Gadhada: માર્કેટિંગ યાર્ડમાં નવી સિઝનનો પ્રારંભ, પ્રથમ દિવસે 3,500 મણ કપાસની આવક

ગઢડા (સ્વામીના) માર્કેટ યાર્ડની નવી સિઝનનો પ્રારંભ તા.17/ 9/ 2024 ના રોજ કરવામાં આવ્યો હતો. સમિતિના યુવા ચેરમેન સુભાષભાઈ કિરીટભાઈ હુંબલ, સંસ્થાના સેક્રેટરી બીપીનભાઈ ચાવડા તથા બોર્ડના ડાયરેક્ટરોની હાજરીમાં કપાસની હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે કપાસની 3,500 મણ આવક નોંધાયેલ હતી. આ દરમિયાન મુહૂર્તના પ્રથમ દિવસે ઉંચામાં પ્રતિમણ 2501 રૂપિયાનો ભાવ બોલી શરૂઆત કરવામાં આવી હતી. જેને લઈને ખેડૂતોએ આનંદની લાગણી સાથે ચાલુ વર્ષે કપાસના ખૂબ જ સારા ભાવો રહે એવી શુભ ભાવના વ્યક્ત કરી હતી. આ હરાજીમાં તાલુકાના ખેડૂતો, વેપારીઓ તથા સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખંભાળિયા માર્કેટીંગ યાર્ડના પ્રમુખપદની પ્રથમ ટર્મની મુદત પુર્ણ ખંભાળિયા માર્કેટીંગ યાર્ડના પ્રમુખપદની પ્રથમ ટર્મની મુદત આજરોજ પુર્ણ થયેલ થતા અહીંના નાયબ નિયામક અને જિલ્લા રજીસ્ટ્રારના અધ્યક્ષસ્થાને પ્રમુખ પદની બીજી ટર્મની ચૂંટણી માટે ખાસ બેઠક અહીંના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજવામાં આવી હતી. જેમાં માર્કેટીંગ યાર્ડના પૂર્વ પ્રમુખ પી.એસ. જાડેજાના ધર્મપત્ની અને યાર્ડના વર્તમાન પ્રમુખ ચંદુબા પ્રતાપસિંહ જાડેજાની પુનઃ બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે વરસો અગાઉ ખૂબ જ ખખડધજ અને દેવાના ડુંગર તળે ડૂબેલા અહીંના માર્કેટીંગ યાર્ડમાં પી.એસ. જાડેજા અને તેમના સાથી સભ્યોએ વર્ષ 2008માં પ્રથમ વખત માર્કેટીંગ યાર્ડમાં ચૂંટાઈને સત્તા સંભાળ્યા બાદ તેઓએ સાથે મળીને માર્કેટીંગ યાર્ડને દાખલારૂપ વહીવટી કાબેલિયત વડે અકલ્પનિય રીતે વિકાસના સર્વોચ્ચ શિખરે પહોંચાડ્યું છે. હાલમાં માર્કેટિંગ યાર્ડમાં ચંદુબા પી. જાડેજા પ્રમુખપદે છે. પરંતુ યાર્ડના સર્વાંગી વિકાસના ખરા યશભાગી પી.એસ. જાડેજા અને તેમની ટીમના સર્વે સાથી ડાયરેક્ટરો છે. કારણ કે તેઓ બધા અલગ અલગ ક્ષેત્રોમાં કુશળ વહીવટી નેતૃત્વ કરે છે અને માર્કેટિંગ યાર્ડના વિકાસ માટે સકારાત્મક રીતે દોરવણી કરે છે.

Gadhada: માર્કેટિંગ યાર્ડમાં નવી સિઝનનો પ્રારંભ, પ્રથમ દિવસે 3,500 મણ કપાસની આવક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગઢડા (સ્વામીના) માર્કેટ યાર્ડની નવી સિઝનનો પ્રારંભ તા.17/ 9/ 2024 ના રોજ કરવામાં આવ્યો હતો. સમિતિના યુવા ચેરમેન સુભાષભાઈ કિરીટભાઈ હુંબલ, સંસ્થાના સેક્રેટરી બીપીનભાઈ ચાવડા તથા બોર્ડના ડાયરેક્ટરોની હાજરીમાં કપાસની હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પ્રથમ દિવસે કપાસની 3,500 મણ આવક નોંધાયેલ હતી. આ દરમિયાન મુહૂર્તના પ્રથમ દિવસે ઉંચામાં પ્રતિમણ 2501 રૂપિયાનો ભાવ બોલી શરૂઆત કરવામાં આવી હતી. જેને લઈને ખેડૂતોએ આનંદની લાગણી સાથે ચાલુ વર્ષે કપાસના ખૂબ જ સારા ભાવો રહે એવી શુભ ભાવના વ્યક્ત કરી હતી. આ હરાજીમાં તાલુકાના ખેડૂતો, વેપારીઓ તથા સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ખંભાળિયા માર્કેટીંગ યાર્ડના પ્રમુખપદની પ્રથમ ટર્મની મુદત પુર્ણ

ખંભાળિયા માર્કેટીંગ યાર્ડના પ્રમુખપદની પ્રથમ ટર્મની મુદત આજરોજ પુર્ણ થયેલ થતા અહીંના નાયબ નિયામક અને જિલ્લા રજીસ્ટ્રારના અધ્યક્ષસ્થાને પ્રમુખ પદની બીજી ટર્મની ચૂંટણી માટે ખાસ બેઠક અહીંના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજવામાં આવી હતી. જેમાં માર્કેટીંગ યાર્ડના પૂર્વ પ્રમુખ પી.એસ. જાડેજાના ધર્મપત્ની અને યાર્ડના વર્તમાન પ્રમુખ ચંદુબા પ્રતાપસિંહ જાડેજાની પુનઃ બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

આ વચ્ચે ઉલ્લેખનીય છે કે વરસો અગાઉ ખૂબ જ ખખડધજ અને દેવાના ડુંગર તળે ડૂબેલા અહીંના માર્કેટીંગ યાર્ડમાં પી.એસ. જાડેજા અને તેમના સાથી સભ્યોએ વર્ષ 2008માં પ્રથમ વખત માર્કેટીંગ યાર્ડમાં ચૂંટાઈને સત્તા સંભાળ્યા બાદ તેઓએ સાથે મળીને માર્કેટીંગ યાર્ડને દાખલારૂપ વહીવટી કાબેલિયત વડે અકલ્પનિય રીતે વિકાસના સર્વોચ્ચ શિખરે પહોંચાડ્યું છે. હાલમાં માર્કેટિંગ યાર્ડમાં ચંદુબા પી. જાડેજા પ્રમુખપદે છે. પરંતુ યાર્ડના સર્વાંગી વિકાસના ખરા યશભાગી પી.એસ. જાડેજા અને તેમની ટીમના સર્વે સાથી ડાયરેક્ટરો છે. કારણ કે તેઓ બધા અલગ અલગ ક્ષેત્રોમાં કુશળ વહીવટી નેતૃત્વ કરે છે અને માર્કેટિંગ યાર્ડના વિકાસ માટે સકારાત્મક રીતે દોરવણી કરે છે.