'હાથ જોડીએ, જાઓ અહીંથી...' વડોદરામાં લોકોમાં રોષ જોઈને ભાજપના નેતાઓએ ચાલતી પકડી
Vadodara People Angry With BJP MLA : રાજ્યમાં ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન પૂરની સ્થિતિ પછી ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ આવતા સ્થાનિક લોકોએ ધારાસભ્યને બે હાથ જોડી જવાનું કહીને આક્રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ કહ્યું હતું કે, 'પાણી ઉતરી ગયા પછી અહીં આવવાની જરૂર નથી, જય શ્રીરામ તમે અહીંથી જાવ...' બીજી તરફ, લોકોનો આક્રોષ જોતા ધારાસભ્યને ત્યાંથી ભાગવાનો વારો આવ્યો હતો.આ પણ વાંચો : દ્વારકામાં ગોમતીઘાટ ડૂબ્યો, હેલિકોપ્ટરથી અપાયા ફૂડ પેકેટ: મેઘતાંડવ બાદ ગુજરાતમાં તારાજીના દ્રશ્યોસ્થાનિકો ધારાસભ્ય પર ભડક્યાવડોદરામાં ભારે વરસાદને લઈને પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. આ દરમિયાન બાલકૃષ્ણ, ભાજપના પ્રમુખ ડો. વિજય શાહ સહિતના નેતા સમા વિસ્તારના અજિતાનગરમાં પહોંચતા સ્થાનિક લોકોએ ધારાસભ્યની કોઈ વાત ન સાંભળીને ગુસ્સે થઈને કહ્યું કે, 'હવે પાણી ઉતરી ગયા છે, અમારે તમારો કોઈની મદદ કે કાંઈ વસ્તુની જરૂર નથી.' લોકોને ચાલતી પકડવાની કહેતા ધારાસભ્ય સહિતના નેતાઓ ત્યાંથી નીકળી ગયા હતા. વેમાલીના એક પાર્ટી પ્લોટમાં બે યુવાનોના મોતગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે વડોદરામાં પૂર આવતા તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન વેમાલીમાં આવેલ આદીત્યા પાર્ટી પ્લોટના બેઝમેન્ટમાં પૂરના પાણી ઘસી આવતા પાણી કાઢતા બે યુવાનોના મોત થયા હતા. તેવામાં ઘટના સ્થળે પર પોલીસ પહોંચીને બંને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં છે. આ પણ વાંચો : ગુજરાતમાં મેઘકહેર વચ્ચે હવામાન વિભાગે કરી ફરી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં કઈ તારીખે પડશે વરસાદવરસાદના કારણે 35 લોકોના મોતગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સાથે પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. અતિભારે વરસાદને લઈને અનેક લોકો પ્રભાવિત થયા છે, જ્યારે કેટલાક લોકો મોતને ભેટ્યાં છે. આ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ વચ્ચે કેટલાય અંતરિયાળ ગામડાઓ સંપર્ક વિહોણા છે. બીજી તરફ, NDRF અને સ્થાનિક તંત્ર પણ રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યાં છે, ત્યારે વરસાદના કારણે 35 લોકોના મોત નીપજ્યાં છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara People Angry With BJP MLA : રાજ્યમાં ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન પૂરની સ્થિતિ પછી ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ આવતા સ્થાનિક લોકોએ ધારાસભ્યને બે હાથ જોડી જવાનું કહીને આક્રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ કહ્યું હતું કે, 'પાણી ઉતરી ગયા પછી અહીં આવવાની જરૂર નથી, જય શ્રીરામ તમે અહીંથી જાવ...' બીજી તરફ, લોકોનો આક્રોષ જોતા ધારાસભ્યને ત્યાંથી ભાગવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો : દ્વારકામાં ગોમતીઘાટ ડૂબ્યો, હેલિકોપ્ટરથી અપાયા ફૂડ પેકેટ: મેઘતાંડવ બાદ ગુજરાતમાં તારાજીના દ્રશ્યો
સ્થાનિકો ધારાસભ્ય પર ભડક્યા
વડોદરામાં ભારે વરસાદને લઈને પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. આ દરમિયાન બાલકૃષ્ણ, ભાજપના પ્રમુખ ડો. વિજય શાહ સહિતના નેતા સમા વિસ્તારના અજિતાનગરમાં પહોંચતા સ્થાનિક લોકોએ ધારાસભ્યની કોઈ વાત ન સાંભળીને ગુસ્સે થઈને કહ્યું કે, 'હવે પાણી ઉતરી ગયા છે, અમારે તમારો કોઈની મદદ કે કાંઈ વસ્તુની જરૂર નથી.' લોકોને ચાલતી પકડવાની કહેતા ધારાસભ્ય સહિતના નેતાઓ ત્યાંથી નીકળી ગયા હતા.
વેમાલીના એક પાર્ટી પ્લોટમાં બે યુવાનોના મોત
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે વડોદરામાં પૂર આવતા તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન વેમાલીમાં આવેલ આદીત્યા પાર્ટી પ્લોટના બેઝમેન્ટમાં પૂરના પાણી ઘસી આવતા પાણી કાઢતા બે યુવાનોના મોત થયા હતા. તેવામાં ઘટના સ્થળે પર પોલીસ પહોંચીને બંને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં છે.
આ પણ વાંચો : ગુજરાતમાં મેઘકહેર વચ્ચે હવામાન વિભાગે કરી ફરી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં કઈ તારીખે પડશે વરસાદ
વરસાદના કારણે 35 લોકોના મોત
ગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સાથે પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. અતિભારે વરસાદને લઈને અનેક લોકો પ્રભાવિત થયા છે, જ્યારે કેટલાક લોકો મોતને ભેટ્યાં છે. આ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ વચ્ચે કેટલાય અંતરિયાળ ગામડાઓ સંપર્ક વિહોણા છે. બીજી તરફ, NDRF અને સ્થાનિક તંત્ર પણ રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યાં છે, ત્યારે વરસાદના કારણે 35 લોકોના મોત નીપજ્યાં છે.