Mahakumbh મેળાના દર્શન કરવા નીકળેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, અરવલ્લીના 3 લોકોના મોત
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં હાલમાં મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓ ડુબકી લગાવવા માટે આવી રહ્યા છે. ત્યારે મહાકુંભ મેળાના દર્શન કરવા નીકળેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. અરવલ્લીના ધનસુરાના લાલુકંપાના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. મધ્યપ્રદેશના જબલુપર પાસે અકસ્માત સર્જાતા 3 શ્રદ્ધાળુના ઘટના સ્થળે મોત થયા છે. શ્રદ્ધાળુઓની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો.અગાઉ આગની ઘટના બની હતીતમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ મહાકુંભમાં એક ટેન્ટમાં કોઈ કારણસર આગની પણ ઘટના બની હતી. જો કે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારના જાનહાનિ થવાના સમાચાર સામે આવ્યા નહતા અને ફાયર વિભાગની ટીમની સર્તકતાના કારણે આગ પર ઝડપી કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ફાયર વિભાગની 6-7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લીધી હતી.સુરતથી પ્રયાગરાજ સુધી વોલ્વો બસ સેવા શરૂ કરવા માગ તમને જણાવી દઈએ કે ગુજરાતમાંથી પ્રયાગરાજ મહાકુંભ 2025માં જવા માટે સરકાર દ્વારા વોલ્વો બસની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લીલીઝંડી આપીને પ્રયાગરાજ સુધી શ્રદ્ધાળુઓ પહોંચે તે માટે વોલ્વો બસની વ્યવસ્થા શરૂ કરી છે. ત્યારે હવે સુરતથી પ્રયાગરાજ સુધી વોલ્વો બસ ચાલુ કરવાની પણ માગ કરવામાં આવી છે. સુરતના સાંસદ મુકેશ દલાલે સુરતથી પ્રયાગરાજ સુધી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માગ સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. સુરતથી વોલ્વો બસો દોડાવવા સાંસદે પત્ર લખી માગ કરી છે. પત્રમાં જણાવ્યું છે કે સુરતની જનતાને અમદાવાદ સુધી જવું નહીં પડે અને સીધા જ તેઓ પ્રયાગરાજ જવાનો લાભ મેળવી શકશે. સુરતમાં પણ હજારો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ સુધીની મુસાફરી માટેની વોલ્વો બસ શરુ થાય તે નિર્ણયની રાહ જોઈને જ બેઠા છે. જો સુરતથી બસની શરૂઆત કરવામાં આવે તો સુરત અને દક્ષિણ ગુજરાતના લાખો લોકોને ઘર બેઠા ગંગા સ્નાન કરવા જેવો લાભ અને આનંદ મળશે. આ સાથે જ સાંસદ મુકેશ દલાલે અમદાવાદથી પ્રયાગરાજની બસ સેવા શરૂ કરવાનો સારો નિર્ણય લેવા બદલ હર્ષ સંઘવીને અભિનંદન પણ આપ્યા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં હાલમાં મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓ ડુબકી લગાવવા માટે આવી રહ્યા છે. ત્યારે મહાકુંભ મેળાના દર્શન કરવા નીકળેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. અરવલ્લીના ધનસુરાના લાલુકંપાના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. મધ્યપ્રદેશના જબલુપર પાસે અકસ્માત સર્જાતા 3 શ્રદ્ધાળુના ઘટના સ્થળે મોત થયા છે. શ્રદ્ધાળુઓની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
અગાઉ આગની ઘટના બની હતી
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ મહાકુંભમાં એક ટેન્ટમાં કોઈ કારણસર આગની પણ ઘટના બની હતી. જો કે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારના જાનહાનિ થવાના સમાચાર સામે આવ્યા નહતા અને ફાયર વિભાગની ટીમની સર્તકતાના કારણે આગ પર ઝડપી કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ફાયર વિભાગની 6-7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લીધી હતી.
સુરતથી પ્રયાગરાજ સુધી વોલ્વો બસ સેવા શરૂ કરવા માગ
તમને જણાવી દઈએ કે ગુજરાતમાંથી પ્રયાગરાજ મહાકુંભ 2025માં જવા માટે સરકાર દ્વારા વોલ્વો બસની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લીલીઝંડી આપીને પ્રયાગરાજ સુધી શ્રદ્ધાળુઓ પહોંચે તે માટે વોલ્વો બસની વ્યવસ્થા શરૂ કરી છે. ત્યારે હવે સુરતથી પ્રયાગરાજ સુધી વોલ્વો બસ ચાલુ કરવાની પણ માગ કરવામાં આવી છે. સુરતના સાંસદ મુકેશ દલાલે સુરતથી પ્રયાગરાજ સુધી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માગ સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. સુરતથી વોલ્વો બસો દોડાવવા સાંસદે પત્ર લખી માગ કરી છે.
પત્રમાં જણાવ્યું છે કે સુરતની જનતાને અમદાવાદ સુધી જવું નહીં પડે અને સીધા જ તેઓ પ્રયાગરાજ જવાનો લાભ મેળવી શકશે. સુરતમાં પણ હજારો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ સુધીની મુસાફરી માટેની વોલ્વો બસ શરુ થાય તે નિર્ણયની રાહ જોઈને જ બેઠા છે. જો સુરતથી બસની શરૂઆત કરવામાં આવે તો સુરત અને દક્ષિણ ગુજરાતના લાખો લોકોને ઘર બેઠા ગંગા સ્નાન કરવા જેવો લાભ અને આનંદ મળશે. આ સાથે જ સાંસદ મુકેશ દલાલે અમદાવાદથી પ્રયાગરાજની બસ સેવા શરૂ કરવાનો સારો નિર્ણય લેવા બદલ હર્ષ સંઘવીને અભિનંદન પણ આપ્યા.