Ambaji: આસ્થા અને ભક્તિથી ભરપૂર અંબાજી, ગબ્બર પર્વત ખાતે ભક્તોનો જમાવડો
અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠમાંથી આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરથી 3 કીમી દૂર મા અંબાનુ મૂળ સ્થાનક ગબ્બર પર્વત આવેલ છે. ભક્તો નવરાત્રિ પર્વમાં દેવી દર્શને જતા હોય છે. અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ ભક્તો ગબ્બર પર્વત પર દર્શન કરવા જાય છે. અહીં બારેમાસ ભક્તોનો ધસારો જોવા મળે છે. નવરાત્રિ પર્વમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે. અહી ચાલતા જવાના 999 પગથિયા છે, જયારે ઉતરવાના 765 પગથિયા છે. આમ ચાલતા જવાના માર્ગ થી ઉતરવાના રસ્તા સુઘી ભકતો આખા ગબ્બર પર્વતની પ્રદક્ષિણા કરી શકે છે. ભક્તો પગથિયા ચઢીને માનતા કરે છે પુરી 52 શક્તિપીઠમાં સૌથી મોટું અને વિશેષ મહત્વ ધરાવતું અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું આ શક્તિપીઠ ભક્તો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. ભક્તો દૂર દૂરથી નવરાત્રિ પર્વમાં શક્તિપીઠના દર્શન કરવા માટે આવતા હોય છે. અહીં મા અંબાનું હૃદય પડેલું હોવાથી આ જગ્યા ઉપર હજારો વર્ષોથી અખંડ જ્યોત પ્રજવલિત રહે છે. ભક્તો અહીં રાત્રે કે દિવસે ગમે ત્યારે પગથિયાં ચઢીને મા અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા માટે આવે છે. 24 કલાક રહે છે ખુલ્લુગબ્બર રોપવે બંદ થયા બાદ પણ ભક્તો રાત્રિના સમયે ચાલતા મા ની આરાધના અને ભક્તિ કરવા ગબ્બર પર્વત ઉપર આવે છે. દર ચૌદસના દિવસે રાત્રિના 12 વાગે અહીં મહાઆરતી થાય છે. જેમાં દેશભરમાંથી આવેલાં ભક્તો જોડાય છે. સમગ્ર વિશ્વમાં આ ગબ્બર શક્તિપીઠ નું જ એવું મંદિર છે, જે ભક્તો માટે 24 કલાક અને બારેમાસ ખુલ્લુ રહે છે. ભાદરવી મહા મેળામાં ભક્તો ગબ્બર ખાતે 24 કલાક સળંગ સાત દિવસ સુધી માતાજીના અખંડ જ્યોત ના દર્શન કરવા આવ્યા હતા અને હાલમાં નવરાત્રી પર્વમાં પણ ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે. ગબ્બર શકિતપીઠનો દર્શન સમય નથી, એટલે જ ગબ્બર પર્વત 24 કલાક ખુલ્લુ રહે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠમાંથી આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરથી 3 કીમી દૂર મા અંબાનુ મૂળ સ્થાનક ગબ્બર પર્વત આવેલ છે. ભક્તો નવરાત્રિ પર્વમાં દેવી દર્શને જતા હોય છે. અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ ભક્તો ગબ્બર પર્વત પર દર્શન કરવા જાય છે. અહીં બારેમાસ ભક્તોનો ધસારો જોવા મળે છે. નવરાત્રિ પર્વમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે. અહી ચાલતા જવાના 999 પગથિયા છે, જયારે ઉતરવાના 765 પગથિયા છે. આમ ચાલતા જવાના માર્ગ થી ઉતરવાના રસ્તા સુઘી ભકતો આખા ગબ્બર પર્વતની પ્રદક્ષિણા કરી શકે છે.
ભક્તો પગથિયા ચઢીને માનતા કરે છે પુરી
52 શક્તિપીઠમાં સૌથી મોટું અને વિશેષ મહત્વ ધરાવતું અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું આ શક્તિપીઠ ભક્તો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. ભક્તો દૂર દૂરથી નવરાત્રિ પર્વમાં શક્તિપીઠના દર્શન કરવા માટે આવતા હોય છે. અહીં મા અંબાનું હૃદય પડેલું હોવાથી આ જગ્યા ઉપર હજારો વર્ષોથી અખંડ જ્યોત પ્રજવલિત રહે છે. ભક્તો અહીં રાત્રે કે દિવસે ગમે ત્યારે પગથિયાં ચઢીને મા અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા માટે આવે છે.
24 કલાક રહે છે ખુલ્લુ
ગબ્બર રોપવે બંદ થયા બાદ પણ ભક્તો રાત્રિના સમયે ચાલતા મા ની આરાધના અને ભક્તિ કરવા ગબ્બર પર્વત ઉપર આવે છે. દર ચૌદસના દિવસે રાત્રિના 12 વાગે અહીં મહાઆરતી થાય છે. જેમાં દેશભરમાંથી આવેલાં ભક્તો જોડાય છે. સમગ્ર વિશ્વમાં આ ગબ્બર શક્તિપીઠ નું જ એવું મંદિર છે, જે ભક્તો માટે 24 કલાક અને બારેમાસ ખુલ્લુ રહે છે. ભાદરવી મહા મેળામાં ભક્તો ગબ્બર ખાતે 24 કલાક સળંગ સાત દિવસ સુધી માતાજીના અખંડ જ્યોત ના દર્શન કરવા આવ્યા હતા અને હાલમાં નવરાત્રી પર્વમાં પણ ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે. ગબ્બર શકિતપીઠનો દર્શન સમય નથી, એટલે જ ગબ્બર પર્વત 24 કલાક ખુલ્લુ રહે છે.