Gujaratને વધુ એક જિલ્લો વાવ-થરાદ મળ્યો, રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલની જાહેરાત

રાજ્યમાં વધુ એક જિલ્લો અસ્તિત્વમાં આવશે. બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક જિલ્લાને મંજૂરી મળી છે. બનાસકાંઠામાંથી વિભાજીત થઈ વાવ-થરાદ નવો જિલ્લો બનશે. વાવ થરાદના 8 તાલુકા જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે. વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય કેન્દ્ર થરાદ રહેશે.મળતી માહિતી મુજબ, 9 નવી મહાનગરપાલિકાને અપાઇ મંજૂરી બાદ હવે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે. ગુજરાતને વધુ એક જિલ્લો વાવ-થરાદ મળ્યો છે. રાજ્યમાં વાવ-થરાદ 34માં જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવશે. જિલ્લાનું વડુમથક થરાદ હશે તેવી રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે.મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર નવા વર્ષની ઉજવણી અનોખી રીતે કરવાનું મન બનાવી દીધું છે. આજની રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં એક પછી એક ધડાધડ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠાના બે ભાગ પાડી બે જિલ્લા બનાવવા મંજૂરી આપવામાં આવ્યા બાદ રાજ્ય સરકારે 9 મહાનગરપાલિકાઓને પણ મંજૂરી આપવામાં આવી છે.

Gujaratને વધુ એક જિલ્લો વાવ-થરાદ મળ્યો, રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલની જાહેરાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં વધુ એક જિલ્લો અસ્તિત્વમાં આવશે. બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક જિલ્લાને મંજૂરી મળી છે. બનાસકાંઠામાંથી વિભાજીત થઈ વાવ-થરાદ નવો જિલ્લો બનશે. વાવ થરાદના 8 તાલુકા જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે. વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય કેન્દ્ર થરાદ રહેશે.

મળતી માહિતી મુજબ, 9 નવી મહાનગરપાલિકાને અપાઇ મંજૂરી બાદ હવે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે. ગુજરાતને વધુ એક જિલ્લો વાવ-થરાદ મળ્યો છે. રાજ્યમાં વાવ-થરાદ 34માં જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવશે. જિલ્લાનું વડુમથક થરાદ હશે તેવી રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે.

મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર નવા વર્ષની ઉજવણી અનોખી રીતે કરવાનું મન બનાવી દીધું છે. આજની રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં એક પછી એક ધડાધડ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠાના બે ભાગ પાડી બે જિલ્લા બનાવવા મંજૂરી આપવામાં આવ્યા બાદ રાજ્ય સરકારે 9 મહાનગરપાલિકાઓને પણ મંજૂરી આપવામાં આવી છે.