Surendranagar: ચૂડાના સમઢિયાળા અને ચોકડીમાં લેન્ડ ગ્રેબિંગની બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
ચોકડીના ખેડૂતે સરકારી જમીન પર બિનઅધિકૃત રીતે દબાણ કરતા કાર્યવાહીસમઢીયાળા ગામે રહેતા ગોબરભાઈ મશરૂભાઈ ધરજીયા ખેતી કરે છે દેવરાજ રણછોડભાઈ રબારી સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે ચૂડાના સમઢીયાળા અને ચોકડી ગામે ખાનગી તથા સરકારી જમીન પર દબાણ કર્યાની લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ બે શખ્સો સામે ચૂડા પોલીસ મથકે ફરિયાદ નોધાઈ છે. ચૂડા તાલુકાના સમઢીયાળા ગામે રહેતા ગોબરભાઈ મશરૂભાઈ ધરજીયા ખેતી કરે છે. તેઓની સમઢીયાળાની સીમમાં ખેતીની જમીન આવેલી છે. તેઓના ખેતરની થોડી જમીનમાં સમઢીયાળાના જ દેવરાજ રણછોડભાઈ રબારી ખેતી કરતા હતા. અને ઉપજ-નીપજ લેતા હતા. આ બાબતે દેવરાજને વાત કરતા તેઓ જમીન ખાલી કરતા ન હતા. આથી લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ અરજી કરાઈ હતી. જેમાં તા. 21મી ઓગસ્ટના રોજ ચૂડા પોલીસ મથકે દેવરાજ રણછોડભાઈ રબારી સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ ચૂડા તાલુકાના ચોકડી ગામની સીમમાં છબલબેન ભવાનભાઈ ચૌહાણની ખેતીની જમીન આવેલી છે. જેની બાજુમાં જમીન ધરાવતા ચોકડીના દેવશી ભુરાભાઈ રબારી છબલબેનને તેમની જમીનમાં ખેતી કરતા અટકાવતા હતા. આ બાબતે છબલબેને અરજી કરી હતી. જેની તપાસમાં દેવશી રબારીએ તેની જમીન બાજુમાં સરકારી જમીન પર કબજો જમાવી તેમાં ઈંટોનું ઢાળીયુ બનાવી બિનઅધિકૃત રીતે દબાણ કર્યાનું સામે આવ્યુ હતુ. આથી ચૂડા મામલતદાર યશવંતકુમાર હીરાલાલ પરમારે દેવશી ભુરાભાઈ રબારી સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. બંને બનાવની તપાસ ડીવાયએસપી વી. એમ.રબારી ચલાવી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ચોકડીના ખેડૂતે સરકારી જમીન પર બિનઅધિકૃત રીતે દબાણ કરતા કાર્યવાહી
- સમઢીયાળા ગામે રહેતા ગોબરભાઈ મશરૂભાઈ ધરજીયા ખેતી કરે છે
- દેવરાજ રણછોડભાઈ રબારી સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે
ચૂડાના સમઢીયાળા અને ચોકડી ગામે ખાનગી તથા સરકારી જમીન પર દબાણ કર્યાની લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ બે શખ્સો સામે ચૂડા પોલીસ મથકે ફરિયાદ નોધાઈ છે.
ચૂડા તાલુકાના સમઢીયાળા ગામે રહેતા ગોબરભાઈ મશરૂભાઈ ધરજીયા ખેતી કરે છે. તેઓની સમઢીયાળાની સીમમાં ખેતીની જમીન આવેલી છે. તેઓના ખેતરની થોડી જમીનમાં સમઢીયાળાના જ દેવરાજ રણછોડભાઈ રબારી ખેતી કરતા હતા. અને ઉપજ-નીપજ લેતા હતા. આ બાબતે દેવરાજને વાત કરતા તેઓ જમીન ખાલી કરતા ન હતા. આથી લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ અરજી કરાઈ હતી. જેમાં તા. 21મી ઓગસ્ટના રોજ ચૂડા પોલીસ મથકે દેવરાજ રણછોડભાઈ રબારી સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ ચૂડા તાલુકાના ચોકડી ગામની સીમમાં છબલબેન ભવાનભાઈ ચૌહાણની ખેતીની જમીન આવેલી છે. જેની બાજુમાં જમીન ધરાવતા ચોકડીના દેવશી ભુરાભાઈ રબારી છબલબેનને તેમની જમીનમાં ખેતી કરતા અટકાવતા હતા. આ બાબતે છબલબેને અરજી કરી હતી. જેની તપાસમાં દેવશી રબારીએ તેની જમીન બાજુમાં સરકારી જમીન પર કબજો જમાવી તેમાં ઈંટોનું ઢાળીયુ બનાવી બિનઅધિકૃત રીતે દબાણ કર્યાનું સામે આવ્યુ હતુ. આથી ચૂડા મામલતદાર યશવંતકુમાર હીરાલાલ પરમારે દેવશી ભુરાભાઈ રબારી સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. બંને બનાવની તપાસ ડીવાયએસપી વી. એમ.રબારી ચલાવી રહ્યા છે.