Ahmedabadમાં ભારે વરસાદના કારણે માર્ગ પર બિનવારસી કારની નંબર પ્લેટો મળી

સ્કૂલ પાસે જ મુકીને મેસેજ વહેતા કર્યા કે જેમની નંબર પ્લેટ હોય તે લઈ જાય જાગૃત નાગરિકોએ વાહનચાલકોની પ્લેટ સંભાળીને રાખી  સ્થાનિકોએ તે નંબર પ્લેટ સાચવીને એક જગ્યાએ મુકી અમદાવાદમાં આખરે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને ગઇકાલે ગોતા-સાયન્સ સિટી બોપલમાં 7 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં સરેરાશ વરસાદ 3 ઈંચ નોંધાયો હતો. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રિ મોન્સૂન પ્લાન દર વર્ષની જેમ આ વખતે પણ પાણીમાં બેસી ગયો છે. અનેક વિસ્તારે પાણીમાં ગરકાવ થઈ ગયા અને રસ્તા પર મસમોટા ભૂવા પણ પડ્યા હતા. તેમજ વરસાદને લઈને પાણી એટલા જોરદાર ભરાયા અને ધસમસતા હતા કે જેને લઈને કારની નંબર પ્લેટ નિકળીને પાણીમાં વહી ગઈ હતી. જાગૃત નાગરિકોએ તે નંબર પ્લેટ સાચવીને એક જગ્યાએ મુકી આજે પાણી ઉતર્યા તો સવારે ચાલવા જનારા લોકોને આ પ્લેટ મળી અને તેમણે સ્થાનિક સ્કૂલ પાસે જ મુકીને મેસેજ વહેતા કર્યા કે જેમની નંબર પ્લેટ હોય તે લઈ જાય. એમ કહી શકાય કે કોર્પોરેશન ગણો, સ્થાનિક તંત્ર ગણો, વરસાદની આફત વચ્ચે સૌથી વધારે નુક્શાન કોઈને થયું હોય તો તે વાહન ચાલકોને છે. કેટલાક જાગૃત નાગરિકોને કારણે જે પણ વાહનચાલકોની પ્લેટ નિકળી ગઈ છે તેમને વધુ નુક્શાન થતું અટકી ગયુ હતુ. વરસાદને લઈને પાણી એટલા જોરદાર ભરાયા અને ધસમસતા હતા કે જેને લઈને કારની નંબર પ્લેટ નિકળીને પાણીમાં વહી ગઈ હતી પણ જાગૃત નાગરિકોએ તે નંબર પ્લેટ સાચવીને એક જગ્યાએ મુકી છે. ટ્રક સમાઈ જાય તેવો મસમોટી ભૂવો પડયો શેલામાં ઓર્કિડ સ્કાય પાસે ક્લબ ઓ7 તરફ જવાના રસ્તે એક ટ્રક સમાઈ જાય તેવો મસમોટી ભૂવો પડયો હતો. જેના કારણે એક તરફનો રોડ બંધ કરવો પડ્યો હતો. આ મોટા ભૂવો જ તંત્ર દ્વારા કામગીરીમાં કેટલી કચાશ રાખવામાં આવી હશે તેનો બોલતો પુરાવો હતો. તેમજ આ નંબર પ્લેટ અમદાવાદની GIIS સ્કૂલ પાસે મુકી છે.

Ahmedabadમાં ભારે વરસાદના કારણે માર્ગ પર બિનવારસી કારની નંબર પ્લેટો  મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સ્કૂલ પાસે જ મુકીને મેસેજ વહેતા કર્યા કે જેમની નંબર પ્લેટ હોય તે લઈ જાય
  • જાગૃત નાગરિકોએ વાહનચાલકોની પ્લેટ સંભાળીને રાખી
  •  સ્થાનિકોએ તે નંબર પ્લેટ સાચવીને એક જગ્યાએ મુકી

અમદાવાદમાં આખરે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને ગઇકાલે ગોતા-સાયન્સ સિટી બોપલમાં 7 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં સરેરાશ વરસાદ 3 ઈંચ નોંધાયો હતો. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રિ મોન્સૂન પ્લાન દર વર્ષની જેમ આ વખતે પણ પાણીમાં બેસી ગયો છે. અનેક વિસ્તારે પાણીમાં ગરકાવ થઈ ગયા અને રસ્તા પર મસમોટા ભૂવા પણ પડ્યા હતા. તેમજ વરસાદને લઈને પાણી એટલા જોરદાર ભરાયા અને ધસમસતા હતા કે જેને લઈને કારની નંબર પ્લેટ નિકળીને પાણીમાં વહી ગઈ હતી.

જાગૃત નાગરિકોએ તે નંબર પ્લેટ સાચવીને એક જગ્યાએ મુકી

આજે પાણી ઉતર્યા તો સવારે ચાલવા જનારા લોકોને આ પ્લેટ મળી અને તેમણે સ્થાનિક સ્કૂલ પાસે જ મુકીને મેસેજ વહેતા કર્યા કે જેમની નંબર પ્લેટ હોય તે લઈ જાય. એમ કહી શકાય કે કોર્પોરેશન ગણો, સ્થાનિક તંત્ર ગણો, વરસાદની આફત વચ્ચે સૌથી વધારે નુક્શાન કોઈને થયું હોય તો તે વાહન ચાલકોને છે. કેટલાક જાગૃત નાગરિકોને કારણે જે પણ વાહનચાલકોની પ્લેટ નિકળી ગઈ છે તેમને વધુ નુક્શાન થતું અટકી ગયુ હતુ. વરસાદને લઈને પાણી એટલા જોરદાર ભરાયા અને ધસમસતા હતા કે જેને લઈને કારની નંબર પ્લેટ નિકળીને પાણીમાં વહી ગઈ હતી પણ જાગૃત નાગરિકોએ તે નંબર પ્લેટ સાચવીને એક જગ્યાએ મુકી છે.

ટ્રક સમાઈ જાય તેવો મસમોટી ભૂવો પડયો

શેલામાં ઓર્કિડ સ્કાય પાસે ક્લબ ઓ7 તરફ જવાના રસ્તે એક ટ્રક સમાઈ જાય તેવો મસમોટી ભૂવો પડયો હતો. જેના કારણે એક તરફનો રોડ બંધ કરવો પડ્યો હતો. આ મોટા ભૂવો જ તંત્ર દ્વારા કામગીરીમાં કેટલી કચાશ રાખવામાં આવી હશે તેનો બોલતો પુરાવો હતો. તેમજ આ નંબર પ્લેટ અમદાવાદની GIIS સ્કૂલ પાસે મુકી છે.