Rajkot સેન્ટ્રલ GST વિભાગમાં CBIનું છટકું, CGSTના ઇન્સ્પેકટર લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

નવીન ધનકર 2.5 લાખની લાંચ લેતા ઝડપાયાGST નંબર કેન્સલ કરી આપવા લાંચ માંગી હતીનવીન ધનકરના ઘરે પણ CBI દ્વારા સર્ચરાજકોટ સેન્ટ્રલ GST વિભાગમાં CBIએ છટકું ગોઠવ્યુ હતું, જેમાં CGSTના ઈન્સ્પેકટર લાંચ લેતા ઝડપાયા છે. નવીન ધનકર 2.5 લાખની લાંચ લેતા ઝડપાયા છે. GST નંબર કેન્સલ કરી આપવા લાંચ માંગી હતી, ત્યારે નવીન ધનકરના ઘરે પણ CBI દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે. રાજકોટ સેન્ટ્રલ GST વિભાગમાં CBIનું છટકું મળતી માહિતી મુજબ, રાજકોટ સેન્ટ્રલ GST વિભાગમાં CBIની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ સેન્ટ્રલ GST વિભાગમાં CBIએ છટકું ગોઠવ્યુ હતું, જેમાં CGSTના ઈન્સ્પેકટર લાંચ લેતા ઝડપાયા છે. પ્રાથમિક માહિતી મળી રહી છે કે, નવીન ધનકર 2.5 લાખની લાંચ લેતા ઝડપાયા છે. GST નંબર કેન્સલ કરી આપવા લાંચ માંગી હતી, ત્યારે નવીન ધનકરના ઘરે પણ CBI દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.રાજકોટ અગ્નિકાંડના આરોપી સામે કાર્યવાહીરાજકોટ અગ્નિકાંડના આરોપી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના TPO મનસુખ સાગઠિયાની સંપત્તિની વધુ તપાસ માટે ગુજરાત ACB દ્વારા SITની રચના કરવામાં આવી છે. ACBના એડિશનલ ડાયરેકટરના નેતૃત્વમાં SITમાં બે આસિસ્ટન્ટ ડાયરેકટર અને બે પી આઈ અને લીગલ એડવાઈઝરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ACB દ્વારા SITની કરાઈ રચનાતમને જણાવી દઈએ કે રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા હાલ રાજકોટ જેલમાં છે. મનસુખ સાગઠિયાની આવક કરતા વધુ સંપત્તિના કેસ અને મળી આવેલી કરોડોની સંપત્તિ અંગે SIT તપાસ કરશે અને રિપોર્ટ બનાવશે. જેલમાં મનસુખ સાગઠિયાને થયો કડવો અનુભવ જેલમાં મનસુખ સાગઠિયાને કડવો અનુભવ થયો હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે. જેલમાં માથાભારે શખ્સે પૂર્વ TPO સાગઠિયાને બાથરૂમ પાસે દબોચ્યો હતો અને રૂપિયા 4 લાખની માગણી કરી હતી.

Rajkot સેન્ટ્રલ GST વિભાગમાં CBIનું છટકું, CGSTના ઇન્સ્પેકટર લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવીન ધનકર 2.5 લાખની લાંચ લેતા ઝડપાયા
  • GST નંબર કેન્સલ કરી આપવા લાંચ માંગી હતી
  • નવીન ધનકરના ઘરે પણ CBI દ્વારા સર્ચ

રાજકોટ સેન્ટ્રલ GST વિભાગમાં CBIએ છટકું ગોઠવ્યુ હતું, જેમાં CGSTના ઈન્સ્પેકટર લાંચ લેતા ઝડપાયા છે. નવીન ધનકર 2.5 લાખની લાંચ લેતા ઝડપાયા છે. GST નંબર કેન્સલ કરી આપવા લાંચ માંગી હતી, ત્યારે નવીન ધનકરના ઘરે પણ CBI દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે. 

રાજકોટ સેન્ટ્રલ GST વિભાગમાં CBIનું છટકું 

મળતી માહિતી મુજબ, રાજકોટ સેન્ટ્રલ GST વિભાગમાં CBIની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ સેન્ટ્રલ GST વિભાગમાં CBIએ છટકું ગોઠવ્યુ હતું, જેમાં CGSTના ઈન્સ્પેકટર લાંચ લેતા ઝડપાયા છે. પ્રાથમિક માહિતી મળી રહી છે કે, નવીન ધનકર 2.5 લાખની લાંચ લેતા ઝડપાયા છે. GST નંબર કેન્સલ કરી આપવા લાંચ માંગી હતી, ત્યારે નવીન ધનકરના ઘરે પણ CBI દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

રાજકોટ અગ્નિકાંડના આરોપી સામે કાર્યવાહી

રાજકોટ અગ્નિકાંડના આરોપી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના TPO મનસુખ સાગઠિયાની સંપત્તિની વધુ તપાસ માટે ગુજરાત ACB દ્વારા SITની રચના કરવામાં આવી છે. ACBના એડિશનલ ડાયરેકટરના નેતૃત્વમાં SITમાં બે આસિસ્ટન્ટ ડાયરેકટર અને બે પી આઈ અને લીગલ એડવાઈઝરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ACB દ્વારા SITની કરાઈ રચના

તમને જણાવી દઈએ કે રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા હાલ રાજકોટ જેલમાં છે. મનસુખ સાગઠિયાની આવક કરતા વધુ સંપત્તિના કેસ અને મળી આવેલી કરોડોની સંપત્તિ અંગે SIT તપાસ કરશે અને રિપોર્ટ બનાવશે.

જેલમાં મનસુખ સાગઠિયાને થયો કડવો અનુભવ

જેલમાં મનસુખ સાગઠિયાને કડવો અનુભવ થયો હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે. જેલમાં માથાભારે શખ્સે પૂર્વ TPO સાગઠિયાને બાથરૂમ પાસે દબોચ્યો હતો અને રૂપિયા 4 લાખની માગણી કરી હતી.