Viramgam: શિક્ષક પર અદાવતમાં ત્રણ વ્યક્તિઓ દ્વારા જીવલેણ હુમલો કરાયો

વિરમગામમાં સોમવારે સવારે શહેરની કે.બી.શાહ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નરેશભાઈ જેસંગભાઈ ચાવડા (ઉં.વ. 40, હાલ રહે. વિરમગામ. મુળ રહે. વડગામ)ના પર વાહન લઈને આવેલા ત્રણ વ્યકિતઓએ અદાવતમાં માંડલ રોડ પર બે પેટ્રોલ પંપ પાસે મુખ્ય માર્ગ પર ધોકો, પાઇપ વડે હુમલો કર્યો હતો.ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા શિક્ષક જમીન પર ઢળી પડતા હુમલાખોર ત્યાંથી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત નરેશ ચાવડાને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર હેઠળ બપોરના સમયે શિક્ષકનું મૃત્યુ નિપજતા હત્યાનો બનાવ ઘટયો હતો. શિક્ષકનું મૃત્યુ થયાની જાણ થતા પોલીસે ત્રણેય હુમલાખોરને દબોચી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શહેર પોલીસ મથકના પીઆઈ કે. એસ. દવે પાસેથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ મૃતક નરેશ ચાવડા હર્ષાબેન નામની એક પરિણીત યુવતી લીવ ઈનમાં રહે છે. આ અંગેની અદાવતમાં યુવતીનાં પતિ કલા હરિભાઈ ગોહિલ (રહે. શંખેશ્વર), અજીત ગોહિલ અને ગોકો નામના ત્રણ વ્યક્તિઓએ વોચ રાખીને વહેલી સવારે નરેશ ચાવડા દ્વિચક્રી વાહન લઇ ફરજ પર જઈ રહ્યા હતા. ત્યારે પેટ્રોલ પંપ પાસે હુમલો કર્યો હતો.

Viramgam: શિક્ષક પર અદાવતમાં ત્રણ વ્યક્તિઓ દ્વારા જીવલેણ હુમલો કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વિરમગામમાં સોમવારે સવારે શહેરની કે.બી.શાહ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નરેશભાઈ જેસંગભાઈ ચાવડા (ઉં.વ. 40, હાલ રહે. વિરમગામ. મુળ રહે. વડગામ)ના પર વાહન લઈને આવેલા ત્રણ વ્યકિતઓએ અદાવતમાં માંડલ રોડ પર બે પેટ્રોલ પંપ પાસે મુખ્ય માર્ગ પર ધોકો, પાઇપ વડે હુમલો કર્યો હતો.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા શિક્ષક જમીન પર ઢળી પડતા હુમલાખોર ત્યાંથી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત નરેશ ચાવડાને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર હેઠળ બપોરના સમયે શિક્ષકનું મૃત્યુ નિપજતા હત્યાનો બનાવ ઘટયો હતો. શિક્ષકનું મૃત્યુ થયાની જાણ થતા પોલીસે ત્રણેય હુમલાખોરને દબોચી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શહેર પોલીસ મથકના પીઆઈ કે. એસ. દવે પાસેથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ મૃતક નરેશ ચાવડા હર્ષાબેન નામની એક પરિણીત યુવતી લીવ ઈનમાં રહે છે. આ અંગેની અદાવતમાં યુવતીનાં પતિ કલા હરિભાઈ ગોહિલ (રહે. શંખેશ્વર), અજીત ગોહિલ અને ગોકો નામના ત્રણ વ્યક્તિઓએ વોચ રાખીને વહેલી સવારે નરેશ ચાવડા દ્વિચક્રી વાહન લઇ ફરજ પર જઈ રહ્યા હતા. ત્યારે પેટ્રોલ પંપ પાસે હુમલો કર્યો હતો.