Ahmedabad Rathyatra 2024: રથયાત્રાને લઈ ભકત દ્રારા ચોકલેટના 3 રથ અર્પણ કરાયા

5 વર્ષથી ચોકલેટનો રથ બનાવી કરે છે અર્પણ વાજતે ગાજતે ભગવાનને અર્પણ કર્યા ચોકલેટના રથ અમદાવાદના શિલ્પા ભટ્ટ દ્વારા અર્પણ કરાયા ચોકલેટના ત્રણ રથ અમદાવાદમાં છેલ્લા ઘણા વર્ષોથી શિલ્પા ભટ્ટ દ્રારા ચોકલેટનો રથ ભગવાન જગન્નાથજીને અર્પણ કરવામાં આવે છે,આ વખતે 3 ચોલકેટના રથ આ ભકત દ્રારા મંદિરને અર્પણ કરાયા છે.આ વર્ષે ત્રણ ચોકલેટના રથ ડાર્ક મિલ્ક અને વાઈટ ચોકલેટથી બનાવ્યાં છે.વાજતે ગાજતે ભક્તોએ ભગવાનને અર્પણ કર્યા ચોકલેટના રથ. છેલ્લા 4 વર્ષથી ચોલકેટનો રથ બનાવે છે રથયાત્રા નિમિત્તે છેલ્લા ચાર વર્ષથી ચોકલેટના નવા રથ અમદાવાદની મહિલા દ્વારા બનાવવામાં આવે છે. આ રથ બનાવીને જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી ને અર્પણ કરવામાં આવે છે.આ ચોકલેટનો રથ બનાવવા પાછળ 10 કિલો મિલ્ક ચોકલેટનો ઉપયોગ કર્યો છે. મહત્વનુ છે કે આ રથ બે દિવસમાં તૈયાર કરાયો છે.રથ બનાવનાર મહિલાએ જણાવ્યુ કે આ વખતે ગરમી થોડી વધારે હતી જેથી આ ચોકલેટ રથ બનાવવા થોડી તકલીફ પડી હતી. પરંતુ ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી આ કઠિન કામ પૂર્ણ થયું છે. સરસપુરમાં રસોડાની તૈયારીઓ ધમધમાટમાં સરસપુરમાં રણછોડરાય મંદિરની ડાબી બાજુએ લુહાર શેરી છે. આ પોળમાં રસોડાનું આ 47મું વર્ષ છે, જેમાં 1500 કિલો ચોખ્ખા ઘીનો મોહનથાળ, 1 હજાર કિલો બટાકાનું શાક, 1 હજાર કિલો પૂરી બની રહ્યાં છે. અંદાજે 25 હજારથી વધુ લોકો જમશે તેમ લુહાર શેરી યુવક મંડળનો અંદાજ છે. રસોડાનો અંદાજિત ખર્ચ 8થી 10 લાખ છે. રથયાત્રા રૂટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો રથયાત્રાનો 22 કિમીનો રૂટ છે. આ સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે શહેર પોલીસ કમિશનર દ્વારા સમગ્ર રૂટ પર ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું. રિહર્સલમાં અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, QRT, CRPF સહિતના તમામ જવાનો હાજર રહ્યા હતા. કેટલીક જગ્યાએ પોલીસ કમિશનર દ્વારા ચાલીને પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.  

Ahmedabad Rathyatra 2024: રથયાત્રાને લઈ ભકત દ્રારા ચોકલેટના 3 રથ અર્પણ કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 5 વર્ષથી ચોકલેટનો રથ બનાવી કરે છે અર્પણ
  • વાજતે ગાજતે ભગવાનને અર્પણ કર્યા ચોકલેટના રથ
  • અમદાવાદના શિલ્પા ભટ્ટ દ્વારા અર્પણ કરાયા ચોકલેટના ત્રણ રથ

અમદાવાદમાં છેલ્લા ઘણા વર્ષોથી શિલ્પા ભટ્ટ દ્રારા ચોકલેટનો રથ ભગવાન જગન્નાથજીને અર્પણ કરવામાં આવે છે,આ વખતે 3 ચોલકેટના રથ આ ભકત દ્રારા મંદિરને અર્પણ કરાયા છે.આ વર્ષે ત્રણ ચોકલેટના રથ ડાર્ક મિલ્ક અને વાઈટ ચોકલેટથી બનાવ્યાં છે.વાજતે ગાજતે ભક્તોએ ભગવાનને અર્પણ કર્યા ચોકલેટના રથ.

છેલ્લા 4 વર્ષથી ચોલકેટનો રથ બનાવે છે

રથયાત્રા નિમિત્તે છેલ્લા ચાર વર્ષથી ચોકલેટના નવા રથ અમદાવાદની મહિલા દ્વારા બનાવવામાં આવે છે. આ રથ બનાવીને જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી ને અર્પણ કરવામાં આવે છે.આ ચોકલેટનો રથ બનાવવા પાછળ 10 કિલો મિલ્ક ચોકલેટનો ઉપયોગ કર્યો છે. મહત્વનુ છે કે આ રથ બે દિવસમાં તૈયાર કરાયો છે.રથ બનાવનાર મહિલાએ જણાવ્યુ કે આ વખતે ગરમી થોડી વધારે હતી જેથી આ ચોકલેટ રથ બનાવવા થોડી તકલીફ પડી હતી. પરંતુ ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી આ કઠિન કામ પૂર્ણ થયું છે.


સરસપુરમાં રસોડાની તૈયારીઓ ધમધમાટમાં

સરસપુરમાં રણછોડરાય મંદિરની ડાબી બાજુએ લુહાર શેરી છે. આ પોળમાં રસોડાનું આ 47મું વર્ષ છે, જેમાં 1500 કિલો ચોખ્ખા ઘીનો મોહનથાળ, 1 હજાર કિલો બટાકાનું શાક, 1 હજાર કિલો પૂરી બની રહ્યાં છે. અંદાજે 25 હજારથી વધુ લોકો જમશે તેમ લુહાર શેરી યુવક મંડળનો અંદાજ છે. રસોડાનો અંદાજિત ખર્ચ 8થી 10 લાખ છે.


રથયાત્રા રૂટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો

રથયાત્રાનો 22 કિમીનો રૂટ છે. આ સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે શહેર પોલીસ કમિશનર દ્વારા સમગ્ર રૂટ પર ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું. રિહર્સલમાં અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, QRT, CRPF સહિતના તમામ જવાનો હાજર રહ્યા હતા. કેટલીક જગ્યાએ પોલીસ કમિશનર દ્વારા ચાલીને પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.