CA Final Result: અમદાવાદની રીયા શાહ દેશમાં બીજા ક્રમ સાથે ગુજરાતમાં પ્રથમ

ઓલ ઈન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટ્સનું પરિણામ ગઇકાલે રાત્રે જાહેર થઈ ગયું છે. જેમાં અમદાવાદની વિદ્યાર્થી રીયા શાહ ભારતમાં બીજા અને ગુજરાતમાં પ્રથમ ક્રમે આવી છે. આ ઉપરાંત વડોદરાના બે વિદ્યાર્થીઓને ટોપ 50 માં સ્થાન મળ્યું છે. રીયા શાહને 83.50% સાથે ભારતમાં બીજો અને ગુજરાતમાં પ્રથમ ક્રમ આવ્યો છે. સમગ્ર ભારતમાં CA નું ઓવરઓલ પરિણામ 13.45% આવ્યું છે.બીમાર હોવા છતાં CA ફાઈનલ પરીક્ષા આપી CA ના પરિણામમાં ટોપ કરેલ રીયા શાહે જણાવ્યું હતું કે તેની તબિયત સારી ન હતી, પરંતુ પરિવારની હિમંતથી પરીક્ષા આપી હતી અને ખૂબ મહેનત બાદ આજે આ પરિણામ મળતા ખુશ છું. રિયાએ પરિણામ અંગે કહ્યું હતું કે તે ફાઈનલ ક્રેક કરવા રોજના 10 કલાક વાંચતી હતી. ઉપરાંત મોબાઈલ કે સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરતી હતી. રિયાના પિતા અમદાવાદ મનપાના કર્મચારી સમગ્ર ભારતમાં બીજા ક્રમાંકે ઉતીર્ણ થયેલ રીયા શાહના પિતા અમદાવાદ મહાનગર પાલિકામાં ફરજ બજાવે છે. માતા પિતા તરફથી મળેલા સપોર્ટથી રિયાએ CA ઇન્ટરમીડિયેટમાં પણ AIR-42 મો ક્રમાંક મેળવ્યો હતો. ત્યારે રોજના અડધી કલાક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી CA ફાઇનલની પરીક્ષા આપી હતી. CA ની પરીક્ષા આપ્યા બાદ સારા રેન્ક અંગે રીયા આશાવાદી હતી. ત્યારે હવે રિયાએ AIR-2 મેળવ્યા બાદ ભારતમાં જ મોટી કંપનીમાં નોકરી કરવાનો ગોલ સેવ્યો છે. નવેમ્બર 2024 માં લેવાઈ હતી CA ફાઈનલની પરીક્ષા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયાએ 27 ડીસેમ્બરના રોજ CA નું પરિણામ જાહેર કર્યું હતું. જેમાં દેશને આ વર્ષે 11500 નવા CA મળ્યા છે.  હૈદરાબાદના હેરામ્બ મહેશ્વરી અને તિરૂપતિના ઋષભ ઓસ્વાલે સયુંકત રીતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. બંનેએ 84.67% મેળવ્યા છે. જ્યારે અમદાવાદની રીયાએ 83.50% અને ત્રીજા ક્રમે આવેલ કોલકાતાની કિંજલ અજમેરાએ 82.17 % મેળવ્યા છે.

CA Final Result: અમદાવાદની રીયા શાહ દેશમાં બીજા ક્રમ સાથે ગુજરાતમાં પ્રથમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઓલ ઈન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટ્સનું પરિણામ ગઇકાલે રાત્રે જાહેર થઈ ગયું છે. જેમાં અમદાવાદની વિદ્યાર્થી રીયા શાહ ભારતમાં બીજા અને ગુજરાતમાં પ્રથમ ક્રમે આવી છે. આ ઉપરાંત વડોદરાના બે વિદ્યાર્થીઓને ટોપ 50 માં સ્થાન મળ્યું છે. રીયા શાહને 83.50% સાથે ભારતમાં બીજો અને ગુજરાતમાં પ્રથમ ક્રમ આવ્યો છે. સમગ્ર ભારતમાં CA નું ઓવરઓલ પરિણામ 13.45% આવ્યું છે.

બીમાર હોવા છતાં CA ફાઈનલ પરીક્ષા આપી

CA ના પરિણામમાં ટોપ કરેલ રીયા શાહે જણાવ્યું હતું કે તેની તબિયત સારી ન હતી, પરંતુ પરિવારની હિમંતથી પરીક્ષા આપી હતી અને ખૂબ મહેનત બાદ આજે આ પરિણામ મળતા ખુશ છું. રિયાએ પરિણામ અંગે કહ્યું હતું કે તે ફાઈનલ ક્રેક કરવા રોજના 10 કલાક વાંચતી હતી. ઉપરાંત મોબાઈલ કે સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરતી હતી.


રિયાના પિતા અમદાવાદ મનપાના કર્મચારી

સમગ્ર ભારતમાં બીજા ક્રમાંકે ઉતીર્ણ થયેલ રીયા શાહના પિતા અમદાવાદ મહાનગર પાલિકામાં ફરજ બજાવે છે. માતા પિતા તરફથી મળેલા સપોર્ટથી રિયાએ CA ઇન્ટરમીડિયેટમાં પણ AIR-42 મો ક્રમાંક મેળવ્યો હતો. ત્યારે રોજના અડધી કલાક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી CA ફાઇનલની પરીક્ષા આપી હતી. CA ની પરીક્ષા આપ્યા બાદ સારા રેન્ક અંગે રીયા આશાવાદી હતી. ત્યારે હવે રિયાએ AIR-2 મેળવ્યા બાદ ભારતમાં જ મોટી કંપનીમાં નોકરી કરવાનો ગોલ સેવ્યો છે.

નવેમ્બર 2024 માં લેવાઈ હતી CA ફાઈનલની પરીક્ષા

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયાએ 27 ડીસેમ્બરના રોજ CA નું પરિણામ જાહેર કર્યું હતું. જેમાં દેશને આ વર્ષે 11500 નવા CA મળ્યા છે.  હૈદરાબાદના હેરામ્બ મહેશ્વરી અને તિરૂપતિના ઋષભ ઓસ્વાલે સયુંકત રીતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. બંનેએ 84.67% મેળવ્યા છે. જ્યારે અમદાવાદની રીયાએ 83.50% અને ત્રીજા ક્રમે આવેલ કોલકાતાની કિંજલ અજમેરાએ 82.17 % મેળવ્યા છે.