Ahmedabad: AMCમાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ રિપીટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા તરીકે દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણને રિપીટ કરાયા છે. અમદાવાદનાં કોંગ્રેસના કોર્પોરેટરોના હરીફ જૂથ દ્વારા વિપક્ષના નેતા બદલવાની રજૂઆત બાદ આજે મંગળવારે નવા વિપક્ષના નેતાની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે પસંદગી પ્રક્રિયામાં હરીફ જૂથ સાથે સંકળાયેલા ત્રણ કોર્પોરેટરો શહેઝાદખાન પઠાણના સમર્થનમાં આવ્યા હતા. ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઈકબાલ શેખ, ઝુલ્ફીખાન પઠાણ અને બેહરામપુરા બોર્ડના કોર્પોરેટર તસ્લીમ આલમ તિરમીજી વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન તરફી વોટ આપ્યો હતો. 18 જેટલા કોર્પોરેટરો હાજર રહ્યા હતા. તેમાં સર્વ સંમતિથી વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાનને સમર્થન આપ્યું હતું.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા થયા અંગેની પસંદગી માટે આજે મંગળવારે બપોરે 2.30 વાગ્યે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના 23 જેટલા કોર્પોરેટરોને વિપક્ષના નેતાની પસંદગી માટે બોલાવવામાં આવ્યા હતા. જો કે, 23માંથી માત્ર 18 જેટલા જ કોર્પોરેટરો હાજર રહ્યા હતા. શહેજાદ ખાનના સમર્થનમાં 15 કોર્પોરેટરો હતા. જ્યારે હરીફ જૂથમાંથી ઈકબાલ શેખ, તસ્લીમ આલમ તિરમીજી અને ઝુલ્ફીખાન પઠાણ હાજર રહ્યા હતા. વિપક્ષના નેતા તરીકે અન્ય કોઈ નામની સંમતિ દર્શાવવામાં આવી નહોતી. 18 જેટલા કોર્પોરેટરો હાજર હતા. હરીફ જૂથના ત્રણેય કોર્પોરેટર સહિતના આધારે કોર્પોરેટરોએ વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાનનું નામ આગળ કરતાં હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ટર્મ પૂરી થાય ત્યાં સુધી વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન જ રહેશે. પઠાણના સમર્થનના તમામ 15 જેટલા કોર્પોરેટરો હાજર રહ્યાં હતા હરીફ જૂથના કોર્પોરેટરો રાજશ્રી કેસરી, કમળાબેન ચાવડા, નીરવ બક્ષી, માધુરી કલાપી, કામિની ઝા, ઈકબાલ શેખ, તસ્લીમ આલમ તિરમીજી અને ઝુલ્ફી ખાન પઠાણ હતા. પરંતુ નીરવ બક્ષી સહિત પાંચ કોર્પોરેટર હાજર રહ્યા નહોતા. જ્યારે શહેઝાદ ખાન પઠાણના સમર્થનના તમામ 15 જેટલા કોર્પોરેટરો હાજર રહ્યાં હતાં. આજે પસંદગી પ્રક્રિયામાં હરીફ જૂથના નીરવ બક્ષી સહિત પાંચ કોર્પોરેટરો હાજર ન રહેતા અનેક સવાલો ઊભા થયાં છે. 5 કોર્પોરેટરોએ ચૂંટણી પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર રાજશ્રી કેસર, નિરવ બક્ષી, કામીની ઝા, માધુરી કલાપી, કમળાબેન ચાવડા મતદાન માટે પહોંચ્યા નહીં. શેહઝાદ ખાન પઠાણની તરફેણમાં બહુમત સભ્યોએ મતદાન કરવામાં આવ્યું. AMC વિપક્ષના નેતા તરીકે શહેઝાદ પઠાણની જાહેરાત કરાવામાં આવી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા તરીકે દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણને રિપીટ કરાયા છે. અમદાવાદનાં કોંગ્રેસના કોર્પોરેટરોના હરીફ જૂથ દ્વારા વિપક્ષના નેતા બદલવાની રજૂઆત બાદ આજે મંગળવારે નવા વિપક્ષના નેતાની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે પસંદગી પ્રક્રિયામાં હરીફ જૂથ સાથે સંકળાયેલા ત્રણ કોર્પોરેટરો શહેઝાદખાન પઠાણના સમર્થનમાં આવ્યા હતા. ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઈકબાલ શેખ, ઝુલ્ફીખાન પઠાણ અને બેહરામપુરા બોર્ડના કોર્પોરેટર તસ્લીમ આલમ તિરમીજી વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન તરફી વોટ આપ્યો હતો. 18 જેટલા કોર્પોરેટરો હાજર રહ્યા હતા. તેમાં સર્વ સંમતિથી વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાનને સમર્થન આપ્યું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળી હતી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા થયા અંગેની પસંદગી માટે આજે મંગળવારે બપોરે 2.30 વાગ્યે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના 23 જેટલા કોર્પોરેટરોને વિપક્ષના નેતાની પસંદગી માટે બોલાવવામાં આવ્યા હતા. જો કે, 23માંથી માત્ર 18 જેટલા જ કોર્પોરેટરો હાજર રહ્યા હતા. શહેજાદ ખાનના સમર્થનમાં 15 કોર્પોરેટરો હતા. જ્યારે હરીફ જૂથમાંથી ઈકબાલ શેખ, તસ્લીમ આલમ તિરમીજી અને ઝુલ્ફીખાન પઠાણ હાજર રહ્યા હતા. વિપક્ષના નેતા તરીકે અન્ય કોઈ નામની સંમતિ દર્શાવવામાં આવી નહોતી. 18 જેટલા કોર્પોરેટરો હાજર હતા. હરીફ જૂથના ત્રણેય કોર્પોરેટર સહિતના આધારે કોર્પોરેટરોએ વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાનનું નામ આગળ કરતાં હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ટર્મ પૂરી થાય ત્યાં સુધી વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન જ રહેશે.
પઠાણના સમર્થનના તમામ 15 જેટલા કોર્પોરેટરો હાજર રહ્યાં હતા હરીફ જૂથના કોર્પોરેટરો રાજશ્રી કેસરી, કમળાબેન ચાવડા, નીરવ બક્ષી, માધુરી કલાપી, કામિની ઝા, ઈકબાલ શેખ, તસ્લીમ આલમ તિરમીજી અને ઝુલ્ફી ખાન પઠાણ હતા. પરંતુ નીરવ બક્ષી સહિત પાંચ કોર્પોરેટર હાજર રહ્યા નહોતા. જ્યારે શહેઝાદ ખાન પઠાણના સમર્થનના તમામ 15 જેટલા કોર્પોરેટરો હાજર રહ્યાં હતાં. આજે પસંદગી પ્રક્રિયામાં હરીફ જૂથના નીરવ બક્ષી સહિત પાંચ કોર્પોરેટરો હાજર ન રહેતા અનેક સવાલો ઊભા થયાં છે.
5 કોર્પોરેટરોએ ચૂંટણી પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
રાજશ્રી કેસર, નિરવ બક્ષી, કામીની ઝા, માધુરી કલાપી, કમળાબેન ચાવડા મતદાન માટે પહોંચ્યા નહીં. શેહઝાદ ખાન પઠાણની તરફેણમાં બહુમત સભ્યોએ મતદાન કરવામાં આવ્યું. AMC વિપક્ષના નેતા તરીકે શહેઝાદ પઠાણની જાહેરાત કરાવામાં આવી.