Bhavnagar: IG, DSPનું પોલીસ મથકોમાં સરપ્રાઈઝ ચેકિંગ, નિલમબાગ પોલીસ મથકના PIની બદલી
ભાવનગર રેન્જ આઈ.જી અને જિલ્લા પોલીસવડાએ શહેરમાં આવેલા તમામ પોલીસ મથકોમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું. રેન્જ આઈ.જી અને એસ.પી.એ કરેલી સરપ્રાઈઝ ચેકીંગ દરમ્યાન નિલમબાગ પોલીસ મથકના પી.આઇ.ની નબળી કામગીરી સામે આવી. પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ દ્વારા તાત્કાલિકના ધોરણે નિલમબાગ પોલિસમથકના પી.આઇ એન.એમ.તલાટીની બદલી કરી. એન.એમ.તલાટીની તાત્કાલિકના ધોરણે હેડક્વાર્ટર ખાતે લિવ રિઝર્વમાં હાજર થવા પોલીસ અધિક્ષકએ હુકમ કર્યો. સર્કલ મહિલા પી.આઈ. બી.ડી.ઝાલાની નિલમબાગ પોલીસ મથકમાં નિમણૂક કરવામાં આવી. તાત્કાલિક અસરથી પી.આઈ.ની આંતરિક બદલીઓથી પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો. આરોપીની અટકાયત અંગે તપાસ શહેરના નિલમબાગ પો.સ્ટે, ઘોઘારોડ પો.સ્ટે, ગંગાજળિયા પો.સ્ટે, બોરતળાવ પો.સ્ટે. અને ભરતનગર પો.સ્ટે.માં રેન્જ આઈ.જી. અને જિલ્લા પોલીસવડાએ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું. આ ઉપરાંત રેન્જ આઈ.જી. ગૌતમ પરમારે આઈ.જી. ઓફીસ ખાતે તમામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ, તેમજ પીઆઇ અને પી.એસ.આઈ.ની સરપ્રાઈઝ મીટીંગ પણ યોજી. કેટલા આરોપીના અટકાયતી પગલાં લેવામાં આવ્યા તેમજ શહેરી વિસ્તારમાં થયેલ ગુન્હાઓની તપાસ કેવી રીતે થઈ છે તે અંગે પણ પૂછતાછ કરવામાં આવી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર રેન્જ આઈ.જી અને જિલ્લા પોલીસવડાએ શહેરમાં આવેલા તમામ પોલીસ મથકોમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું. રેન્જ આઈ.જી અને એસ.પી.એ કરેલી સરપ્રાઈઝ ચેકીંગ દરમ્યાન નિલમબાગ પોલીસ મથકના પી.આઇ.ની નબળી કામગીરી સામે આવી.
પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ દ્વારા તાત્કાલિકના ધોરણે નિલમબાગ પોલિસમથકના પી.આઇ એન.એમ.તલાટીની બદલી કરી. એન.એમ.તલાટીની તાત્કાલિકના ધોરણે હેડક્વાર્ટર ખાતે લિવ રિઝર્વમાં હાજર થવા પોલીસ અધિક્ષકએ હુકમ કર્યો. સર્કલ મહિલા પી.આઈ. બી.ડી.ઝાલાની નિલમબાગ પોલીસ મથકમાં નિમણૂક કરવામાં આવી. તાત્કાલિક અસરથી પી.આઈ.ની આંતરિક બદલીઓથી પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો.
આરોપીની અટકાયત અંગે તપાસ
શહેરના નિલમબાગ પો.સ્ટે, ઘોઘારોડ પો.સ્ટે, ગંગાજળિયા પો.સ્ટે, બોરતળાવ પો.સ્ટે. અને ભરતનગર પો.સ્ટે.માં રેન્જ આઈ.જી. અને જિલ્લા પોલીસવડાએ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું. આ ઉપરાંત રેન્જ આઈ.જી. ગૌતમ પરમારે આઈ.જી. ઓફીસ ખાતે તમામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ, તેમજ પીઆઇ અને પી.એસ.આઈ.ની સરપ્રાઈઝ મીટીંગ પણ યોજી. કેટલા આરોપીના અટકાયતી પગલાં લેવામાં આવ્યા તેમજ શહેરી વિસ્તારમાં થયેલ ગુન્હાઓની તપાસ કેવી રીતે થઈ છે તે અંગે પણ પૂછતાછ કરવામાં આવી.