Surendranagar News : સાયલા-ચોટીલા હાઈવે પર કાર ખાઈમાં પટકાતા બે ના મોત

સાયલા-ચોટીલા હાઈવે પર સર્જાયો અકસ્માત કારચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ખાઈમાં પટકાઈ કારમાં સવાર 5 માંથી 2 યુવકના મોત સુરેન્દ્રનગરમાં સાયલા-ચોટીલા હાઈવે પર કાર ખાઈમાં પટકાતા બે વ્યકિતના મોત થયા હતા.કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી.મહારાષ્ટ્રનો પરિવાર હતો જે કચ્છમાંથી લગ્ન પ્રસંગ પતાવીને પરત ફરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી.એક જ પરિવારના બે લોકોના મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો હતો.તો બીજી તરફ મહીલા,પુત્ર,દીકરી ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે.આ રોડ પર એક માસ દરમિયાન અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. પોલીસે હાથધરી તપાસ સમગ્ર અકસ્માતને લઈ ટ્રાફિક પોલીસે તપાસ હાથધરી છે,મૃતકોનો મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયા છે,બીજી તરફ પરિવારના નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથધરી છે. ગત મહીને આજ જગ્યા પર બે લોકોના મોત થયા સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર રસ્તા પર મૃત પશુ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર કાકા ભત્રીજાના મોત થયા હતા. જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા,ઘટનામાં સવજીભાઈ કોશિયા અને કલ્પેશ કોશિયાના મોત થયા છે. મૃતકના પરિવારજનોને જાણ થતા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. બે જણાના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા. જૂનાગઢમાં કારે પલટી મારતા એકનું મોત જૂનાગઢમાં ચોબારી રેલવે ફાટક પાસે ડિવાઇડર સાથે કાર અથડાયા બાદ પલ્ટી ખાઈ જતા શિક્ષકનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર શહેરમાં વિસ્તારમાં આવેલ મારુતિ નગરમાં રહેતા અને જુનાગઢ કન્યાશાળામાં શિક્ષકની નોકરી કરતા નરેશભાઈ ભગવાનભાઈ વાજા ઉ. વ. 45 મોડી રાત્રે પોતાની જીજે-11-બીએચ-0884 નંબરની કાર ચોબારી રોડ પર જતા હતા ત્યારે ચોબારી રેલવે ફાટક પાસે કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી ગઇ હતી.  

Surendranagar News : સાયલા-ચોટીલા હાઈવે પર કાર ખાઈમાં પટકાતા બે ના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાયલા-ચોટીલા હાઈવે પર સર્જાયો અકસ્માત
  • કારચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ખાઈમાં પટકાઈ
  • કારમાં સવાર 5 માંથી 2 યુવકના મોત

સુરેન્દ્રનગરમાં સાયલા-ચોટીલા હાઈવે પર કાર ખાઈમાં પટકાતા બે વ્યકિતના મોત થયા હતા.કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી.મહારાષ્ટ્રનો પરિવાર હતો જે કચ્છમાંથી લગ્ન પ્રસંગ પતાવીને પરત ફરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી.એક જ પરિવારના બે લોકોના મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો હતો.તો બીજી તરફ મહીલા,પુત્ર,દીકરી ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે.આ રોડ પર એક માસ દરમિયાન અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે.

પોલીસે હાથધરી તપાસ

સમગ્ર અકસ્માતને લઈ ટ્રાફિક પોલીસે તપાસ હાથધરી છે,મૃતકોનો મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયા છે,બીજી તરફ પરિવારના નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથધરી છે.

ગત મહીને આજ જગ્યા પર બે લોકોના મોત થયા

સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર રસ્તા પર મૃત પશુ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર કાકા ભત્રીજાના મોત થયા હતા. જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા,ઘટનામાં સવજીભાઈ કોશિયા અને કલ્પેશ કોશિયાના મોત થયા છે. મૃતકના પરિવારજનોને જાણ થતા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. બે જણાના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા.

જૂનાગઢમાં કારે પલટી મારતા એકનું મોત

જૂનાગઢમાં ચોબારી રેલવે ફાટક પાસે ડિવાઇડર સાથે કાર અથડાયા બાદ પલ્ટી ખાઈ જતા શિક્ષકનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર શહેરમાં વિસ્તારમાં આવેલ મારુતિ નગરમાં રહેતા અને જુનાગઢ કન્યાશાળામાં શિક્ષકની નોકરી કરતા નરેશભાઈ ભગવાનભાઈ વાજા ઉ. વ. 45 મોડી રાત્રે પોતાની જીજે-11-બીએચ-0884 નંબરની કાર ચોબારી રોડ પર જતા હતા ત્યારે ચોબારી રેલવે ફાટક પાસે કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી ગઇ હતી.