિક લઘુમતીનો દાખલો આપી દેશે..? એ સવાલ સ્થાનિક જનતા કરી રહી છે

Gujarat News: જંબુસરમાં લઘુમતી અંગેના દાખલાને લઇ નવો વિવાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લઘુમતીના દાખલા માટે મૌલવીનું સર્ટિફિકેટ માગતા વિવાદ
  • તલાટીએ મૌલવીનું સર્ટિફિકેટ માગતા વિવાદ ઉભો થયો
  • સરકારના પરિપત્ર વિરુદ્ધ સર્ટિફિકેટ માગતા લોકોમાં રોષ
જંબુસરમાં લઘુમતી અંગેના દાખલાને લઇ નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં લઘુમતીના દાખલા માટે મૌલવીનું સર્ટિફિકેટ માગતા વિવાદ થયો છે. તલાટીએ મૌલવીનું સર્ટિફિકેટ માગતા વિવાદ ઉભો થયો છે. સરકારના પરિપત્ર વિરુદ્ધ સર્ટિફિકેટ માગતા લોકોમાં રોષ ફેલાયો છે. ભળતા નામોને લઇ મૌલવીનું સર્ટિફિકેટ માંગ્યાનો દાવો કરાયો છે.

જંબુસરના વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા
હાલ ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે અને આગળ અભ્યાસ અર્થે ધાર્મિક લઘુમતી અંગેના પ્રમાણપત્રોની લઘુમતી વિદ્યાર્થીઓને જરૂર હોય છે. જેમાં જંબુસર તાલુકામાં લઘુમતી વિદ્યાર્થીઓ જ્યારે તલાટી પાસે પ્રમાણપત્ર મેળવવા માટે ફોર્મ લઈને ગયા તો તલાટીએ કહ્યું કે તમે મુસ્લિમ છો એ બાબતે કોઈ મોલવીનું પ્રમાણપત્ર લઈને આવો અને વિવાદ શરૂ થયો છે. કાવી ગામના એક યુવાને ટીડીઓ સાથે ટેલિફોનિક વાત કરી તો ટીડીઓએ કહ્યું એક સક્ષમ અધિકારી તરીકે અમે કંઈ પણ માંગી શકીએ છીએ જોકે ટીડીઓની આ વાત સરકારના પરિપત્રના વિરોધમાં હતી. 45 ડિગ્રી ગરમીમાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પ્રમાણપત્ર માટે રઝડવું પડ્યું છે. સરકારી ધારાધોરણ મુજબ મૌલવીનું સર્ટિફિકેટ માન્ય નથી છતાં પણ ટીડીઓએ આ બાબતે માંગણી કરતા જંબુસરના વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

સરકારના પરિપત્રના વિરોધમાં આવા દાખલા મંગાવવાનો ટીડીઓને કોઈ પણ અધિકાર નથી
જાગૃત યુવાને ટીડીઓ સાથેની વાતચીતનું રેકોર્ડિંગ સંદેશ ન્યૂઝને આપ્યુ હતુ અને ત્યારબાદ સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું તો એમાં ટીડીઓની માંગણી ગેર વ્યાજબી જણાઈ એ બાબતે સંદેશ ન્યૂઝે ટીડીઓ સાથે વાત કરી તો ટીડીઓએ જણાવ્યું કે જંબુસર તાલુકામાં કેટલાક મુસ્લિમો એવા પણ છે જેમના નામ હિન્દુઓના નામ સાથે મેળ ખાય છે. એટલા માટે મેં આ દાખલા મંગાવ્યા છે. કારણ જે પણ હોય પરંતુ સરકારના પરિપત્રના વિરોધમાં આવા દાખલા મંગાવવાનો ટીડીઓને કોઈ પણ અધિકાર નથી.

હવે પછી અમે શાળાના સર્ટિફિકેટ મંગાવીશું: ટીડીઓ
ટીડીઓએ સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા એ વાત કબૂલી કે હવે પછી અમે શાળાના સર્ટિફિકેટ મંગાવીશું નહીં કે મૌલવીઓના પરંતુ અત્યાર સુધી જે સર્ટિફિકેટ તો મંગાવ્યા એ કાયદાની વિરુદ્ધમાં હતા. જો કોઈ મૌલવી અલગ ધર્મના વ્યક્તિને પ્રમાણપત્ર આપી દે તો ટીડીઓ શું એ વ્યક્તિને ધાર્મિક લઘુમતીનો દાખલો આપી દેશે..? એ સવાલ સ્થાનિક જનતા કરી રહી છે