Mahisagar: કડાણા ડેમમાં 1 લાખ કયુસેક પાણીની આવક, ભયજનક સપાટી વટાવી

રાજ્યમાં ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ વરસતા અનેક ડેમો પાણીથી છલકાઈ ઉઠ્યા છે અને લોકોને આ વર્ષે પીવાના પાણી માટે વલખા નહીં મારવા પડે, કારણ કે મેઘરાજા આ વર્ષે મન મુકીને વરસ્યા છે અને સમગ્ર ગુજરાત જળમગ્ન બન્યું હતું.કડાણા ડેમમાં હાલ 1લાખ કયુસેક પાણીની આવક નોંધાઈ ત્યારે મહિસાગરના બજાજ સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. બજાજ સાગર ડેમમાંથી પાણી કડાણા ડેમમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે હાલમાં કડાણા ડેમની આવકમાં વધારો થયો છે. કડાણા ડેમમાં હાલ 1લાખ કયુસેક પાણીની આવક નોંધાઈ છે. જેને પગલે હવે કડાણા ડેમમાં પાણીની મોટી આવકના કારણે 1.50 લાખ ક્યૂસેક પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવશે. રાત્રે 8 વાગ્યા બાદ ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાશે. જણાવી દઈએ કે કડાણા ડેમ ભયજનક સપાટી વટાવતા સિંચાઈ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉમરપાડાના આમલી ડેમમાં પાણીની ભરપૂર આવક સુરતના ઉમરપાડાના આમલી ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે અને તેને લઈને આમલી ડેમના 2 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. આમલી ડેમમાંથી 1200 ક્યુસેક પાણી છોડાયું છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો બીજી તરફ તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉકાઈ ડેમમાં પાણીની 1,19,108 ક્યુસેક આવક થઈ છે અને ઉકાઈ ડેમના 6 દરવાજા સાડા ચાર ફૂટ ખોલવામા આવ્યા છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા પાણી છોડાયું છે. હાલ ડેમમાંથી 119108 ક્યુસેક પાણી છોડાયું છે. ઉકાઈ ડેમની જળ સપાટી 339.29 ફૂટે પહોંચી ચૂકી છે અને ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ઉંમરપાડામાં 4 કલાકમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉલ્લેખનીય છે કે ઉંમરપાડામાં ધોધમાર વરસાદને પગલે માત્ર 4 કલાકમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને લઈ આમલી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે અને આ સાથે જ અનેક વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાઓ પણ સર્જાઈ છે. જેને પગલે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને લોકો હવે વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. 

Mahisagar: કડાણા ડેમમાં 1 લાખ કયુસેક પાણીની આવક, ભયજનક સપાટી વટાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ વરસતા અનેક ડેમો પાણીથી છલકાઈ ઉઠ્યા છે અને લોકોને આ વર્ષે પીવાના પાણી માટે વલખા નહીં મારવા પડે, કારણ કે મેઘરાજા આ વર્ષે મન મુકીને વરસ્યા છે અને સમગ્ર ગુજરાત જળમગ્ન બન્યું હતું.

કડાણા ડેમમાં હાલ 1લાખ કયુસેક પાણીની આવક નોંધાઈ

ત્યારે મહિસાગરના બજાજ સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. બજાજ સાગર ડેમમાંથી પાણી કડાણા ડેમમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે હાલમાં કડાણા ડેમની આવકમાં વધારો થયો છે. કડાણા ડેમમાં હાલ 1લાખ કયુસેક પાણીની આવક નોંધાઈ છે. જેને પગલે હવે કડાણા ડેમમાં પાણીની મોટી આવકના કારણે 1.50 લાખ ક્યૂસેક પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવશે. રાત્રે 8 વાગ્યા બાદ ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાશે. જણાવી દઈએ કે કડાણા ડેમ ભયજનક સપાટી વટાવતા સિંચાઈ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉમરપાડાના આમલી ડેમમાં પાણીની ભરપૂર આવક

સુરતના ઉમરપાડાના આમલી ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે અને તેને લઈને આમલી ડેમના 2 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. આમલી ડેમમાંથી 1200 ક્યુસેક પાણી છોડાયું છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો

બીજી તરફ તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉકાઈ ડેમમાં પાણીની 1,19,108 ક્યુસેક આવક થઈ છે અને ઉકાઈ ડેમના 6 દરવાજા સાડા ચાર ફૂટ ખોલવામા આવ્યા છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા પાણી છોડાયું છે. હાલ ડેમમાંથી 119108 ક્યુસેક પાણી છોડાયું છે. ઉકાઈ ડેમની જળ સપાટી 339.29 ફૂટે પહોંચી ચૂકી છે અને ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.

ઉંમરપાડામાં 4 કલાકમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

ઉલ્લેખનીય છે કે ઉંમરપાડામાં ધોધમાર વરસાદને પગલે માત્ર 4 કલાકમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને લઈ આમલી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે અને આ સાથે જ અનેક વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાઓ પણ સર્જાઈ છે. જેને પગલે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને લોકો હવે વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.